ફરાળી પેટીસ બનાવવા માટે જરૂરી સામગ્રી
500 ગ્રામ બટાકા, કપ સમારેલી કોથમીર , 2 સમારેલા લીલા મરચા , 1 ક્રશ કરેલ આદુનો ટુકડો , 20 નંગ કિસમિસ , 1 કપ કોપરાનું છીણ , 1/2 કપ સિંગદાણાનો ભૂકો , 1 ચમચી લીંબુનો રસ , 1 ચમચી સિંધાલુણ , 1 ચમચી મરી પાઉડર , 1 ચમચી ગરમ મસાલો , 1 કપ દહીં , તળવા માટે તેલ
ફરાળી પેટીસ બનાવવા માટેની રીત
સૌપ્રથમ 500 ગ્રામ બટાકા લેવા દેને કુકરમાં બાફવા ત્યારબાદ ખમણી વડે તેનું છીણ કરી લેવું. એક બાઉલમાં એક કપ કોથમીર લેવી તેમાં બે મરચાં નાખવા એક ટુકડો આદુનો નાખો તેમાં 1/2 કપ શીંગદાણા નાખવા નું છીણ નાખો આ બધાને પીસીને પેટીસ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર કરવું ત્યારબાદ પેટીસ ના પુરણને એક બાઉલમાં કાઢી લેવું. ત્યારબાદ તેમાં એક કપ કોપરાનું છીણ નાખો સમારેલા મરચા નાખવા કોથમીર નાખવી એ ચમચી લીંબુનો રસ નાખો 20 નંગ કિસમિસ નાખો અને તેમાં 1 ચમચીસિંધાલુણ નાખો 1/2 ચમચી ખાંડ પાઉડર નાખો ત્યારબાદ આ બધી વસ્તુને મિક્સ કરી એક પેટીસમાં વચ્ચે મુકવા માટે પુરણ માટેના બોલ બનાવવા
ત્યારબાદ બટાકા ના છીણમાં થોડું સિંધાલૂણ નાખી એક મોટો લૂઓ લઈ તેને હાથ વડે થેપી ને તેની વચ્ચે પુરાણ નો બોલ મૂકી પેટીસ વાળવી તેને તપકીર મા રગદોળવી. ત્યારબાદ બધી જ પેટીસ બનાવી લેવી પછી એક લોયામાં તેલ નાખી ગરમ કરી ધીમે તાપે પેટીસ ને બ્રાઉન કલરની તળવી ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં કાઢી ની દહીં ની ચટણી સાથે સર્વ કરવી.
ત્યારબાદ બધી તળેલી પેટીસ ને સર્વિંગ પ્લેટમાં ગોઠવી ફરતે મરચા વડે ડેકોરેટ કરી દહીં અને લીલી ચટણી સાથે પેટીસને સર્વ કરવી. મેં આ પેટીસ અગિયારસ નિમિત્તે ફરાર માટે બનાવી છે સોફ્ટ ક્રિસ્પી ટેસ્ટી બની છે અને તે દહીંની ચટણી અને કોથમીરની લીલી ચટણી સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેનો સ્વાદ કંઈક ઓર જ લાગે છે