મુઘલોના આવવાથી સ્થાપત્યકલા અને ચિત્રકલામાં થયેલા ફેરફારો વિશે માહિતી આપો.

સ્થાપત્યકલામાં આવેલ ફેરફાર :

 • ચારબાગ શૈલીની શરૂઆત થઇ.
 • પીએટ્રાડુરા ટેકનીકનો ઉપયોગ શરુ થયો.
 • આરબેસ્ક્યુ મેથડથી કોતરણી આવી.
 • સપાટની બદલે પંચાકાર મકાનો બન્યા.
 • મિનારાની શરૂઆત થઇ.
 • સ્થાપત્યોની અંદર પાણી અને ગાર્ડન મુકાયા.
 • ભૌમિતિક અને ફૂલોની કોતરણીની શરૂઆત થઇ.
 • શિખરના સ્થાન પર ડોમ/ડબલ ડોમ આવ્યા.
 • રાજપુતના સંપર્કમાં આવતા જાળી તથા બાલ્કનીની શરૂઆત થઇ.

ચિત્રકલામાં થયેલા ફેરફારો :

 • રંગોનો આબેહુબ ઉપયોગ શરુ થયો.
 • પર્સિયન, ભારતીય, યુરોપિયન અસરો જોવા મળી.
 • સોના દ્વારા ચિત્રોમાં શૃંગાર
 • લઘુચિત્રો બનવાની શરૂઆત
 • સૌ પ્રથમ વ્યક્તિ ચિત્રો બન્યા.
 • પ્રાકૃતિક ચિત્રો, મેળા અને તહેવારોની વિષયવસ્તુ પર મહતમ ચિત્રો બન્યા.
 • 2D અને 3D ચિત્રો બન્યા.
 • પુસ્તકો પરથી ચિત્રો બનવાની શરૂઆત થઇ.
 • તૈલી ચિત્રો બન્યા તથા તૈલી (Oil) રંગોનો ઉપયોગ થયો.

મુઘલોના આવતા સ્થાપત્ય અને ચિત્રમાં નવી ઉર્જાની તથા નવા ચીલાની શરૂઆત થઇ.