બાળકોને મનપસંદ નાસ્તો બનાવવા માટે આ રીતે બનાવો હેલ્થી ઘઉંના લોટની ફારસી પૂરી જે બાળકોને ખુબ ભાવશે અને બાળકોના શરીર માટે હેલ્થી પણ છે
ઘઉંના લોટની ફારસી પૂરી બનાવવા માટે જરૂરી સામગ્રી : 2 કપ ઘઉંનો લોટ , 1/4 કપ રવો , 4 ચમચી તેલ મોણ માટે , 2 ચમચી લાલ મરચું પાઉડર , 1 ચમચિ હળદર , ચપટી હિંગ , સ્વાદ અનુસાર મીઠું , ૨ ચમચી અધકચરા વાટેલા જીરું , 1 ચમચી હાથેથી મશરેલા અજમા , 2 ચમચી તલ , લોટ બાંધવા માટે જરૂર મુજબ પાણી , પૂરી તળવા માટે તેલ
સૌ પ્રથમ ઘઉંનો લોટ, રવો,હળદર, મીઠું, મરચું,અજમા, જીરૂ, હીંગ અને તલ લો. હવે તેમાં તેલનું મોણ નાખો. થોડું મુઠીયા પડે તેટલું મોણ નાખવાથી પૂરી સરસ ફરસી થાય છે. હવે લોટમાં જરૂર મુજબ પાણી નાંખી અને લોટ બાંધી લો . લોટને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપી અને પૂરી વણી લો. . પૂરીને મધ્યમ ગેસ ઉપર ગુલાબી પૂરી તળી લો. તો તૈયાર છે ઘઉં ના લોટ ની ફરસી પૂરી જે ચા સાથે, અથાણા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ફારસી પુરી સર્વ કરવા માટે ગરમ ગરમ મસાલેદાર ચા
આ પૂરી ઘઉંના લોટમાંથી બનાવેલ હોવાથી તે પચવામાં ઝડપી છે અને ખાવામાં પણ ખુબ ટેસ્ટી છે જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો બીજી આવી અવનવી રેસીપી મેળવવા માંગતા હોય તો પણ કમેન્ટ કરીને જણાવજો
આ પણ વાંચો :
- શા માટે ઉજવવામાં આવે છે નવરાત્રી | navratri colours 2024 | best navratri in gujarat
- લેપટોપ સહાય યોજના 2024 | free leptop | મફત લેપટોપ
- બજાર જેવી મીઠાઈ ઘરે બનાવો : નાનખટાઈ બનાવવાની રીત | reci
- સેન્ડવીચ ઢોકળા બનાવવા માટેની આસન રીત એક વાર બનાવશો તો વારંવાર બનાવશો રીત વાંચો
- ક્યારેય ન સાંભળી હોય એવી કિચન ટીપ્સ જે તમારા કામને એકદમ સરળ બનાવી દેશે | top 10 tips
- nashta recipes બનાવી શકાય એવા ગરમા ગરમ નાસ્તા રેસીપી
- કિચન ટિપ્સ, રસોઈ ટિપ્સ જરૂર અજમાવી જુઓindian dinner ideas vegetarian
- કુલચા રોટી બનાવવાની રેસીપી plain kulcha recipe
- ઘઉંના લોટની ફરસી પૂરી બનાવવાની રીત | ફરસી પૂરી | farsi puri | puri bnavvani rit
- કાજુ કતરી બનાવવાની રીત | kaju katari | kaju katari bnavvani rit | sweet recipe
- રોજ રોજ શાકની માથા કૂટ રસાવાળાં શાકની રેસીપી નોંધી લો | આખા અઠવાડિયા દરમિયાન બનાવી શકાય તેવા રસાવાળાં શાકનું મેનુ લીસ્ટ