Skip to content

ઘઉં , અનાજ કે કઠોળને જીવાતથી બચાવવા માટે આટલું કરો

પિત્તળના વાસણને ચકચકિત સાફ કરવા માટે આટલું કરો બીજો કઈ ખર્ચો નહિ કરવો પડે લીંબુની છાલને પિત્તળના વાસણે ઘસવા અને સૂકી માટી રગડી ધોવાથી પિત્તળ ચકચકિત થશે.

લાંબા સમય સુધી અનાજ કે કઠોળ સાચવી રાખવાથી બગડી જાય છે જો તમે અનાજ કે કઠોળને લાંબો સમય સુધી સાચવી રાખવા માંગતા હોય તો આટલું કરો સૌ પથમ અનાજ સારી ગુણવત્તાનું છે કે નહિ તે તપાસી લેવું છે. આ કરવાથી, લાંબા સમય સુધી અનાજનો સંગ્રહ કરવો વધુ સરળબની જશે

ભેજનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે : કઠોળ કે ચોખાને ડબ્બામાં સંગ્રહિત કરતી વખતે એ બાબતની ખાતરી કરો કે ડબ્બામાં કોઈ ભેજ નથીને જો ડબ્બામાં ભેજ હશે તો અનાજ ઝડપથી બગડે છે. આ જીવાતનું કારણ બની શકે છે.

ચોખાને લાંબો સમય સુધી સાચવી રાખવા માટે : ચોખાને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા એટલે કે ચોખાને જીવાતથી બચાવવા માટે ચોખામાં સુકા ફુદીનાના પાન નાખો તેમજ કડવા લીમડાના પાન પણ ઉમેરી શકો છો આ કરવાથી ચોખા લાંબો સમય સુધી સારા રહેશે તેમાં જીવત થશે નહિ.

દાળને લાંબા સમય સુધી કેવી રીતે સાચવી રાખવી

દાળને વધારે સમય સુધી જીવાતથી બચાવવા માટે આ માટે તમે કઠોળના પાત્રમાં કડવા લીમડાના કેટલાક પાન મૂકો. દાળમાં સરસવનું તેલ પણ લગાવી શકો છો. તેને તડકામાં સારી રીતે સૂકવી દો અને તેનેહવા ન જાય જેવા ડબ્બામાં રાખો. આ તેમને લાંબા સમય સુધી બગડશે નહિ

ઘઉંમાં બગડતા અટકાવવા માટે: ઘણાં લોકો ઘરે ઘઉં સાફ કરે છે અને પીસે છે. આ માટે ઘઉં મોટા કન્ટેનરમાં સંગ્રહ કરવા પડે છે. આ કિસ્સામાં, તમે ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. જે ઘઉંના બગાડથી બચાવે છે. આ માટે, તમે એક ક્વિન્ટલ ઘઉંમાં આશરે અડધો કિલો ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. આ કરવાથી, તમારો ઘઉં લાંબા સમય સુધી સુરક્ષિત રહેશે.

પ્લાસ્ટિકના કન્ટેનર એ અનાજને જાળવવાની સારી રીત છે. આ માટે, તમે જ્યાં પણ કન્ટેનર મૂકશો ત્યાં ચારકોલ મૂકો. અને 10 થી 15 દિવસમાં એકવાર તપાસો

Leave a Comment