ભારતમાં આવેલ ૧૨ જયોતિર્લિંગ ના દર્શન અને ઇતિહાસ

જ્યોતિર્લિંગ નું નામજ્યોતિર્લિંગ નું સ્થળ
શ્રી સોમનાથસોમનાથ, ગુજરાત
શ્રી મલ્લિકાર્જુન કે શ્રીશૈલમશ્રીશૈલમ, આંધ્રપ્રદેશ
શ્રી મહાકાળેશ્વરઉજ્જૈન, મધ્યપ્રદેશ
શ્રી ઓમકારેશ્વરઓમકારેશ્વર, મધ્યપ્રદેશ
શ્રી કેદારનાથરુદ્રપ્રયાગ, ઉત્તરાખંડ
શ્રી ભીમાશંકરભીમાશંકર, મહારાષ્ટ્ર
શ્રી કાશી વિશ્વનાથવારાણસી, ઉત્તરપ્રદેશ(UP)
શ્રી ત્રંબકેશ્વરનાસિક, મહારાષ્ટ્ર
શ્રી વૈદ્યનાથદર્ડમારા, ઝારખંડ
શ્રી નાગેશ્વરદારુકાવનમ, ગુજરાત
શ્રી રામેશ્વર કે શ્રી રામેશ્વરમરામેશ્વરમ, તમિલનાડુ
શ્રી ગ્રિષ્ણેશ્વર કે શ્રી ઘૃષ્ણેશ્વરવેરુલ, મહારાષ્ટ્ર

જ્યોતિર્લિંગ નું નામ: શ્રી સોમનાથ

સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.

સોમનાથ

સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. ૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. ૭૨૫ની સાલમાં સિંધના અારબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું. ૧૦૨૬ની સાલમાં મહંમદ ગઝનીએ સોમનાથના મંદિરના કિંમતી ઝવેરાત અને મિલ્કતની લુંટ કરી હતી. લુંટ કર્યા પછી, મંદિરના અસંખ્ય યાત્રાળુઓની કતલ કરી અને મંદિરને સળગાવી તેનો વિનાશ કર્યો. ૧૦૨૬-૧૦૪૨ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદિરનું નિર્માણ કર્યું. ૧૨૯૯ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો. ૧૩૯૪માં તેનો ફરીથી વિનાશ થયો. ૧૭૦૬ની સાલમાં મોગલ શાસક ઔરંગઝેબે ફરીથી મંદિર તોડી પાડ્યું.

પુન:નિર્માણ

ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. જ્યારે ડિસેમ્બર ૧, ૧૯૯૫ના દિવસે આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદિર સમર્પિત કર્યું. ૧૯૫૧માં જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે તેમણે કહ્યું કે, “સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે”.(સંદર્ભ આપો) શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. હાલમાં ટ્રસ્ટનાં ચેરમેન ભુતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ છે અને સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં.

ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ “કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર” ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી. સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી.

જ્યોતિર્લિંગ નું નામ: શ્રી મલ્લિકાર્જુન કે શ્રીશૈલમ

દક્ષિણ ભારતમાં કૈલાશના નામથી જાણીતા આંધ્ર પ્રદેશના શ્રીમલ્લિકાર્જુન મંદિર ભારતના બાર જ્યોતિર્લિંગમાંનું એક છે. આ જ્યોર્તિલિંગ કૃષ્ણા નદીના તટ પર શ્રીશૈલમ નામના પર્વત પર સ્થિત છે. શ્રીશૈલમ પર્વત કરનૂલ જિલ્લાના નલ્લા-મલ્લા નામના ગાઢ જંગલોની વચ્ચે છે. નલ્લા-મલ્લાનો અર્થ છે સુંદર અને ઉંચો. આ પર્વતની ઉંચા શિખર પર ભગવાન શિવ શ્રી મલ્લિકાર્જૂન જ્યોતિર્લિંગના સ્વરુપે બિરાજમાન છે. મલ્લિકાર્જુન મંદિરમાં સ્થિત જ્યોતિર્લિંગ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંનું એક છે તથા 12 જ્યોતિર્લિંગોમાંથી મલ્લિકાર્જૂન જ્યોતિર્લિંગને બીજુ જ્યોતિર્લિંગ પણ માનવામાં આવે છે. મલ્લિકાનો અર્થ માતા પાર્વતીનું નામ છે, તો અર્જુન ભગવાન શંકરને કહેવામાં આવે છે. અહીં ભગવાન શિવની મલ્લિકાર્જૂન તરીકે પૂજા કરવામાં આવે છે. માન્યતા અનુસાર અહીં આવનારા દરેક ભક્તની બધી મનોકામના પૂર્ણ થાય છે.

જ્યોતિર્લિંગ નું નામ: શ્રી મહાકાળેશ્વર

મહાકાળેશ્વર મંદિર ભારત દેશમાં આવેલાં બાર જ્યોતિર્લિંગોં પૈકીનું એક છે. આ જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશ રાજ્યના ઉજ્જૈન નગરમાં આવેલું, મહાકાળેશ્વર ભગવાનનું મુખ્ય મંદિર છે. પુરાણો, મહાભારત અને કાલિદાસ જેવા મહાકવિઓની રચનાઓમાં આ મંદિરનું મનોહર વર્ણન મળી આવે છે. સ્વયંભૂ, ભવ્ય અને દક્ષિણમુખી હોવાને કારણે મહાકાળેશ્વર મહાદેવની અત્યંત પુણ્યદાયી મહત્તા રહેલી છે. આ જ્યોતિર્લિંગનાં દર્શન માત્રથી જ મોક્ષની પ્રાપ્તિ થઇ જાય છે એવી માન્યતા છે. મહાકવિ કાલિદાસે તેમના સુપ્રસિદ્ધ કાવ્યગ્રંથ મેઘદૂતમાં ઉજ્જયિની નગરનું વર્ણન કરતી વેળા આ મંદિરનો ઉલ્લેખ કર્યો છે.

જ્યોતિર્લિંગ નું નામ: શ્રી ઓમકારેશ્વર

ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગમાંનું આ એક છે. આ મંદિર માંધત કે શિવપુરી નામના નર્મદા નદીના એક ટાપુ પર આવેલું છે. કહેવાય છે કે આ ટાપુનો આકર ॐ જેવો છે. અહીં બે મંદિરો આવેલા છે, ઓમકારેશ્વર (ઓમકારના ભગવાન) અને અમરેશ્વર (અમર દેવોના ભગવાન). પણ દ્વાશ જ્યોતિર્લિંગના શ્લોક અનુસાર, મામલેશ્વર જ્યોતિર્લિંગ છે, જે નર્મદા નદીની પેલે પાર અવેલું છે.

જ્યોતિર્લિંગ નું નામ: શ્રી કેદારનાથ

બાર જ્યોતિર્લિંગો પૈકીના એક એવા શ્રી કેદારનાથ મંદિર જવા માટે સડક માર્ગ ઉપલબ્ધ નથી આથી પગપાળા કે ઘોડા પર સવાર થ‌ઈ અથવા ડોળી (પાલખી) દ્વારા જ‌વું પડે છે. હિમાલયમાં આવેલા ચારધામ પૈકીનું આ એક ધામ ગણાય છે. આ સ્થળે જવા માટે ગૌરીકુંડ સુધી વાહનોની સગવડ મળે છે, જે કેદારનાથથી ૧૪ કિ.મી.[૧]જેટલા અંતરે આવેલું છે.

જ્યોતિર્લિંગ નું નામ : શ્રી ભીમાશંકર

ભીમાશંકર મંદિર ભારતના મહારાષ્ટ્રના પુણે નજીક ખેડ તાલુકામાં આવેલું એક જ્યોતિર્લિંગ છે. આ મંદિર પુણેના શિવાજી નગરથી ૧૨૭ કિમી દૂર સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલું છે. આ સ્થળ ભીમા નામની નદીનું ઉદ્ગમ સ્થાન પણ છે, આ નદી આગળ જઈ રાયચુર પાસે કૃષ્ણા નદી ને મળે છે. ભીમાશંકર એ પ્રાચીન દેવસ્થાન છે. તે શિવના ૧૨ જ્યોતીર્લિંગમાંનું એક છે. શહેરી જીવનથી દૂર સફેદ વાદળોની વચમાંથી ડોકીયું કરતા આ સ્થળને જાત્રાળુઓનું સ્વર્ગ કહી શકાય છે. આ સ્થળની આસપાસની ટેકરીઓ પર આવેલા ગીચ જંગલો ઘણી લુપ્તપ્રાયઃ પ્રાણી અને વનસ્પતિ પ્રજાતિનું આશ્રય સ્થાન છે. પશ્ચિમ ઘાટના છેડે આવેલું આ સ્થળ આસપાસના ક્ષેત્ર, નદીઓ અને ટેકરીઓનું મનોરમ્ય દ્રશ્ય પુરું પાડે છે.

જ્યોતિર્લિંગ નું નામ: શ્રી કાશી વિશ્વનાથ

આ મંદિર પવિત્ર નદી ગંગાના જમણા કાંઠે આવેલી છે અને બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીંના મુખ્ય દેવ વિશ્વનાથ અથવા વિશ્વૈશ્વરા તરીકે જાણીતા છે, જેનો અર્થ વિશ્વના નાથ થાય છે. વારાણસી શહેર કાશી તરીકે જાણીતું છે, એટલે આ મંદિર કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાય છે.

જ્યોતિર્લિંગ નું નામ: શ્રી ત્રંબકેશ્વર

ત્રંબકેશ્વર એ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના ત્રંબક શહેરમાં આવેલું પ્રાચીન હિંદુ મંદિર છે. ત્રંબક નાસિક શહેરથી ૨૮ કિમી દૂર આવેલું છે. ત્રંબકેશ્વર શિવના ૧૨ જ્યોતિર્લિંગમાંનું એક છે. મંદિરના પરિસરમાં આવેલો કુંડ કુશાવર્ત ગોદાવરી નદીનો સ્ત્રોત ગણાય છે. ગોદાવરી નદી દખ્ખણ પ્રદેશમાં આવેલી સૌથી લાંબી નદી છે. હાલનું મંદિર પેશ્વા બાલાજી રાવ (નાનાસાહેબ) દ્વારા બાંધવામાં આવ્યું હતું. આ મંદિર પંદરેક ફૂટ ઊંચા કિલ્લાથી રચાયેલ છે. ઉત્તરમાં આવેલ સિંહદ્વારમાંથી દાખલ થતાં જ વિશાળ પટાંગણ આવે છે. અને તેની વચ્ચે ૯૦ ફૂટ પહોળું, ૧૧૫ ફૂટ લાંબુ અને ૯૫ ફૂટ ઊંચુ અદ્ભૂત કોતરણીવાળું કાળમીંઢ પથ્થરનું ભવ્ય મંદિર આવેલ છે. આ જયોર્તિલિંગ પરંપરાગત શિવલિંગ જેવું નથી. ગર્ભગૃહની અંદર વિશાળ થાળામાં અડધો ફૂટ પહોળો અને દોઢેક ફૂટ ઊંડો ખાડો છે. જે મોટેભાગે આ જયોર્તિલિંગના પેટાળમાં વહેતી ગૌતમી નદીના પાણીથી ભરાયેલો જ રહે છે. એથી જયાંથી જળનો સ્ત્રાવ થાય છે, તે મુખને હાથથી બંધ કરી દેવામાં આવે તો તેની અંદરની દિવાલ પર થોડા ઊંડે આવેલ મોટા લીંબુ જેવડા ત્રણ લિંગો અને ચોથો ખાડો સ્પષ્ટ દેખાય છે. અહીં સ્ત્રીઓને જયોર્તિલિંગની પૂજા કરવાની મનાઈ છે.

જ્યોતિર્લિંગ નું નામ: શ્રી વૈદ્યનાથ

પોરબંદર જિલ્લામાં 12 જ્યોતિર્લીંગમાંની એક જ્યોતિર્લીંગ શ્રી વૈદ્યનાથ જ્યોતિર્લિંગ 

જ્યોતિર્લિંગ નું નામ: શ્રી નાગેશ્વર

દ્વારકાની સીમમાં આવેલું નાગેશ્વર મંદિર કે નાગનાથ મંદિર એ પ્રસિદ્ધ હિંદુ શિવ મંદિર છે. તે દ્વાદશ (૧૨) જ્યોતિર્લિંગમાંનું એક છે. નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે. રુદ્ર સંહિતામાં શિવને ‘દારુકાવન નાગેશમ્’ તરીકે ઓળખાવ્યા છે. નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. આ જ્યોતિર્લિંગને મળતતા આવતાં ત્રણ દેવસ્થાનો ભારતમાં છે: (૧) જગતેશ્વર, અલમોડા, ઉત્તરાખંડ (૨) નાગેશ્વર, દ્વારકા, ગુજરાત અને (૩) ઔંધ, મહારાષ્ટ્ર.

પૌરાણિક કથા…..

શિવ પુરાણ એ ભગવાન શંકરના ભક્તોનો પવિત્ર ગ્રંથ છે. શિવ પુરાણ અનુસાર નાગેશ્વર એ દારુકવન (એક પૌરાણીક જંગલનું નામ)માં આવેલું છે. અન્ય પ્રાચીન ગ્રંથો જેવાકે કામ્યકવન,દ્વૈતવન અને દંડકવન આદિમાં દારુકવનનો ઉલ્લેખ આવે છે.

શિવપુરાણ અનુસાર સુપ્રિયા નામની શિવ ભક્ત અને અન્યોને દારુક નામના રાક્ષસે દારુકવન શહેરમાં બંદી બનાવી રાખ્યા હતા. આ શહેર સર્પોનું શહેર હતું અને દારુક તેમનો રાજા હતો. સુપ્રિયાના કહેવાથી સૌએ શિવના જાપ શરૂ કર્યાં અને ભોળાનાથ પ્રકટ થયાં, તેમણે રાક્ષસનો નાશ કર્યો અને ત્યાં જ્યોતિર્લિંગ તરીકે રહેવા લાગ્યાં. મરતાં પહેલાં તે રાક્ષસની ઈચ્છા અનુસાર આ જગ્યાનું નામ તેના નામ અનુસાર નાગેશ્વર રખાયું.

જ્યોતિર્લિંગ નું નામ: શ્રી રામેશ્વર કે શ્રી રામેશ્વરમ

આ જ્યોતિર્લિંગ તામિલનાડુના રામનાથપુર જિલ્લામાં આવેલું છે. આ તીર્થ હિંદુઓના ચારધામો માનું એક છે. શિવપુરાણ અનુસાર આ જ્યોતિર્લિંગની સ્થાપના ભગવાન વિષ્ણુના અવતાર શ્રીરામે કરી હતી. શિવપુરાણ અનુસાર કોઈપણ વ્યક્તિ ગંગાજળથી આ શિવલિંગને અભિષેક કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અહીં શ્રીરામએ લંકા પર ચડાઈ કરતાં પહેલા એક પથ્થરના પુલનું નિર્માણ કરાવ્યું હતું, જેના પર ચાલીને વાનરસેના લંકા પહોંચી હતી. બાદમાં શ્રીરામે વિભીષણના વિંનતી બાદ ધનુષકોટિ નામના સ્થળે આ સેતુ તોડી નાંખ્યો હતો.

રામેશ્વરમ મંદિર ભારતીય નિર્માણ કલા અને શિલ્પકલાનું એક સુંદર નમૂનો છે. તેનું પ્રવેશદ્વાર ચાલીસ ફૂટ ઊંચું છે. મંદિરની અંદર ઘણા બધા વિશાળ થાંભલાઓ છે, જે દેખાવે તો એક જેવા લાગે છે પરંતુ, નજીક જઈને ઝીણવટપૂર્વક જોઈએ તો ખબર પડશે કે દરેક થાંભલામાં જુદીજુદી કારીગરી જેવા મળશે.

જ્યોતિર્લિંગ નું નામશ્રી ગ્રિષ્ણેશ્વર કે શ્રી ઘૃષ્ણેશ્વર

શ્રી વૈધનાથ બાર જ્યોતિર્લિંગ પૈકિનું એક છે. તેને વૈધનાથ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બિહાર,ઓરિસ્સાના સંથાલ પરગણામાં આવેલું છે.

બાર જ્યોતિર્લિંગ નકશો | જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર | દ્વાદશ જ્યોતિર્લિંગ | 12 જ્યોતિર્લિંગ ના નામ અને સ્થળ | બાર જ્યોતિર્લિંગ દર્શન | બાર જ્યોતિર્લિંગ નકશો | 12 Jyotirlinga name