દિવસે ને દિવસે ઓનલાઈન શોપિંગ ણો ક્રેઝ વધી રહ્યો છે અને ઓનલાઈન શોપિંગ સાથે ઘણાબધા એક આંખ ઉઘાડનાર કિસ્સો સામે આવ્યો વિદ્યાર્થીએ લેપટોપ ઓર્ડર કર્યું પણ તેને લેપટોપની જગ્યાએ સાબુ મળ્યા હતા .. તેમણે ફરિયાદ પણ કરી પરંતુ તેમ છતા ફ્લિપકાર્ટ તેમને કોઈ રિફન્ડ નહી આપે. આવું એટલા માટે કેમ કે તેમણે ઓપન બોક્સ ડિલીવરી કોન્સેપ્ટ ફોલો નહતો કર્યો. આવા અનેક લોકો સાથે અનેક કિસ્સા બન્યા છે જે પાછળથી ખુબ હેરાન થવ છતાં કઈ response મળતો નથી. જો તમે પણ ઓનલાઈન શોપિંગ કરો છો તો નીચે આપેલ વાત જરૂર વાંચજો અને મિત્રો સાથે શેર કરજો
શું છે આ concept અને તે કઈ રીતે કામ કરે છે તમારી સાથે થતા ફ્રોડ થઈ બચવા કેવી રીતે તમારી મદદ કરશે?: જ્યારે પણ તમારા ઘરે કોઈ પાર્સલની ડિલીવરી આવે છે ત્યારે delivery boy તમારી પાસે એક OTP માંગશે. અહીં જ તમારે આ વાતનું ધ્યાન રાખવાનું છે કે , delivery boyને ઓટીપી આપતા પહેલા તમારે તેની પાસે જ એ parsel ને ખોલાવીને ચેક કરાવવાનું છે કે તમે જે વસ્તુ મંગાવી હતી તે વસ્તુ પાર્સલમાં છે કે નહી, જો છે તો એ કેવી કન્ડિશનમાં છે વગેરે વગેરે.. જો તમે મંગાવેલી વસ્તુ પાર્સલમાં ન હોય તો તમે ઓટીપી શેર ન કરો . ઓટીપી શેર નહી કરો એટલે તમારો ઓર્ડર કેન્સલ થઈ જશે અને જો તમે પહેલેથી payment કરી દીધુ છે તો તમને તમારા પૈસા પણ પરત મળી જશે… પણ જો તમે પાર્સલ ચેક કર્યા પહેલા અથવા તો ચેક કાર્ય વગર જ ઓટીપી આપી દેશો, અને પછી ખબર પડશે કે તમે મંગાવેલી વસ્તુની જગ્યાએ કંઈક બીજું જ આવી ગયુ છે અથવા વસ્તુમાં કઈ damage છે , તો એ શોપિંગ સાઈટ પણ તમારો claim નહી સ્વીકારે અને તમારે તમારા પૈસા ગુમાવવા પડી શકે. અવારનવાર આવા ઠગાઈના કિસ્સાઓ સામે આવવા લાગતા છે ઓનલાઈન site પોતે જ કસ્ટમર્સને ઓપન ડિલીવરી કોન્સેપ્ટ ફોલો કરવાનું કહી રહી છે..પોતાના તરફથી પણ આ વસ્તુ ક્લિયર કરી દીધી છે.. કોઈ વસ્તુ તમે ખરીદશો તો તમને આવી એક સુચના પણ જોવા મળે છે..