Skip to content

રાજા રામમોહન રોય આધુનિક ભારતના આદ્યસુધારક ગણાય

રાજા રામમોહન રોય આધુનિક ભારતના આદ્યસુધારક ગણાય છે. નવા યુગના અગ્રદૂત અને જ્યોતિર્ધર પણ કહેવાય છે. રાજા રામમોહનરોયે સમાજ સુધારક માટે “ઇસ્ટ ઇન્ડિયા કંપની” ની બહુમુલ્ય નોકરી છોડી દીધી હતી. રાજા રામમોહન રોયના સમાજસુધારણાના કામોથી ખુશ થઈને મુગલ બાદશાહે ઈ.સ. 1531 માં તેમને “રાજા” નો ઈકલાબ આપીને પોતાના વકીલ તરીકે ઇંગ્લેન્ડ મોકલ્યા હતા. રાજા રામમોહનરોયના સુધારણાના કર્યો નીચે મુજબ વહેચી શકાય

1) ધાર્મિક સુધારાઓ:તેમને ધર્મમાં રહેલા દુષણો દુર કરવા અનેક પ્રયત્નો કર્યા હતા અને એકેશ્વરવાદનો પ્રચાર કર્યો હતો. તેમણે આત્મીય સભા નામે સંસ્થા સ્થાપી, પાછળથી આ સંસ્થા બ્રહ્મોસમાજ તરીકે પ્રચલિત બની.બ્રહ્મોસમાજ તરફથી “સંવાદકૌયુદી” નામે સાપ્તાહિક પણ બહાર પાડવામાં આવ્યું.તેમણે અંધવિશ્વાસનો વિરોધ કર્યો હતો. અને બહુદેવવાળ તેમજ મુર્તીપુજાનો વિરોધ કરીને એકેશ્વરવાદનો પ્રચાર કર્યો

રાજા રામમોહનરોયે ‘તુહ્કુત-ઉલ-મુવાહીદ્દીન” (A gift to monotheists) અને ઈસુના ઉપદેશો” (precepts of jesus) જેવા પુસ્તકો લખ્યા હતા

2) સામાજિક સુધારાઓ: આત્મીય સભા અને બ્રહ્મોસમાજ દ્વારા રાજા રામમોહન રોયે બાળ લગ્નો અને બહુપત્ની પ્રથાને દુર કરવા પ્રયત્નો કર્યા હતા. રાજા રામમોહન રોયે બહુપત્ની પ્રથાને દુર કરવા પ્રયત્નો કર્યા હતા અને સતીપ્રથા વિરુદ્ધ મોટી ઝુંબેશ ચલાવી તેમણે કહ્યું કે ધર્મશાસ્ત્રમાં ક્યાંય સતીપ્રથાનો ઉલ્લેખ જોવા મળતો નથી. તેમણે પડદા પ્રથાનો વિરોધ કર્યો હતો અને સતીપ્રથા નાબુદી કાયદો પસાર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી હિંદુ કોલેજની સ્થાપના કરીને ભારતીયોને આધુનિક વૈજ્ઞાનિક શિક્ષણ આપવાના પ્રયત્નો કર્યા હતા.

3) આર્થિક સુધારાઓ જમીનદારોની શોષણકારી નીતિનો વિરોધ કર્યો હતો રાજા રામમોહન રોયે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વિશેષાધીકારોને હટાવવાની માંગ કરી હતી તેમજ ક્રમાં ઘટાડાતી પણ માંગ કરી હતી

4) રાજનીતિક સુધારાઓ: તેમણે લોકોને રાજનીતિક રૂપથી શિક્ષિત કરવાના ઉદ્દેશથી અને લોકોની ફરિયાદોને સરકાર સમક્ષ રાખવાના ઉદ્દેશથી ઘણી બધી અંગ્રેજી, હિન્દી, બંગાળી અને ફારસી પત્રિકાઓ અને અખબારોનું સમર્થન તથા પ્રકાશન કર્યું હતું. તેમણે ન્યાયપાલિકાનું કાર્યપાલિકાથી પૃથ્થકરણ અખબારોની સ્વતંત્રતા જેવી માંગ કરી હતી. તેમણે ઉચ્ચ સેવાઓનું ભારતીયકરણ, ભારતીય અને યુરોપીયન લોકો વચ્ચે ન્યાયિક સમાનતા જેવી માંગો કરી હતી. તેમના વિચારોથી પ્રેરાઈને બંગાળમાં રાજકીય ગતિવિધિઓ શરુ થઇ હતી. આમ, રાજા મોહન રોયનું ધાર્મિક, સામજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે ભારતના ઇતિહાસના સુધારાઓમાં ખુબ જ યોગદાન હોવાથી તેમને આધુનિક ભારતમાં જનક કહેવામાં આવે છે.