શાહી ફ્રુટ બાસુંદી બનાવવાની રીત

  • શાહી ફ્રુટ બાસુંદી માટે સામગ્રી
  • ૧ લિટર દૂધ ૨ , ૮ સ્લાઈસ બ્રેડ
  • ૨ નંગ કીવી , ૧ નારંગી
  • ૧ વાડકી ખાંડ ,
  • થોડાં ટીપાં વેનિલા એસેન્સ
  • તડવા માટે ઘી

૧. દૂધને ઉકાળવું થોડીવાર બાદ તેમાં ખાંડ ઉમેરીને ઉકાળવાનું ચાલુ રાખવું . ૨. આછા ગુલાબી રંગની બાસુદી જેવું તૈયાર થાય એટલે ઉતારી લેવું . ૩. બ્રેડ સ્લાઈસની આજુબાજુનો કઠણ ભાગ કાપી નાખવો . ૪. નોનસ્ટિકમાં થોડું ઘી મૂક્તા જઈ દરેક સ્લાઈસને આછી ગુલાબી શેકવી . ૫. એલ્યુમિનિયમની લંબચોરસ ટ્રેમાં તૈયાર કરેલી સ્લાઈસ ગોઠવીને મૂકવી . ૬. બાસુંદીમાં વેનિલા એસેન્સનાં થોડાં ટીપાં

ઉમેરી બરાબર હલાવીને બ્રેડ સ્લાઈસ ઉપર ચારે તરફ રેડવું . ટ્રેને ફ્રિજમાં મૂકવી . ૭. નારંગીને છોલી , પેશીઓ છૂટી પાડીને ફોલવી . ઝીણા કટકા છૂટા પાડવા . કીવીને છોલીને પાતળી સ્લાઈસ કરવી . દરેક સ્લાઈસના બે કટકા કરવા . ૮. બ્રેડ સ્લાઈસ ઉપર કીવીના કટકા મૂકી આજુબાજુએ નારંગીના ઝીણા કટકા ભભરાવવા . ટ્રેને ફરી ફ્રજમાં મૂકવી . નાની ડિશમાં એક બ્રેડ સ્લાઈસ તથા નારંગીવાળી બાસુદી ચારે તરફ મૂકી સર્વ કરવી .