શરદી અને કફથી કાયમી છુટકારો મેળવવા માટે અકસીર ઈલાજ

શિયાળાની સિઝનમાં દરેક લોકોને એક વખત તો શરદી થાય જ છે સહરડી થાય એટલે કફ થી જાય અને ઉધરસ આવવા લાગે આમ શરદી અને કફથી કાયમી છુટકારો મેલ્વ્વામાંતે બબાયાનો આ અકસીર ઈલાજ કરશો તો કફથી છુટકારો મેળવશો દવા વગર તો શરદી અને કફથી આરામ અપાવશે આ બાદિયા, જાણો કેવી રીતે કરીએ આ બાદીયાનો ઉપયોગ ? દરેક ભારતીય મહિલાઓ મસાલામાં બાદિયાનો પણ ઉપયોગ કરતી હોય છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ બિરયાની કે પુલાવ માટે જ કરાય છે તેમજ દાળના વઘારમાં પણ કરતા હોય છે , પણ શું તમે જાણો છો કે આ બાદીયાનો ઉપયોગ શરદી – ખાંસી -ઉઘરસ, ગળામાં દુખાવોમાં પણ બહુ ફાયદાકારી માનવામાં આવે છે . આ તેમની સુંગંધ થી ન માત્ર ભોજનનો સ્વાદ વધારે છે પણ તેમાં રહેલ ગુણ આરોગ્ય માટે પણ બહુ લાભકારી માનવામાં આવે છે. તમારા દિવસની શરૂઆત તેની(બાદીયાની) ચા સાથે કરી શકો છો.

બાદિયા વિટામીન – એ અને વિટામિન – સી થી ભરપૂર હોય છે. તેમાં રહેલ એન્ટી ઓક્સિડેટ્સ ઈમ્યૂન પાવર(ઇમ્યુનિટી)ને યોગ્ય રાખે છે. બાદીયાના સેવનથી શિયાળામાં થતી શરદી – ખાંસીથી પણ બચાવ થાય છે. આ રીતે બનાવો બાદીયાની ચા : ધીમા તાપમાં એક પેનમાં પાણી અને બે બાદિયા નાખી ૧૫ મિનિટ સુધી પાણી ઉકાળવા માટે મૂકો . નક્કી સમય પછી પાણી ગાળીને એક કપમાં કાઢી લો. હવે તેમાં મધ કે લીંબૂના રસના થોડા ટીંપા નાખી પી જાઓ . તેને બે થી ત્રણ વાર પીવાથી કફ અને શરદીથી રાહત મળે છે.

જો તમને અમારો આ આર્ટીકલ પસંદ આવે તો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો અને આવાજ અવનવા સમાચાર, હેલ્થ આર્ટીકલ, દેશવિદેશ વિશેની માહિતી તેમજ ટેકનોલોજી વિશેની માહિતી મેળવવા માટે અત્યારેજ અમારા worldnewshost ફેસબુક પેઝ સાથે જોડાઈ જાઓ. અને જો તમે કોઈ માહિતી મેળવવા માંગતા હોય કે આ પેઝમાં તમારી કોઈ માહિતી મુકવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો