આ ઘોર કળિયુગમાં ધીરા ભગતની ભવિષ્યવાણી જરૂર વાંચો અને શેર કરો

ભજન_સંતવાણી ધીરાભગત રચિત ભજન
કળિયુગની એંધાણી
કલિયુગની એંધાણી રે,ન જોઇ હોય તો જોઇ લ્યો,
આ બધી કળિયુગની એંધાણી…ટેક
વરસો વરસ દુષ્કાળ પડશે,સાધુ કરશે સુરા પાન,
બ્રાહ્મણ માટી ભરખશે,ગાયત્રી ધરે નહી કાન,
જોગી ભોગી થાશે રે,બાવા થાશે વ્યભિચારી,
આ બધી કળિયુગની એંધાણી…(1)
સેઢે સેઢો ઘસાશે,ખેતરમાં નહીં રહે ખુંટ,
આદિવાહન છોડી કરી,બ્રાહ્મણ ચડશે ઉંટ,
ગાયોને ભેંસો જાશે રે,દુજાણામાં અજીયા રહેશે,
આ બધી કળિયુગની એંધાણી…(2)
કારડીયા કરમી કેવાશે,જાડેજા ખોદશે જાળા,
નીચ ઘરે તો ઘોડા બંધાશે,શ્રીમંત ચાલશે પાળા,
મહાજન ચોરી કરશે રે વાંણદ થાશે વેપારી,
આ બધી કળિયુગની એંધાણી…(3)

રાજ તો રાણીયુંના થાશે,પુરૂષ થાશે ગુલામ,
ગરીબની અરજી કોઇ સાંભળશે નહીં,
સાહેબને કરે સલામ,
બહેની રોતી જાશે રે,સગપણમાં તો સાળી રહેશે,
આ બધી કળિયુગની એંધાણી… (4)
ધર્મ કોઇનું રહેશે નહીં,એક પ્યાલે વરણ અઢાર,
શણગારમાં કાંઇ રહેશે નહીં,શોભામાં રહેશે વાળ,
વાણિયા વાટું લુટશે રે, રહેશે નહીં પતિવ્રતા નારી,
આ બધી કળિયુગની એંધાણી…(5)
છાસમાં માખણ નહીં તરે,દરીયે નહી ચાલે વહાણ,
ચાંદો સુરજ ઝાંખા થશે,એ આગમનાં એંધાણ,
એવો દાસ ધીરો એમ કહે છે રે,કીધું છે બહુ વિચારી,
આ બધી કળિયુગની એંધાણી…(6)
જયહો ધરમની ધજા, રામા કહું કે રામદેવ, હીરા કહું કે લાલ જેને જેને રામાપીર ભેટિયા એ નર થઈ ગયા ન્યાલ..જય અલખધણી, જય હો ધરમની ધજા, જય ગુરુદેવ, જય અલખધણી

Tags: , , ,