જો-સ્ટ્રીમ શું છે? બંને ગોળાર્ધમાં આશરે 300 અક્ષાંશની આસપાસ 8 થી 15 કિલોમીટરની ઊંચાઈના વાતાવરણમાં પાઈપ કે સાંકડા પટ્ટા આકારના પટ્ટામાં અત્યંત વેનીલા પવનો વાતા જોવા મળે છે. આ પવનો “જેટ સ્ટ્રીમ” અથવા “જેટ પવનો” તરીકે ઓળખાય છે.
આ વેગીલા પવનોવાળા સાંકડા પવનપટ્ટાઓ ગળાના હારની જેમ સર્થાકારે પૃથ્વીના ગોળાની ચારે બાજુ વીંટળાયેલા જોવા મળે છે. જેટસ્ટ્રીમની સરેરાશ ઝડપ આશરે કલાકના 150 કિમી જેટલી રહે છે. આ પવનોની શોધ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થઇ હતી. પેસિફિક ઉપર ઊડી રહેલું એક જેટ વિમાન આ પવનપટ્ટામાં ફસાયું હતું. વિમાન એમાં સામા પવનને આગળ વધી શક્યુ ન હતું અને એની ગતી લગભગ શૂન્ય થઇ ગઈ હતી. ત્યારથી આ પવનોની જાણકારી થઇ અને તે “જેટ સ્ટ્રીમ” તરીકે ઓળખાય છે. ક્ષોભ-આવરણમાં ઊંચાઈ પર આવા જેટ સ્ટ્રીમના વિસ્તારો આવેલા છે. પૃથ્વી પરના હવાના દબાણના પટ્ટાઓની જેમ જેટ સ્ટ્રીમના પટ્ટા પણ ઉત્તર દક્ષિણ ખસતા જોવા મળે છે.
પૃથ્વી સપાટી પર હવાના દબાણના મોટા ફેરફારો પવનના તોફાનો, વરસાદ વગેરેમાં આ પવનોનો ફાળો હોવાનું માનવામાં આવે છે. આ પવનો ત્રણ પ્રકારના છે.
- ધ્રુવીય વાતાગ્ર જેટ સ્ટ્રીમ: તે મોટે સામે ધ્રુવીય પ્રદેશમાં ધ્રુવીય વાતાગ્રની ઉપર ઊંચાઈએ જોવા મળે છે.
- સબટ્રોપિકલ જેટ સ્ટ્રીમ: અયનવૃતીય ગુરુભાર પટ્ટ અને પશ્ચિમીયા પવનોના પટ્ટા પર ઊંચે ક્ષોભસીમાથી સબટ્રોપિક જેટ સ્ટ્રીમમાં પવનો પશ્ચિમથી પૂર્વ દિશામાં વહે છે.
- ટ્રોપિકલ પૂર્વીય જેટ સ્ટ્રીમ આ સ્ટ્રીમ પૂર્વથી પશ્ચિમ દિશામાં ખુબ ઊંચાઈએ દક્ષિણ પૂર્વ એશિયા પર વહે છે.ભારત ઉપર જેટ-સ્ટ્રીમની અસરો. હિમાલય જેટ-સ્ટ્રીમને બે વિભાગમાં વહેચે છે. ટ્રોપિકલ પૂર્વીય જેટ-સ્ટ્રીમ દક્ષિણ પશ્ચિમ મોન્સુનમાં મહત્વનો ભાગ ભજવે છે. ટ્રોપિકલ પશ્ચિમી જેટ-સ્ટ્રીમ ઉત્તર-પૂર્વીય મોન્સુનમાં મહત્વનો ભાગ ભજવે છે. પૂર્વીય જેટ-સ્ટ્રીમ મોન્સુનને મજબુત કરવામાં મહત્વનો ફાળો આપે છે.
પશ્ચિમી જેટ-સ્ટ્રીમ મેડીટીરીયન ક્ષેત્રમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. સમતાપ-આવરણમાં ભેજ લાવવામાં પણ જેટ-સ્ટ્રીમ મહત્વનો ભાગ ભજવે છે જેને કારણે વાદળો બંધાય છે.
આમ, જેટ-સ્ટ્રીમની ભારતના વાતાવરણ અને આબોહવા ઉપર ઘણી અસર થાય છે.