મનીલાનો રહેવાસી જેસ્ટોની ગાર્સિયા એક ગજબની કળાનો માલિક બન્યો છે. મર્ચન્ટ નેવીમાં કામ કરતો ગાર્સિયા ફ્રી સમયમાં અદભૂત પોર્ટરેઈટ પેઇન્ટિંગ બનાવે છે. આ ચિત્રો ફક્ત કલાત્મક અને વ્યક્તિની આબેહુબ તસવીર જ નથી પરંતુ તેમાં કોઈ વિશેષતા છુપાયેલી છે. નોકરીની સાથે બહુ સમય મળતો નથી. પોતાની કળાની અભિવ્યક્તિ માટે તેની પાસે થોડા જ દિવસો હોય છે.
ગાર્સિયા પોતે જ પોતાના વાળ કાપે છે અને વાળ કાપવા માટે ટ્રીમર અને ઇલેક્ટ્રિક ક્લીપરનો ઉપયોગ કરે છે. કપાયેલા વાળ તેની કળા માટેનો કાચો સામાન બની જાય છે. શિપ ઉપર હોય ત્યારે તેની કળા માટે તેની પાસે કોઈ પેઈન્ટ બ્રશ કે કોઈ કેનવાસ નથી હોતા એટલે હવે તેને ઘરે જયારે રજા હોય ત્યારે જ આ જાદુ કરવાનો મોકો મળે છે.
બત્રીસ વર્ષના ગાર્સિયા પાસે સાધનો નથી એટલે પોતાના વાળનો ઉપયોગ કરે છે . વાળને જ કલર તરીકે ઉપયોગ કરી તે ખુબ સરસ પેઈન્ટીંગ બનાવે છે. સૌ પ્રથમ તેણે પોતાના ચહેરાથી જ શરૂઆત કરી હતી હવે તે કલાકારો, સેલેબ્રીટીના પોર્ટરેઈટ બનાવે છે. તેને અલગ અલગ ઘણા ચિત્રો બનાવ્યા છે સામાન્ય રીતે પોર્ટરેઈટ માટે લોકો પેન્સિલ, પેન કે ચારકોલનો ઉપયોગ કરતા હોય છે પણ ગાર્સિયા પોતાના જ વાળનો ઉપયોગ કરે છે. વાળ કાપ્યા પછી તેને કેનવાસ ઉપર ચોટાડી તે પેઈન્ટ કરે છે.
“મારા માટે આ એક માનસિક શાંતિની પ્રવૃત્તિ છે. હું મહિનાઓ સુધી દરિયામાં એકલા જીવન ગાળવાનું અને તેના કારણે જે થાક લાગે છે તે દૂર કરવા માટે આ રીતે પોર્ટરેઈટ બનાવવા ગમે છે,” એમ ગાર્સિયાનું કહેવું છે.
આવા જ અવનવા સમાચાર મેળવવા અમારા ફેસબુક પેઝ્ને LIKE કરો અને SHARE કરો