બાળકોને મનપસંદ નાસ્તો બનાવવા માટે આ રીતે બનાવો હેલ્થી ઘઉંના લોટની ફારસી પૂરી જે બાળકોને ખુબ ભાવશે અને બાળકોના શરીર માટે હેલ્થી પણ છે
ઘઉંના લોટની ફારસી પૂરી બનાવવા માટે જરૂરી સામગ્રી : 2 કપ ઘઉંનો લોટ , 1/4 કપ રવો , 4 ચમચી તેલ મોણ માટે , 2 ચમચી લાલ મરચું પાઉડર , 1 ચમચિ હળદર , ચપટી હિંગ , સ્વાદ અનુસાર મીઠું , ૨ ચમચી અધકચરા વાટેલા જીરું , 1 ચમચી હાથેથી મશરેલા અજમા , 2 ચમચી તલ , લોટ બાંધવા માટે જરૂર મુજબ પાણી , પૂરી તળવા માટે તેલ
સૌ પ્રથમ ઘઉંનો લોટ અને રવો અને હળદર, મીઠું, મરચુંઅજમા, જીરૂ અને હીંગ અને તલ લો. હવે તેમાં તેલનું મોણ નાખો. થોડું મુઠીયા પડે તેટલું મોણ નાખવાથી પૂરી સરસ ફરસી થાય છે. હવે લોટમાં જરૂર મુજબ પાણી નાંખી અને લોટ બાંધી લો લોટને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપી અને પૂરી વણી લો. પુરીને મધ્યમ ગેસ ઉપર તરીલયો રંગ ગુલાબી થાય ત્યાં સુધી
પૂરી તળી લો. તો તૈયાર છે ઘઉં ના લોટ ની ફરસી પૂરી જે ચા સાથે, અથાણા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ફારસી પુરી સર્વ કરવા માટે ગરમ ગરમ મસાલેદાર ચા
આ પૂરી ઘઉંના લોટમાંથી બનાવેલ હોવાથી તે પચવામાં ઝડપી છે અને ખાવામાં પણ ખુબ ટેસ્ટી છે જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો બીજી આવી અવનવી રેસીપી મેળવવા માંગતા હોય તો પણ કમેન્ટ કરીને જણાવજો
આ પણ વાંચો :
- ઉકરડી ના ગીત: શું તમે જાણો છો લગ્ન પ્રસંગમાં ઉકરડી શા માટે ઉઠાડવામાં આવે છે તો આવો જાણીએ ઉકરડી સાથે જોડાયેલી કેટલીક કથાઓ
- સરકારી ડોક્યુમેન્ટ કઢાવવા માટે જરૂરી પુરાવા | સરકારી યોજના નો લાભ લેવા માટે ડોક્યુમેન્ટનું લીસ્ટ
- એજન્ટની કોઈ ફી વગર ઘરે બેઠા પાસપોર્ટ કેવી રીતે બનાવડાવવો | how to online passport apply
- stock market holiday 2025: In this year stock market holiday list
- લગ્ન વિધિ: લગ્નમાં થતી તમામ વિધિનું શાસ્ત્ર પ્રમાણે મહત્વ