જન્મોજન્મનો સંગાથ પતિ-પત્ની ગામમાંથી એકસાથે ઉપડી અર્થી સૌ કોઈની આંખમાંથી આંસુ આવી ગયા.


જન્મોજન્મનો સંગાથ: ગામમાંથી એકસાથે ઉપડી પતિ-પત્નીની અર્થી , પતિ-પત્ની નો એક જ દિવસે જન્મ અને બન્નેની એકસાથે ઉઠી અર્થી પ્રભુ તેમના આત્માને શાંતિ આપે

હિન્દુ શાસ્ત્ર પ્રમાણે લગ્ન જીવનને સાત જન્મોનું બંધન માનવામાં આવે છે. ભારતીય મહિલાઓ પણ પોતાના વ્રતમાં સાત જનમ સુધી આ જ પતિ મળે તેવી કામના કરે છે. તો બીજી તરફ સમાજમાં બહુ ઓછા એવા કિસ્સા બને છે જેમા પતિ-પત્ની બન્નેની જન્મ તારીખ અને મોતની તારીખ એક જ હોય છે. પરંતુ આવી ઘટના સામે આવી છે ગુજરાતના મોરબી વિસ્તારમાં જ્યારે એક દંપત્તિના મોત બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

તેમની આંખમાંથી આસૂ સરવા લાગ્યા હતા ભગવાન એક બીજાના જોડા પસંદ કરતા હોય છે અને જીવન મરણ પણ તે જ નક્કી કરતા હોય છે. જો કે હાલમાં ટંકારા ખાતે બનેલી આ ઘટનાએ સૌને વીચારતા કરી દીધા છે. કારણ કે કોઈ પણ દંપત્તીની જન્મ તારીખ અને મોતની તારીખ ભાગ્યે જ જોવા મળે છે. અહિયાં તમામ લોકો આ દંપત્તિના આત્માને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના કરી રહ્યા છે અને આ અલૌકિક ઘટના અંગે વાત કરતા તેમની આંખમાંથી આસૂ સરવા લાગ્યા હતા.

ચાર કલાકની અંદર જ બન્ને પતિ પત્નીના મોત કારણ કે માત્ર ચાર કલાકની અંદર જ બન્ને પતિ પત્નીના મોત થતા લોકો તેમના પ્રેમ સંબંધને જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. અગ્નિની સાક્ષીએ આપેલા સાથે જીવવા મરવા કોલને આ દંપત્તિએ ચરિતાર્થ કરી બતાવ્યો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે રાજ્યના મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ગામે એક જ દિવસે જન્મેલા પતિ પત્નીનું મોત પણ એક જ દિવસે થયું છે. વલમજીભાઈના મોતના ચાર કલાક બાદ તેમના પત્ની દયાબેનનું મૃત્યુ થતા લોકો અચંભામાં પડી ગયા છે.

વલમજીભાઈ અને તેમના પત્ની દયાબેનની જન્મા તારીખ એક આ અંગે વિગતે વાત કરીએ તો મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ગામના વતની વલમજીભાઇ ગણેશભાઈ વામજા તેમની ઉંમર 58 વર્ષની હતી અને તેમના પત્નીનું નામ દયાબેન વલમજીભાઈ વામજા છે. તો બીજી તરફ નવાઈની વાત તો એ છે કે, વલમજીભાઈ અને તેમના પત્ની દયાબેનની જન્મા તારીખ એક છે અને 28 તારીખના રોજ બંને પતિ -પત્નીના એક સાથે મોત થતા મોતની તારીખ પણ એક જ થઈ ગઈ છે.

સવારે 9 વાગ્યે વલમજીભાઈનું નિધન થયું તમને જણાવી દઈએ કે 28 તારીખના સવારે 9 વાગ્યે વલમજીભાઈનું નિધન થયું હતુ ત્યારબાદ તેમના પત્ની દયાબેને પણ 1 વાગ્યાની આસપાસ આ દુનિયા છોડી સ્વર્ગ સિધાવ્યા હતા. આ બન્ને પતિ પત્નીના મૃત્યુ વચ્ચે ફકત ચાર કલાકનો સમયગાળો હતો તમને જણાવી દઈએ કે બને પતિ-પત્નીની જન્મ તારીખ 16/4/64 એક જ દિવસે છે. આવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે.