કોલસાના પ્રકાર મુખ્યત્વે
એન્થ્રાઈટ ફોલસો આમાં થી 97 ટકા કાર્બન હોય છે, તેની હીટિંગ વેલ્યૂ અન્ય કોલસાની સરખામણીમાં સૌથી વધારે હોય છે. તેથી તેને સૌથી શ્રેષ્ઠ કોલસો માનવામાં આવે છે. વળી આ કોલસો ઝેરીલા ગેસ પણ ઓછા છોડે છે. ભારતમાં આ કોલસો જમ્મુ-કાશ્મીરમાં મળી આવે છે. 35 કરોડ વર્ષ સુધી ભૂગર્ભમાં દબાયેલા રહ્યા પછી આ કોલસો તૈયાર થયો હોય છે. આ કોલસો લાંબા સમય સુધી સળગે છે તેથી ઘરમાં હીટિંગ સ્ટવમાં તેનો ઉપયોગ થાય છે. આ સિવાય મેટલ ઇન્ડસ્ટ્રીમાં તયા વોટર પ્યૂટિફિકેશનમાં પણ તેનો ઉપયોગ યાય છે.
કોલસાના વિકાસ ક્રમ, ગુણોને આધારે પાંચ ભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યો છે.
સબ-બિટમિનસ કોલસો : સબ-બિટુમિનસmat કોલસામાં 35થી 45 ટકા કાર્બન હોય છે. તેની હીટિંગ વેલ્યૂબિટુમિનસ કોલસા કરતા ઓછી તધા લિગ્નાઈટથી વધારે હોય છે. આ કોલસા 10 કરોડ વર્ષ ભૂગર્ભમાં દટાયેલા રહેવાથી તૈયાર થાય છે. આ કોલસાનાં 15થી 30 ટકા ભેજ હોય છે, આ કોલસાનો રંગ કાળો અને દેખાવમાં મંદ (ચમકદાર નહીં હોય છે. વજન અનુસાર આમાં સક્કરનું પ્રમાણ એક ટકાથી પણ ઓછું હોય છે. તેથી એસિડ રેઈન કાર્યક્રમ અંતર્ગત SCO2 ઉત્સર્જનને ઓછું કરવા માટે પાવર પ્લાન્ટ્સમાં તેનો ઉપયોગ કરાય છે. લિગ્નાઈટ કોલસો સામાન્ય રીતે લાકો કોલસાને લિગ્નાઈટ કહે છે, પરંતુ વાસ્તવમાં તે કોલસાનો એક પ્રકાર છે. તેમાં 25થી 30 ટકા કાર્બન હોય છે અને અન્ય કોલસાની સરખામણીમાં સૌથી ઓછી ઊર્જા સામગ્રી હોય છે. આ કોલસા ભૂવૈજ્ઞાનિક દષ્ટિએ યુવા અવસ્થામાં હોય છે એટલે કે ભૂગર્ભમાં સૌથી ઓછો સમય દબાયેલા હોય છે. લિગ્નાઇટ કોલસાનો રંગ ભૂરો હોય છે. તે સૌથી વધારે કાર્બન ડાયોક્સાઇડ તથા સલ્ફર હવામાં છોડે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ હાનિકારક કોલસો છે. ભારતમાં આ કોલસો તમિલનાડુમાં સૌથી વધારે મળી આવે છે. આ સિવાય રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, ગુજરાત તથા કેરળમાં પણ મળી આવે છે. વરાળથી વિદ્યુત પેદા કરવા માટે ઇંધણ તરીકે તેનો ઉપયોગ થાય છે. આ સિવાય સિન્થેટિક નેચરલ ગેસના ઉત્પાદન માટે તે ઉપયોગી છે.
બિટમિસ કોલસો : આમાં 45થી 86 ટકા સુધી કાર્બન હોય છે. તે આશરે 30 કરોડ વર્ષ ભૂગર્ભમાં દટાઈ રહ્યા પછી તૈયાર યાય છે. આ કોલસો સળગે ત્યારે વધારે પ્રમાણમાં ઊર્જા પેદા કરે છે. ભારતમાં મોટેભાગે બિઝુમિનસ કોલસો જ મળી આવે છે. આપણે ત્યાં કુલ કોલસાના ભંડારોમાં લગભગ 80 ટકા આ કોલસો છે અને તે ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાંથી સૌથી વધારે મળી આવે છે. એન્થ્રેસાઈટની સરખામણીમાં બિટમિનસ વધારે કઠોર હોય છે. આ કોલસામાંથી ઘુમાડો અને સૌથી વધારે સલ્ફર ઓસાઈડ નીકળે છે, બિમિનસ કોલસાનો ઉપયોગ વીજળીના ઉત્પાદન માટે તથા સ્ટીલ ઈન્ડસ્ટ્રીમાં કોકિંગ કોલ બનાવવા કે જેનો ઉપયોગ ઇંધણ અને કાચા માલ તરીકે ચાય છે.
પીટ કોલસો : આ કોલસાની સૌથી શરૂઆતની અવસ્થા હોય છે જે અશુદ્ધ અને કાચો હોય છે. તેમાં 40-55 ટકા કાર્બન મળી આવે છે. તેમાં ભેજનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાથી વધારે પ્રમાણમાં ધુમાડો અને પ્રદૂષણ પેદા કરે છે. તે લાકડાંની જેમ સળગે છે અને તેની હીટિંગ વેલ્યૂ બહુ ઓછી છે. તેનાથી બહુ બધી રાખ પણ પેદા થાય છે. આ કોલસો ઘરેલુ ઉપયોગમાં લેવાય છે. બોઇલરના ઇંધણ તરીકે તથા ઘરે રાધવા માટે તેનો સૌથી વધારે ઉપયોગ થાય છે.
કોલસાનું નિર્માણ કેવી રીતે થયું?
કરોડો વર્ષ પહેલાં પૃથ્વી મોટા દલદલના જંગલોથી ઢંકાઈ ગઈ હતી. જેમાં મોટાં મોટાં વૃક્ષો, ઘાસ, છોડ અને શેવાળ પેદા થયાં. જ્યારે નવાં વૃક્ષ- છોડ પૈદા થાય ત્યારે જૂનાં વૃક્ષ-છોડ મૃત થઈ જતાં હતાં અને દલદલના પાણીમાં પડી જતાં. પછી પાછાં નવાં વૃક્ષ છોડ ઉગે ત્યારે જૂનાં નષ્ટ થઈ જતાં. આ ચક્ર ચાલતું જ રહેતું, પરંતુ આને કારણે મૃત વૃક્ષ-છોડનું એક મોટું લેયર (પરત) બનતું ગયું જે દલદલમાં સડવા લાગ્યું, પછી કુદરતી આફતો જેમ કે પૂર, ભૂકંપ, જ્વાળામુખી, વીજળી પડવી વગેરેથી પૃથ્વીની સપાટી બદલાઈ અને પાણી તથા માટીથી બધું જ ધોવાઇ ગયું. તેને કારણે સડવાની પ્રક્રિયા અટકી ગઈ. ત્યારબાદ ફરી નવાં વૃક્ષ-છોડ ઉગવાનું અને મૃત થવાનું ચક્કર ચાલ્યું અને પાછાં નવાં લેયરો બનતાં ગયાં. કરોડો વર્ષો સુધી આ રીતે લેયરો બનતાં ગયાં. ઉપલું લેયર નીચેના લેયરને દબાવતું ગયું, ગરમી અને દબાણને કારણે નીચે દબાયેલા લેયરોમાં કેમિકલ અને ફિઝિકલ ફેરફાર થયા જેને લીધે ઓક્સિજન નીકળી ગયો અને કાર્બન જમા થતો ગયો. સમયની સાથે આ લેયરો કોલસામાં પરિણમ્યાં,
લસો ઘરેલુ ઇંધણથી લઈને મોટી ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગમાં લેવાય છે. થર્મલ પાવર સ્ટેશનમાં કો કોલસાથી વીજળી પેદા કરાય છે. થોડા વર્ષો પહેલાં ટ્રેન ચલાવવા કોલસાનો ઉપયોગ થતો હતો. આ કોલસો કેવી રીતે બન્યો, કેટલા પ્રકારનો હોય છે વગેરે ન જણતા હો તો જાણી લો.
શું તમે જાણો છો જમીનમાંથી કોલસો કેવી રીતે કાઢવામાં આવે છે?
કોલસો કાઢવાની પ્રક્રિયાને ખાણકામ કે માઈનિંગ કહે છે. કોલસાનું જમીન કે ખાણમાંથી માઈનિંગ બે પ્રકારે કરવામાં આવે છે.
સરફેસ માઈનિંગ : સરફેસ એટલે કે સપાટી પર માઈનિંગ ત્યારે કરવામાં આવે છે જ્યારે કોલસો જમીનમાં 200 ફૂટથી ઓછા ઊંડાણ હોય. મશીનોની મદદથી માટી અને ચટ્ટાનોની પરતોને દૂર કરીને કોલસો કાઢવામાં આવે છે. પર્વત પર શિખરોને હટાવવા માટે વિસ્ફોટ કરીને કોલસો કાઢવામાં આવે છે. જે જગ્યાએથી કોલસો કાઢવામાં આવે છે તેને પછી માટીધી ઢાંકી દેવાય છે કે જેથી ત્યાં વૃક્ષ-છોડ ઊગી શકે. અન્ડરગ્રાઉન્ડ માઈનિંગ ભૂમિગત એટલે કે અન્ડરગ્રાઉન્ડ માઈનિંગને ડીપ માઈનિંગ પા કહે છે. તેની જરૂર ત્યારે પડે યારે કોલસો જમીનમાં 200 ફૂટથી વધારે જમીનમાં ઊડે લાંબી સુરંગ બનાવીને આ કોલસાને બહાર કાઢવામાં આવે છે. આના. હુ મોટા મશીનોનો ઉપયોગ થાય છે અને તે સરફેસ માઈનિંગ કરતા વધારે ખર્ચાળ હોય છે.
શું કોલસો તરત ઉપયોગમાં લેવામાં આવે છે ke કોલસાની સફાઈ
કોલસો જમીનમાંથી કાઢવામાં આવે છે તેવો જ ઉપયોગમાં લઈ શકાતો નથી. જેમ અન્ય ખનીજોની સફાઈ થાય છે તેમ કોલસાની પણ સફાઈ થાય છે. કોલસાને ખાણમાંથી કાઢ્યા પછી ખાણની નજીક પ્રિપરેશન પ્લાન્ટમાં મોકલવામાં આવે છે. વાંકોલસામાંથી પચર, માટી, રાખ, સલ્ફર કે અન્ય વણજોઈતા પદાર્થોને કાઢવામાં આવે છે. આનાથી કોલસાની હીટિંગ વેલ્યૂ વધે છે.
દબાયેલા બધા જ વૃક્ષ-છોડમાંથી કોલસો બને?
જવાબ છે – ના. કોલસાનું નિર્માણ એ જગ્યાના વાતાવરણ પર નિર્ભર કરે છે જ્યાં વૃક્ષ-છોડ દટાયેલાં છે. પૃથ્વી પર દરેક સ્થાનનું વાતાવરણ અલગ હોય છે. કોલસાનું નિર્માણ ઠંડાને બદલે ગરમ વાતાવરણમાં વધારે થાય છે. જમીનમાં દટાયેલા વૃક્ષ- છોડમાંથી કેટલાંક કોલસો બને છે તો કેટલાંક ખનિજ પદાર્થ બની જાય છે તો વળી અમુક સ્થળે તે એવો પદાર્થ બને છે જેનો કોઈ ઉપયોગ જ નથી હોતો.