Skip to content

ફરાળી સાબુદાણાની સેન્ડવીચ અને સાબુદાણાના બફાવડા બનાવવાની રીત

શ્રાવણ માસની શરૂઆત થાય એટલે વાર- તહેવાર વધારે આવે અને ઉપવાસ પણ આવે એટલે આ ઉપવાસ ની સિઝનમાં માં બનાવો અલગ અલગ ફરાળી વાનગી

ફરાળી સેન્ડવીચ બનાવવા માટે જરૂરી સામગ્રી નોંધી લો :

1 વાટકી સામ્બો , અડધી વાટકી સાબુદાણા , અડધી વાટકી દહી , ૩ લીલા મરચા , 1 કટકો આદુ , ધાણાભાજી , 2 મોટા બટેટા બાફેલા , આદુ મરચાની પેષ્ટ , એકચમચી લીબુનોરસ , એકચમચી ખાંડ, અડધી ચમચી નિમક , અડધી ચમચી મરીપાવડર , અડધી ચમચી તજ લવિગનો પાવડર , 1 ચમચી તેલ

ફરાળી સેન્ડવીચ બનાવવાની રીત : પેલા સાબુદાણાને ધોઈ એક કલાક પલારવા જેટલા સાબુદાણા ઐટલુજપાણી મા પલારવા સાબાને ધોઈ એક થી અડધો કલાક પલારી ને રાખવો સાબો નિતારી તેમા લીલામરચા આદુ ધાણાભાજી સિધાલુણ નાખી દહીનાખી મિકસરની જારમા બેટર બનાવવુ પછી સાબુદાણાનુ બેટરબનાવી તે ને ખૂબ ફેટવુ બટેટાનો માવો કરી તેમા બધા મસાલા નાખી બટેટા વડાનામાવાની જેમકરવુ તેની થેપલી હાથેથી કરીલેવી ટોસ્ટરમા તેલ લગાવી તેમા બેટરનાખી ઉપરબટેટાની થેપલી મુકી ઉપર બેટર થી બંધકરી ટોસ્ટ ને ગેસ ઉપર બંને બાજુ સેકવુ કિસ્પી સેન્ડ વીચ તૈયાર

સાબુદાણાના બફાવડા બનાવવા માટે જરૂરી સામગ્રી :

1 વાટકી સાબુદાણા , 2 બટેટા , 1 ચમચી લીલામરચાની પેસ્ટ , અડધી ચમચી આદુમરચાનીપેષ્ટ , 1 ચમચી લીબુનોરસ , અડધી ચમચી સિધાલુણ , લાલમસાલો , અડધી વાટકી સીગનો પાવડર , તેલ તળવા માટે

સાબુદાણાના બફાવડા બનાવવા માટેની રીત : સૌ પ્રથમ સાબુદાણાને કોરા સાફ કરી લેવા અને ત્યારબાદ મિકસરમા કશ કરી લેવા (પાવડર) બનાવી લેવો આ પાવડરમાં બાફેલા બટેટા નો માવો નાખવો તેમજ સીગનો પાવડર , આદુમરચાનીપેષ્ટ, સિધાલુણ મીઠું , લીબુનો રસ નાખી બરાબર મિક્સ કરી લો દસ મિનિટ ઢાકીનૈ મૂકી ડો પછી તમારા અનુકુળતા મુજબ ગોળ ગોળ ગોલા વારી લો હવે ગેસ પર તેલ ગરમ કરવા મુકો અને તેલ ગરમ થાય એટલે ધીમી તાપે બદામી રંગના તરી લેવા

Leave a Comment