પૌષ્ટિક અને સ્વાદમા ટેસ્ટી બાજરાની ખીચડી બનાવવાની રીત

બાજરાની ખીચડી બનાવવા જરૂરી સામગ્રી

સ્વાદાનુસાર ૧ ટેબલસ્પન ઘી ૧/૨ કપ બાજરી , ૮ કલાક પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલી ૧/૨ કપ પીળી મગની દાળ , ધોઈને નીતારી લીધેલી મીઠું ૧ ટી.પૂન જીરું ૧/૨ ટીસ્પન હીંગ ૧/૪ ટીપૂન હળદર રીત ૧ એક પ્રેશર કૂકરમાં બાજરી , મગની દાળ , મીઠું અને ૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી કૂકરની ૪ સીટી સુધી બાફી લો . ૨. કૂકરનું ઢાંકણ ખોલતા પહેલાં તેની વરાળને નીકળી જવા દો . ૩. એક ઊંડા નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરી તેમાં જીરું મેળવો . ૪. જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં હીંગ અને હળદર મેળવી મધ્યમ તાપ પર થોડી સેકન્ડ સુધી સાંતળી લો . ૫. તે પછી તેમાં બાફેલી બાજરી – મગની દાળનું મિશ્રણ અને થોડું મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી . ૩ મિનિટ સુધી વચ્ચે – વચ્ચે હલાવતા રહી રાંધી લો . ૬. તરત જ પીરસો .