ઉનાળાની સિઝનમાં બનાવો મેંગો મઠો

સામગ્રીઃ ૫૦૦ ગ્રામ ખાંડ ૧ કિલોગ્રામ મોળું દહીં એક કેરી બસો ગ્રામ રબડી ઈલાયચી બદામ – પિસ્તાં ( કતરેલાં ) કેસર ઈચ્છા મુજબ

રીત : દહીંને રાત્રે એક ઝીણા કપડામાં બાંધીને લટકાવી દો . તેની નીચે એક તપેલી મૂકી દો . જેથી કરીને આખી રાતમાં દહીંનું પાણી નીતરી જાય . હવે સૌપ્રથમ એક પાકી કેરીને છોલીને કાપી લો અને મિક્સરમાં ફેરવી લો . હવે પાણી નિતારેલા દહીંમાં ખાંડ ભેળવી લો . આ મિશ્રણમાં કેરીનો રસ મિક્સ કરી દો , આ મિશ્રણને પાતળા કપડાંથી ગાળી લો . તેમાં રબડી મિક્સ કરો . ઈલાયચી , બદામ પિસ્તાં વાટીને તેમાં કેસર નાખો અને મિશ્રણને સારી રીતે મિક્સ કરી ફેંટી લો . હવે ફ્રઝમાં ઠંડું કરવા મૂકો . સ્વાદિષ્ટ માવામિશ્રિત મેંગો મઠો સર્વ કરો .

અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.

લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો