સરગવો ખાવાથી થાય છે અનેકગણા ફાયદા, વિષે વધુમાં વાંચો અને શેર કરો

સરગવો..તો બહુનરવો ! યુવાવર્ગને ઓછો પસંદ પણું ધીમે ધીમે એના આરોગ્ય વર્ધક ગુણોને કારણે લોકપ્રિય બની રહ્યો છે આ સરકાવો ! ૧. સરગવામાં પુષ્કળ કેલ્શિયમ , પોટેશિયમ , આયર્ન , મેગ્નેશિયમ , કાર્બો હાઈડ્રેટવિટામિન એ , વિટામિન સી અને વિમિન બી જેવા પોષક તત્વો હોય છે , આથી જે તે રોગ ની દવાઓની સાથે સાથે સરગવાની શીંગ નું સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓમાં રાહત મળે છે . …..

૨. સરગવાના ઝાડ માં તેના મૂળ થી માંડી તેના ફૂલ અને ફળ સુધી દરેક વસ્તુ પૌષ્ટિક હોય છે . ૩.સરગવાના મૂળનાં સેવનથી દમ , પથરી અને કળા જેવી સમસ્યાઓમાંથી રાહત મેળવી શકાય છે , ૪. સરગવાની છાલ નો ઉપયોગ થી વા ની સમસ્યા અને યકૃતના -રોગોમાં ફાયદો મળી શકે છે . ૫. સરગવાની શીંગનો ઉપયોગ કરવાથી પૈટને લગતી દરેક રોગો , આખના રોગો , વા તથા પિત્ત માં હાશકારો મેળવી શકો છો ૬.સાંધાના દુ : ખાવા અને સાઈટીકામાં સરગવો ઘણો સહાયભૂત નીવડી …..

૭. શરીરની અંદર રહેલા સોજા ( ઇનફ્લેમેશન ) અને માઈગ્રેનની સમસ્યા નિવારણ માં સરગવો મદદરૂપ થઈ શકે છે . ૮. પેટની સમસ્યામાં સરગવાના પાન ફાયદાકારક સાબિત થઈ શકે છે . ૯ , શુક્રાણુની સંખ્યા વધારવા માટે તથા મહિલા ઓ માં માસિક ધર્મ -ની તકલીફ દૂર કરવામાં સરગવો ઉપયોગી નીવડે છે . ૧૦.મોટાપ એટલે કે વજન ઘટાડવામાં સરગવાનું સૂપ ઘણુ લાભદાયી રહે છે . શરીરની અંદર જામેલી વધારાની ચરબી દૂર થાય છે , અને સાથી જ વ્યક્તિઓને મોટાપાની સમસ્યાથી છુટકારો મળે છે . …..

૧૧. હાઈ – બ્લડ પ્રેશરમાં સવાર સાંજ એક નાની વાડકી સરગવાનો -રસ પીવાથી ફાયદો થઈ શકે છે , ૧૨.લોહીની ઉણપ દૂર કરવા સરગવાની અંદર ભરપૂર માત્રામાં આયરન હોય છે આથી તેનું સેવન કરવાના કારણે શરીરની અંદર હિમોગ્લોબિન ની માત્રા વધે છે , અને સાથે સાથે શરીરની અંદર નવું લોહી બને છે . ૧૩. રોગ પ્રતિકારક શક્તિ વધારવા સરગવા ની અંદર રહેલા વિવિધ પ્રકારના પોષક તત્વો આપણાં શરીરની ઇમ્યુનિટી વધારે છે . જેથી કરીને રોગ પ્રતિકારક શક્તિ વધે છે , અને વારંવાર બીમાર પડતા અટકીએ ૧૪. કેસરથી બચવા માં સહાયક છે કેમ કે તેમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ અને વિટામિન હોય છે …..

કભાજીમાં સરગવાની શીંગ વિશિષ્ટ સ્થાન ઘરાવે છે. સરગવો અને બહુવર્ષાયુ અસંખ્ય નાના નાના પાન ઘરાવતું, આઠથી દશ મીટર ઊંચું, શાખાવાળું, સદાપણી ઝાડ છે. જે મોરોંગેસી કૂળનું ઉપયોગી ઝાડ છે. અંગ્રેજીમાં તેને ડ્રમસ્ટિક (Drumstick) તરીકે ઓળખાય છે. દક્ષિણ ભારતમાં કેરાલા, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં તેની શીંગોનો વપરાશ ખૂબ જ બહોળા પ્રમાણમાં થાય છે. સરગવાની શીંગોમાં વિટામિન ‘બી’ અને ‘સી” ભરપૂર પ્રમાણમાં હોય છે. શીંગોમાં કાર્બોહાઈટ્રેટ્સ ૩.૭%, પ્રોટીન ૨.૫% તેમજ વિપુલ પ્રમાણમાં ખનીજ તત્વો રહેલા છે. ……

આ ઉપરાંત મૂળ, ફૂલ અને છાલમાં પણ ઔષધીય ગુણ સમાયેલા છે. વિશેષમાં સરગવાની શીંગના માવામાં દીપન ગુણને કારણે મંદાગ્નિમાં, સંધિવા, શરીરનું અકડાઈ જવું, પક્ષાઘાત, અનામત, સોજા, પથરી તેમજ ચામડીના રોગોમાં રાહત આપે છે. હેડકી અને શ્વાસની બિમારીમાં સરગવાના પાનનો રસ રાહત આપે છે. આમ સરગવો શાકભાજી તરીકે ખૂબ જ ઉપયોગ સાબિત થયેલ છે. સરગવાની શીંગનું શાક તથા કઢી, પાન અને ફૂલની ભાજી રૂપે, મૂળ અથાણા રૂપે, રસમ, દાળ વગેરેમાં વપરાય છે.

ગુજરાતમાં વડોદરા, આણંદ, ખેડા, સાબરકાંઠા અને મહેસાણા જીલ્લામાં સરગવાની ખેતીનો (Drumstick cultivation) વ્યાપ દિવસે દિવસે વધતો જાય છે. કિચન ગાર્ડનમાં સરગવાનું સ્થાન નિશ્ચિત રૂપે જોઈ શકાય છે. સરગવાની આધુનિક ખેતી પદ્ધતિ માટે અગત્યના મુદ્દા આ પ્રમાણે છે…….

સરગવો અનેક રોગોનું ઉત્તમ ઔષધ છે. સરગવાની છાલ, મુળ, ગુંદર, પાન, ફુલ, શીંગ, અને બીજ પણ ઔષધીય ગુણ ધરાવે છે. સરગવાના ફુલ વરસમાં બે વખત આવે છે.સરગવાના મુખ્ય બે પ્રકાર છે, સફેદ ફુલવાળો અને લાલ ફુલવાળો. સફેદ ફુલવાળો બધે જ મળે છે. લીલો સરગવો ન મળે તો સુકવણી પણ વાપરી શકાય છે…….

તમામ પ્રકારના સોજામાં સાટોડી જેમ સરગવો કામ આવે છે.સરગવાનાં પાન અને સરગવાની શિંગ ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી મહિલાઓ, મેનોપોઝ ચાલતો હોય તેવી મહિલાઓ, ટીબીના દરદીઓ માટે  ઉપયોગ થાય છે. સરગવા નું વૃક્ષ ઉત્તરીય ભારત અને પાકિસ્તાનથી ઉત્પન્ન થાય છે. જેને  મરીરિયા ઓલીફેરા પણ કહેવાય છે.મોરિઆના તમિલ શબ્દ પરથી ઉતરી આવ્યો છે, મુરુન્ગાઈ, જેનો અર્થ થાય છે “ટ્વિસ્ડ પોડ”, જે યુવાન ફળોના સંકેત આપે છે.

કોઈ પણ જાતની માંદગીમાંથી ઊભા થયા હોય તેવા લોકો માટે અકસીર સાબિત થઈ શકે છે. કૅલરીઝ – 37 કૅલરી/100 ગ્રામ


Discover more from worldnewshost

Subscribe to get the latest posts to your email.