Wednesday, May 24, 2023
HomeHealth tipsદાદર (ધાધર), ખરજવું મટાડવા માટેનો ઘરગથ્થુ ઉપચાર

દાદર (ધાધર), ખરજવું મટાડવા માટેનો ઘરગથ્થુ ઉપચાર

ધાધર એક એવો રોગ છે કે તે થાય પછી કાઢવો ખુબ મુશ્કેલ બની જાય છે પરંતુ આ ઉપચાર કરવાથી તમને જરૂર દવા વગર રાહત થશે દાદર ( ધાધર ) મટાડવાનો ઘરગથ્થુ ઉપચાર ( ૧ ) કુંવાડિયાનાં બી શેકી , ચૂર્ણ બનાવી . ૧-૧ ચમચી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લો . આ ચૂર્ણને લીંબુના રસમાં ઘૂંટી દાદર ઉપર પસીને લગાવો . ઘણા લોકો આ ચૂર્ણનો કોઠી તરીકે પણ ઉપયોગ કરે છે . કુંવાડિયાનાં બી દાદર ઉપરાંત ખસ , ખુજલી , ખોડો , દરાજ ગડગુમડ જેવા રોગો પણ મટાડે છે ( ૨ ) તુલસીના મૂળનો એક ચમચી ભુકો એક ગલાસ પાણીમાં નાખી કાઢો કર વો . ના ઉકાળો રોજ તાજો બનાવી સવાર – સાંજ પીવાથી કોઢ , દાદરા અને ખરજવું મટે છે . ( ૩ ) તુલસીના પાનનો રસ અને લીંબુનો રસ મિશ્ર કરી લગાડવાથી પણ દાદર મટે છે . ( ૪ ) ગરમ કરેલા ગેરુના પાઉડરમાં તુલસીના પાનનો રસ મેળવી પેસ્ટ બનાવી દાદર પર સવાર – સાંજ લગાડવો .

( ૫ ) તુલસીનાં પાનનો રસ અને લીંબુનો રસ ૧-૧ ચમચી મિશ્રણ કરીને સવાર – સાંજ પીવાથી પડ્યું ઉંઝ દાદર મટે છે , ) ગુવારના પાનનો રસ લસણનો રસ એકત્ર કરી દાદર પર ચૌષડવો . ( ૭ ) છાસમાં કુંવાડિયાનાં બી વાટીને ચોપડવાથી દાદર મટે છે . ( ૮ ) પપૈયાનું દૂધ અને દૃષ્ણખાર ઊકળતા પાણીમાં મેળવી લેપ કરવાથી દાદર મટે છે . ( ૯ ) લસણનો રસ ત્રણ દિવસ દાદર પર ચોળવાથી એ મટે છે બહુ બળતરા થાય તો પાછળથી ચૌપડવું ) ( ૧૦ ) લીંબુના રસમાં આમલીનો ઠળિયો ઘસી ચોપડવાથી દાદર મટે છે .

( ૧૧ ) લીંબુનો રસ અને કોપરેલ એકત્ર કરી માલીશ કરવાથી દાદર મટે છે . ( ૧૨ ) ડુંગળીનો રસ ચોપડવાથી દાદર કે ખુજલી મટે છે , ( ૧૩ ) કુંવાડિયાના બીજનું ચૂર્ણ લીંબુના રસમાં લસોટી ચોપડવાથી દાદર મટે છે . કણઝીના તેલમાં ૌથવા મેળાના પાનનો રસમાં લસોટીને પણ ચોપડી શકાય . ( ૧૪ ) કાચા પપૈયાનો રસ દિવસમાં બેથી ત્રણ વખત ઘસવાથી દાદર મટે છે . ( ૧૫ ) સોપારીના ઝાડનો ગુંદર બકરીના દૂધમાં વાટીને લેપ કરવાથી પ્રદર મટે છે .

જેમ જેમ જીવનમાં સુવિધાઓનો વધારો થઇ રહ્યો છે, તેમ તેમ રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. પહેલા જે રોગ ઘણા ઓછા લોકોમાં જોવા મળતા હતા, તે આજની બદલાતી લાઈફસ્ટાઈલને કારણે વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. એમાંથી જ એક છે ચામડીને લગતો રોગ. ચામડીના રોગોમાં દાદર, ખંજવાળ, અને શરીર પર ડાઘની સમસ્યાનો સમાવેશ થાય છે. ઘણી બધી એલોપેથીક દવાઓ કર્યા પછી પણ એનો ઈલાજ નથી તથો. તો એવામાં આવી દવાઓ પાછળ પૈસા અને સમય વેડફાઈ જાય છે. પણ એનો અસરદાર ઈલાજ તો તમારા ઘરમાં રહેલો હોય છે આજે અમે તમને એ ઈલાજ વિષે થોડી જાણકારી આપીશું.

આ ઉપાય છે આયુર્વેદનો. પ્રાચીન કાળથી ભારતીય લોકો આયુર્વેદ દ્વારા ભયંકર માં ભયંકર બીમારીઓનો ઈલાજ કરતા આવ્યા છે. ચામડીની આ સમસ્યાનો ઈલાજ પણ એમાં મોજુદ છે. પણ આપણે સમયની સાથે સાથે આયુર્વેદને ભૂલી જવા લાગ્યા છીએ. આ ઉપાયમાં અમે તમને એક મિશ્રણ વિષે જણાવીશું. એના 2 ટીપાથી તમારી દાદર, ખંજવાળ અને ડાઘની સમસ્યામાં તમને રાહત જોવા મળશે.-

મિત્રો આ આયુર્વેદિક મિશ્રણ બનાવવા માટે તમને આટલી સામગ્રી જોઈશે. લીમડાનું તેલ (1 થી 2 ટી-સ્પૂન), કપૂરની ગોળી (2 નંગ) હળદળની (અડધી ચમચી)

બનાવવાની પ્રક્રિયા : એના માટે તમે 1 થી 2 ટી-સ્પૂન લીમડાનું તેલ લઇ લો. સાથે 2 નાની કપૂરની ગોળી લઇ લો. ત્યારબાદ એનો હાથની મદદથી એનો ભૂકો કરી દો. ત્યારબાદ એને લીમડાના તેલમાં સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ આ તેલમાં અડધી ચમચી હળદળ નાખી મિક્સ કરો. ત્વચા સંબંધી ઘણી બધી બીમારીને દુર કરવા માટે જે વસ્તુઓનો ઉપયોગ થાય છે તેમાં એન્ટીબેક્ટેરિયલ તત્વો હાજર હોય છે. તેના લીધે તકલીફને સરળતાથી દૂર કરી શકાય છે. કપૂરમાં રહેલ ગુણોને પરીણામે તે વધારે પ્રસરતુ અટકે છે. અને તેની સાથે રહેલ હળદરનો પાઉડર એ વિશેષ તત્વો ધરાવે છે જેના લીધે ડાઘથી છૂટકારો મળે છે. અને આપણી ચામડી પહેલાની જેમ ચમકદાર થઇ જાય છે. એટલે જ તો માર્કેટમાં મળતી પ્રોડક્ટમાં હળદળ વપરાય છે. પણ ઘરે બનાવેલા શુદ્ધ મિશ્રણ તમને વધારે અસર દેખાડે છે. તમે પણ એકવાર આ નુસખો અજમાવી જુઓ, તમને તમારી સમસ્યામાં ફાયદો થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments