Saturday, April 1, 2023
Homeઅવનવુઉખાણા: લીલી બસ, લાલ સીટ અંદર કાળા બાવા બોલો હું કોણ

ઉખાણા: લીલી બસ, લાલ સીટ અંદર કાળા બાવા બોલો હું કોણ


બે માથાં અને બે પગ, જાણે એને આખું જગ, જે કોઈ આવે એની વચમાં,કપાઈ, જાય એની કચકચમાં જાણો હુ કોણ? જવાબ: કાતર……………એક પ્રાણી એવું, જે વન-વગડામાં રહેતું, મોટા-મોટા કાન, ને શરીર છે સુંવાળું જાણો હુ કોણ?જવાબ: સસલું…………..નાનું મોટું મળે ને પાણીમાં એ તરે, સૌ સવારી કરે, તેને કયું વાહન કહે? જવાબ: :હોડી-નાવડી…………..વડ જેવાં પાન, ને શેરડી જેવી પેરી, મોગરા જેવાં ફૂલ ને આંબા જેવી કેરી જાણો હુ કોણ?જવાબ: આકડો…………..હવા કરતાં હળવો હું, રંગે બહુ રૂપાળો, થોડું ખાઉં ને ધરાઈ જાઉં, વધુ ખાઉં તો ફાટી જાઉં.જાણો હુ કોણ? જવાબ: ફુગ્ગો…………..એની અછત ઝટ વરતાય એનાં વગર સૌ પરસેવે ન્હાય એને પામવા વિકલ્પો ધાય એના વગર લગીરે ના જીવાય જાણો હુ કોણ?જવાબ: હવા

હું સૂર્યમંડળનો એક સભ્ય, સૌથી સુંદર લાગું છું, પીળાશ પડતો રંગ મારો મારી ફરતે બર્ફીલા વલયો જાણો હુ કોણ? જવાબ: શનિ ગ્રહ…………..ઘરમાં મહેમાનોને દેવાય વોટમાં નેતાઓને દેવાય આરામ કરવામાં વપરાય જાણો હુ કોણ?જવાબ: ખુરશી …………..નામ બારણા સંગે આવે હવાઉજાસ ઘરમાં લાવે ઋતુઓ સામે રક્ષણ આપે કોઈને તેના વિના ના ફાવે જવાબ: – બારી…………..એ પૈસા, દરદાગીના રક્ષે કપડાં સારાં સૌ તથા મૂકે તાળું મારી સુખથી સૂએ લોકો ઘરમાં અચૂક વસાવેજાણો હુ કોણ? – તિજોરી

ચાર પાયા પર ઉપર આડી છત કરો તેના ઉપર બસ લખ લખ લખ જવાબ: – ટેબલ…………..ટન ટન બસ નાદ કરે ઘડિયાળ જોઈ સાદ કરે સ્કૂલ નિશાળે એ લટકે રણકે તો બાળકો છટકે જાણો હુ કોણ?જવાબ: – ઘંટ…………..ચારે બાજુ વૃક્ષોથી ઘેરાયો પથરાયું મુજ પર ઘાસ પશુ પક્ષીનું ઘર હું છું મને ઓળખો હું કોણ છું? જવાબ: – જંગલ…………..1] દાદા છે પણ દાદી નથી, ભાઈ છે પણ ભાભી નથી નવરો છે પણ નવરી નથી, રોજી છે પણ રોટી નથી જાણો હુ કોણ?જવાબ: દાદાભાઈ નવરોજી


મહાન છે પણ નીચ નથી. આત્મા છે પરમાત્મા નથી ગાંધી છે પણ નહેરુ નથી,
જગમાં તેનો જોટો નથી જવાબ: મહાત્મા ગાંધીજી, એ આપવાથી વધે છે. એ આવે ત્યારે જન જાગે છે એ જાય ત્યારે જન ઊંઘે છે. જવાબ:વિદ્યા


એક એવું અચરજ થાય જોજન દૂર વાતો થાય ટેલિફોન , કોમ્પુટર…………..ઉનાળુ ઊલટું ઘરે,ચોમાસે ભરાયએ આવે સુખ ઉપજે, તે સમજાવો જવાબ: સરોવર……..અગ, મગ ત્રણ પગ, લક્કડ ખાય અને પાણી પીએ. જવાબ: ઓરસિયો……….અક્કડ પાન, કડાક્ક બીડી. માંહી રમે છે કામી કીડી જવાબ: અક્ષર…………..1] લીલી બસ, લાલ સીટ અંદર કાળા બાવા તરબૂચ


આટ્યું પાટ્યું ભોંયમાં દાટ્યું, સવારે જોયું તો સોનાનું પાટ્યું જવાબ: સૂરજ…………..ખારા જળમાં બાંધી કાયા રસોઈમાં રોજ મારી માયા જનમ ધર્યાને પારા છોડા, મારા દામ તો ઊપજે થોડા જવાબ મીઠું…………. ઘેર ઘેર દીવડા પ્રગટાવ…………..ેઅમીર ગરીબ સૌ આનંદ લૂંટે વેરઝેરની આજે વાતો ભૂલાય મીઠા મોં કરી આજે સૌ મલકાય જવાબ : દિવાળી…………..
શરીર નહીં પણ જન્મે ખરી, મોં નહીં પણ કરે અવાજ જન્મી એવી ઝટ મરે જવાબ: ચપટી


ભેંસ વિયાણી પાડો પેટમાં દૂધ દરબારમાં જાય ચતુર હોય તો સમજી લ્યો મૂરખ ગોથા ખાય ! જવાબ: કેરી…………..જળનાં ફૂલ છે જે તળાવોમાં થાતાં લિંગ પર ચઢે થાય ધોળાં રાતાં જવાબ: કમળ…………..ગોળ ઓરડો અંધારો ઘોર એમાં પૂર્યાં રાતા ચોર, એ ચોરને બધાંય ખાય છે કલજુગનું કૌતુક ઑર ! જવાબ: દાડમ…………..પીળા પીળા પદમસી ને પેટમાં રાખે રસ થોડાં ટીપાં વધુ પડે તો દાંતનો કાઢે કસ ! જવાબ: લીંબુ…………..રાતા રાતા રતનજી પેટમાં રાખે પાણા વળી ગામે ગામે થાય, એને ખાય રંકને રાણા ! જવાબ: બોર…………..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments