73 વર્ષીય વૃદ્ધાએ જીવનસાથી માટે જાહેરાત આપી, 69 વર્ષીય વૃદ્ધનો રિસ્પોન્સ

73 વર્ષીય વૃદ્ધાએ જીવનસાથી માટે જાહેરાત આપી, 69 વર્ષીય નિવૃત્ત એન્જિનિયરે રિસ્પોન્સ પણ આપ્યોઘણા વર્ષો પહેલાં છૂટાછેડા લીધા પછી વૃદ્ધા એકલા જીવી રહ્યા છે પેરેન્ટ્સનાં મૃત્યુ પછી તેમનો કોઈ પરિવાર નથી

  • ઘણા વર્ષો પહેલાં છૂટાછેડા લીધા પછી વૃદ્ધા એકલા જીવી રહ્યા છે
  • પેરેન્ટ્સનાં મૃત્યુ પછી તેમનો કોઈ પરિવાર નથી

પ્રેમ કરવાની અને લગ્ન કરવાની કોઈ ઉંમર હોતી નથી. મૈસૂરમાં રહેતા 73 વર્ષીય વૃદ્ધાને એકલા જીવન જીવવું નહોતું આથી તેમણે જીવનસાથી માટે લગ્નની જાહેરાત આપી હતી. નિવૃત્ત શિક્ષિકાને 69 વર્ષીય નિવૃત્ત એન્જિનિયર તરફથી રિસ્પોન્સ મળ્યો છે.

નિવૃત્ત શિક્ષિકાએ થોડા દિવસ પહેલાં જ બ્રાહ્મણ લાઈફ પાર્ટનર માટે જાહેરાત આપી. અને થોડા દિવસ પછી તેમને 69 વર્ષીય બ્રાહ્મણ મુરતિયો પણ મળી ગયો છે. Advertising આપનારા વૃદ્ધાને એકલા જીવન જીવવું નથી ગમતુ. બાકીની life તેમની સાથે રહે તેવા પાર્ટનરનીશોધમા હતા. મહિલાએ જાહેરાતમાં તેનો જીવનસાથી બ્રાહ્મણ અથવા તેની જ કોમ્યુનિટીનો જોઈએ અને સ્વસ્થ હોવો જોઈએ તેવી માંગ કરી હતી .

મારું પ્રથમ લગ્નજીવન વધારે નહોતુ ચાલ્યું. અમે divorced લઈને છૂટા પડ્યા. તેનું દુઃખ મને હજુ પણ થાય છે. મારા પેરેન્ટ્સનું અવસાન થયા પછી હું સાવ એકલી થઇ ગય છું. મારો કોઈ પરિવાર નથી. મને ઘરે એકલા રહેવાથી ડર લાગે છે. અત્યાર સુધી હું એકલી જીવન જીવતી આવી છું પરંતુ હવે બાકી રહેલી જિંદગી માટે લાઈફ પાર્ટનર સાથે પસાર કરવા માંગુ છું.