મૃત્યુબાદ પણ 6 પરિવારમાં ખુશી આપનાર નિશાંતભાઇને લાખ લાખ સલામ

બોપલના બ્રેઈનડેડ યુવકની બે કિડની, લિવર હાર્ટ અને આંખોના દાનથી 6 પરિવારમાં ખુશી

પ્લેટલેટ ઘટી જવાને બ્રેઇન હેમરેજ થયા બાદ બ્રેઇનડેડ જાહેર કરાયેલાં બોપલના 42 વર્ષીય નિશાંત મહેતાના હૃદય , બે કિડની , લિવર અને બે આંખો સહિત 6 અંગોના દાનથી 6 વ્યક્તિને નવુ જીવનું મળ્યું છે . અંગદાન બાદ 19 માર્ચ અગ્નિસંસ્કાર કરાયા છે , તેમજ 19 માર્ચે તેમનો જન્મદિવસ પણ હતો નિશાંતભાઇના સંબંધી દીપક દેસાઇએ જણાવ્યું કે પ્લેટલેટ કાઉન્ટ ઘટી જતાં 1 માર્ચે બોપલની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા , સારવાર દરમિયાન તેમને 14 માર્ચ રાત્રે 12.30 કલાકે બ્રેઇન હેમરેજ થયું હતું , જેથી તેમને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા . જેથી તેમની પત્ની ભક્તિબેન, પિતા રાજેશભાઇ તેમજ 15 વર્ષની દીકરી સહિતના પરિવારે જરૂરિયાતમંદ લોકોના જીવનમાં ઉજાસ પથરાય તેવા ઉમદા હેતુ સાથે અંગદાનનો નિર્ણય લીધો હતો તેમના પત્ની ભક્તિબેને જેટલા અંગો કામ લાગે તમામ અંગોનું દાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અંગદાન માટે નિશાંતભાઇને કિડની હોસ્પિટલમાં શીફ્ટ કર્યા હતા , અને પ્રોટોકોલ મુજબ વિવિધ ટેસ્ટ કર્યા બાદ તેમને બ્રેઇનફેડ કિડની ઈન્સ્ટિટ્યૂટના જાહેર કરાયા હતી ડાયરેક્ટર ડો . વિનીત મિશ્રા જણાવે છે કે , નિશાંત મહેતાના પરિવારજનોએ કિડની ઈન્સ્ટિટ્યૂટમાં અંગોના રીટ્રાઇવલ માટે સંમતિ દર્શાવતા અમારી હોસ્પિટલમાં હોળીના દિવસે વ્યક્તિઓને નવજીવન અપાયું છે . જન્મદિવસે જ અંતિમવિધિ કરવી પડી કિડની હોસ્પિટલમાંથી હૃદય મુંબઈ લઈ જવામાં આવ્યું હતું

19 માર્ચે તેમનો જન્મ દિવસ છે , અને 19 માર્ચે તેમના પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર કરાયો છે . નિશ્ચંતભાઈના હૃદયને ગ્રીન કોરિડોર મારફતે મુંબઇની રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ દર્દીના પ્રત્યારોપણ માટે મોકલાવું છે . જ્યારે કિડની અને લીવરને કિડની ઈન્સ્ટિટ્યૂટમાં જ સોટ્ટો ( સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઇઝેશન ) હેઠળ નોંધાયેલ દર્દીમાં પ્રત્યારોપ કરાયા છે આંખો સિવિલની આંખની હોસ્પિટલમાં મોકલી છે . અંગદાન લોકોએ આગળ આવીને અંગદાન કરી આપણાં વ્યકિતના અંગથી અન્યને જીવન આપી શકાય છે અમે સોટ્ટો અને નોટો અને સિવિલની કિંડની હોસ્પિટલ સ્ટાફ , મુંબઇથી આવેલાં ડોક્ટરોએ પણ સપોર્ટ અને આશ્વાસન આપ્યું હતું , તેમનો અમેચોટીલા આભાર માનીએ છીએ .

Tags: , , ,