Saturday, April 1, 2023
HomeUncategorizedમોરબીમાં મોટી દુર્ઘટના સર્જાઈ પ્રખ્યાત એવો ઝૂલતો પુલ તૂટી ગયો

મોરબીમાં મોટી દુર્ઘટના સર્જાઈ પ્રખ્યાત એવો ઝૂલતો પુલ તૂટી ગયો

મોરબીમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્રખ્યાત એવો ઝૂલતો પુલ તૂટી ગયો છે. જેના કારણે અનેક લોકો નીચે પટકાયા છે. હાલ બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

મોરબીમાં તાજેતરમાં જ રીનોવેશન બાદ ઝૂલતા પુલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રજાના દિવસોમાં ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. આજે પણ ઝૂલતા પુલ ઉપર લોકોની સંખ્યા વધી ગઈ હોય પુલ તૂટી પડ્યો હતો. જેના કારણે લોકો નીચે પટકાયા હતા. હાલ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ સાથે બચાવ કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

મોરબીમાં આજે સાંજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં અનેક લોકો નદીમાં ડૂબી ગયા છે. આ ઘટનામાં અનેક લોકોના મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર હાલ સુધીમાં અંદાજે 50 જેટલા લોકોના મૃતદેહ મચ્છુ નદીની બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ બચાવ કાર્ય ચાલુ જ છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં પણ લોકોના ટોળેટોળા એકત્ર થવા લાગ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments