ભારત પાસે લગભગ 14500 કિમી પરિવહન-યો આંતરદેશીય જળમાર્ગ

ભારત પાસે લગભગ 14500 કિમી પરિવહન-યો આંતરદેશીય જળમાર્ગ છે પરંતુ જળમાર્ગ દ્વારા થતો પરિવહન 1% થી પણ ઓછો છે, જયારે બાંગ્લાદેશમાં 35% પરિવહન જળમાર્ગ દ્વારા થાય છે અને જર્મનીમાં 20% આંતરદેશીય પરિવહન જળમાર્ગ દ્વારા થાય છે અને જર્મનીમાં 20% આંતરદેશીય પરિવહન જળમાર્ગ દ્વારા થાય છે.ભારતમાં ઇનલેન્ડ વોટરવેટાઝ ઓથોરીટી ઓફ ઈન્ડીની રચના ઈ.સ. 1986માં ઇનલેન્ડ વોટરવેયઝ ઓથોરીટી ઓફ ઇન્ડિયા એક્ટ 1985માં થઇ હતી, જેના દ્વારા જળમાર્ગોનું નિર્માણ અને વિકાસ કરવામાં આવે છે. ઈ.સ. 2016માં નેશનલ વોટરવોયઝ એક્ટ 2016 દ્વારા ભારત સરકાર દ્વારા 116 રાષ્ટ્રીય જળમાર્ગો જાહેર કરવામાં આવ્યા. ભારત સરકાર દ્વારા બંદરો દ્વારા ઔદ્યોગિકરણને પ્રોત્સાહન આપવા માટે સાગરમાલા પ્રોજેક્ટની ઘોષણા કરવામાં આવી. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 ના વિકાસ માટે વર્લ્ડ બેંકની સહાયથી જળમાર્ગ વિકાસ પ્રોજેક્ટની પણ ઘોષણા કરવામાં આવી છે.

વિવિધ નદીઓને પણ આંતર જોડાણ કરવામાં આવી રહી છે. પરંતુ મોટા ભાગના ઔદ્યોગિક કેન્દ્રો જેવા કે દિલ્હી, મુંબઈ ચેન્નઈ આ રાષ્ટ્રીય જળમાર્ગોથી દુર આવેલા છે. આથી ભારતમાં બહુ-આગામી પરિવહન એટલે કે રોડ, રેલ્વે, જળમાર્ગ વાયુમાર્ગ વગેરેના વિકાસની અને આંતર-જોડાણની ખુબ જ જરૂરિયાત છે.

પડકારો: હાલમાં ભારતમાં પરિવહનની કિંમત જીડીપીના 14% જેટલી હોવાથી બહુ આયામી પરિવહન ખુબ જ મોંઘુ છે. મોટા ભાગનો પરિવહન (લગભગ 70%) માત્ર રોડ દ્વારા થાય છે. નેશનલ હાઇવે દેશના રોડના માત્ર 2% જ છે જે 40% જેટલા ટ્રાફિકને સમાવે છે. રેલ્વે પરિવહનના દર દુનિયામાં સૌથી ઊંચા છે. બંદરો પર લેવામાં આવતો સમય પણ ખુબ જ વધુ છે.

ફાયદાઓ: બહુ આયામી પરિવહન દ્વારા ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે અને નિકાસમાં વધારો થશે. ભારતના આયાત બીલમાં ઘટાડો થશે. રોડ પરિવહનમાં ઘટાડો થવાથી પ્રદુષણમાં ઘટાડો થશે. નવી લોજીસ્ટીક પોલીસી દ્વારા બહુ આયામી પરિવહન ખુબ જ સરળ થશે.

આમ, ભારતમાં મોટા ભાગના ઔદ્યોગિક કેન્દ્રો રાષ્ટ્રીય જળમાર્ગોથી દુર આવેલા હોય બહુ=આયામી પરિવહન ખર્ચમાં ઘટાડો થશે અને રાષ્ટ્રીય આવકમાં નિકાસ દ્વારા વધારો થશે.