Saturday, April 1, 2023
Homeસમાચારલાંબા વાળ માટે હજારો રુપિયાના શેમ્પુ વાપર્યા વગર દરેક મહિલાના વાળ 5...

લાંબા વાળ માટે હજારો રુપિયાના શેમ્પુ વાપર્યા વગર દરેક મહિલાના વાળ 5 થી 7 ફૂટ લાંબા છે

વાળની માવજત અને લાંબા વાળ માટે દરેક મહિલાઓ હજારો રુપિયાના શેમ્પુઓ, તેલ અને ઔષધો અને હેર ટ્રીટમેન્ટ કરાવે છે . મહિલાઓ વાળની દેખભાળરાખવા માટે હેર ટ્રીટમેન્ટ પણ કરાવતી હોય છે છે પરંતુ આ એક ગામ એવું છે આ ગામની તમામ મહિલાઓના વાળ શરીરની લંબાઇ કરતા પણ વધારે છે. સરેરાશ વાળની લંબાઈ 5 થી 7 ફૂટ જેટલા લાંબા વાળ જોવા મળે દરેક મહિલાઓને . આ ગામ ચીનમાં આવેલું છે આ ગામનું નામ હુઆંગલુઓ છે.

તેમાંથી દરેક એક મહિલાના માથાના વાળનું વજન 1 થી 1.5 કિલો કરતા પણ વધારે છે. લાંબા વાળ ધરાવતી મહિલાઓ યાઓ નામથી મશહૂર છે. આ ગામની 400 જેટલી મહિલાઓએ લાંબા વાળ માટે સમગ્ર દુનિયામાં ધ્યાન ખેંચ્યું છે. કયારેય પોતાના વાળ કપાવતી નથી એટલું જ નહી વાળ ખરે નહી તેની કાળજી પણ રાખે છે. વાળ પૂર્વજો સાથે જોડાયેલા રહેવાનું માધ્યમ હોવાનું માને છે. વાળ કાપવાથી પૂર્વજો નારાજ થાય છે એવી પણ માન્યતા છે.

મહિલાઓ લાંબા અને કુદરતી કાળા વાળ બનાવવા માટે કોઈ hair treatment કરતી નથી તેમજ માર્કેટમાં વેચાતી કોઇ પણ ચીજ વસ્તુઓનો ઉપયોગ પણ કરતી નથી. પોતાના વાળની સાર સંભાળ માટે જાતે જ શેમ્પુ બનાવે છે કોઈ મોટી કંપનીના શેમ્પુ વાપરવામાં આવતા નથી . દરેક મહિલાઓ વાળ માટે શેમ્પુ ચા અને વિવિધ વનસ્પતિઓ માંથી બનાવે છે. અવિવાહિત મહિલાઓ વાળના રક્ષણ માટે માથે સ્કાર્ફ બાંધે છે. જયારે વિવાહિત મહિલાઓ માથાની ઉપર વાળ બાંધવા અંબોળો લે છે. દરેક મહિલાઓ ગામની નજીક આવેલા ઝરણાના પાણીથી જ વાળ ધૂવે છે. આ પાણીથી જ વાળ સારા રહેતા હોવાનું પણ માનવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments