Skip to content

દાંતના દુખાવા, લોહી નીકળવું હોય તો આયુર્વેદિક ઉપચાર

હિંગ, પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતનો દુખાવો મટે છે.
દાંત હલતા હોય અને દુઃખતા હોય તો હિંગ અથવા અક્કલગરો દાંતમાં ભરવવવાથી આરામ થાય છે. સવારના પહોરમાં કાળા તલ ખુબ ચાવીને ખાવાની ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબુત બને છે.વડની વડવાઈનું દાંતણ કરવાથી હલતાં દાંત મજબુત થાય છે. તલનું તેલ હથેળીમાં લઈ આંગળી વડે પેઢા ઉપર ઘસવાથી હલતાં દાંત મજબુત બને છે. લીંબુનો રસ દાંતના પેઢા પર મસળવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. તલના તેલનો કોગળો મોઢામાં દસ-પંદર મિનિટ ભરી રાખવાથી પાયોરિયા મટે છે અને દાંત મજબુત બને છે. ફુલાવેલી ફટકડીનો પાવડર દાંતના પેઢા પર દબાવવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. દાંતનુ પેઢું સુજી ગયું હોય તો મીઠું અને હળદર પાવડર મેળવી પેઢા પર ઘસવાથી મટે છે. દાંતનું પેઢું સુજી ગયું હોય તો મીઠાનાં ગાંગડાથી તેને ફોડી તેના પર ફુલાવેલી ફટકડી પાવડર લગાડવાથી મટે છે. તેલ, લીંબુનો રસ અને મીઠું મેળવીને દાંતે ઘસવાથી દાંતનો દુખાવો, દાંતની પીળાશ અને નીકળતું લોહી બંધ થાય છે.
સફરજનનો રસ ખાવાના સોડા સાથે મેળવી દાંતે ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે અને છારી મટે છે. દાંતમાં સડો લાગે તો મીઠાના પાણીના કોગળાં કરવાથી આરામ મળે છે. કોફીનો ઉકાળો કરી તેના કોગળા કરવાથી દાંતનો સડો અને દાંતનો દુખાવો મટે છે. રોજ સવારે મેથી પાણીમાં પલાળીને નરણેકોઠે ચાવીને ખાવાથી પાયોરિયા મટે. તુલસીના પાન ચાવવાથી અને તુલસીના પાનના ઉકાળાના કોગળા કરવાથી દાંત અને પેઢા મજબુત થાય છે. પોલી થયેલી અને કોહવાઈ ગયેલી દાંતની પોલાણમાં લવીંગ,કપુર અથવા તજ અને હિંગ વાટી ભેગું કરવાથી આરામ મળે છે.
દાંત પીળા પડી ગયા હોય તો પીરસેલું મીઠું અને ખાવાનો સોડા મેળવીને દાંતે ઘસવાથી પીળાશ મટે છે.

Leave a Comment