કાજુ કતરી બનાવવાની રીત | kaju katari | kaju katari bnavvani rit | sweet recipe

રક્ષા બંધનનો તહેવાર આવે છે આ રીતથી ઘરે કાજુ કતરી બનાવશો તો બજારની મીઠાઈ ભૂલી જશો અને ઘરની તજે તાજી મીઠાઈની રેસીપી પૂરે પૂરી વાંચો અને પસંદ આવે તો જરુર લાઇક કરજો અને બીજી તમારી મનપસંદ રેસીપી મેળવવા માટે કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો

કાજુ કતરી બનાવવા માટે જરૂરી સામગ્રી : 2 કપ કાજુ , 1 કપ ખાંડ , 1/2 કપ પાણી , 1 ટેબલસ્પૂન ઘી , 1 ટીસ્પૂન ઈલાયચી પાવડર , 1 સીટ ચાંદીનું વરક (જો પસંદ હોય તો )

કાજુ કતરી બનાવવા માટેની રીત :

કાજુ ને મિક્સરમાં ક્રશ કરી પાવડર બનાવી લ્યો. એક ચારણી વડે ચાળી લો. હવે એક નોનસ્ટિક કડાઈમાં ખાંડ લઈ પાણી ઉમેરી ગેસ પર મૂકી હલાવતા જઈ થવા દો. 1 તાર ની ચાસણી થવા આવે એટલે ગેસ એકદમ ધીમો કરી એમાં કાજુ પાવડર ઉમેરી દો.

2હવે ઘી ઉમેરી સરસ મિક્સ કરી હલાવતા રહો 2 મિનિટમાં મિશ્રણ કઢાઈ થી અલગ થવા લાગે છે. થોડું ઘટ્ટ થાય ત્યાં ઈલાયચી પાવડર ઉમેરી ગેસ બંધ કરી થોડી વાર હલાવતા જઈ થોડું હાથ લગાવી શકાય એવું ઠંડુ પડે એટલે એક પ્લાસ્ટિક પર ઘી લગાવી કાઢી લો અને સરસ મસળી ને સરખું કરો.

3હવે એક બટર પેપર પર ગ્રીસ કરી કાજુનું મિશ્રણ મૂકી થોડું થેપી રોટલા જેવું કરી ઉપર બીજું બટર પેપર મૂકી વેલણ થી થોડું વણી લો. હવે ઉપરનું બટર પેપર કાઢી ઉપર ચાંદીનું વરક લગાવી ચપ્પુ થી એકસરખા કાપ મૂકી કતરી કાપી દો. બસ હવે સર્વ કરો એકદમ ફ્રેશ કાજુ કતરી.

આ પણ વાંચો :

Leave a Comment