Skip to content

રાજ્યપાલને બે પ્રકારે વિવેકાધિકાર સતાઓ

રાજ્યપાલને બે પ્રકારે વિવેકાધિકાર સતાઓ પ્રાપ્ત થયેલ છે.
(૧) બંધારણીય જોગવાઈ અનુસાર. (constitutional)
(૨) પરિસ્થિતિ અનુસાર. (situational)

(1) નીચેના કિસ્સાઓમાં રાજ્યપાલને બંધારણીય વિવેકાધિકાર (Costitutional Discretion) અપાયેલ છે. રાજ્યપાલના હસ્તાક્ષર માટે આવેલ વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી શકે છે. (અનુચ્છેદ – 201). રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા અંગેની રાજ્યપાલ દ્વારા કરાતી ભલામણ. (અનુચ્છેદ -356)

જયારે નજીકના કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટકર્તા તરીકે રાજ્યપાલને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હોય. રાજ્યની વહીવટ અને ધારાકીય બાબતો સંદર્ભે મુખ્યમંત્રી પાસેથી માહિતી માંગવી. આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમની સરકારો દ્વારા તેમનાં રાજ્યોમાં ખનીજ ઉત્ખનનના પરવાનાથી પ્રાપ્ત થતી રોયલ્ટીમાંથી આદિજાતિ જિલ્લા પરિષદને આપવાની રકમ નક્કી કરવી. અહીં બંધારણ દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે, જો કોઈ બાબત રાજ્યપાલના વિવેકાધિકાર હેઠળ છે કે નહીં તેવો વિવાદ સર્જાય તો તેવા સંજોગોમાં રાજયપાલનો નિર્ણય આખરી ગણાશે અને તેમના દ્વારા કરાયેલ કોઈ પણ કાર્યની યોગ્યતાને પડકારી શકાશે નહી.

(2) પરિસ્થિતિને અનુસાર વિવેકાધીન શક્તિઓનું મૂલ્યાંકન
(i) મુખ્યમંત્રીની નિમણુંક – ચૂંટણી બાદ જયારે કોઈ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળે ત્યારે મુખ્યમંત્રીની નિમણુંક કરવા માટે અંતિમ સતા રાજ્યપાલ પાસે હોઈ છે.
આવા મુદે કર્ણાટક અને અરુણાચલ પ્રદેશમાં મુખ્યમંત્રીની નિમણુંકમાં સમાન પરિસ્થિતિમાં રાજ્ય પાસે અલગ-અલગ નિર્ણય લીધેલ હતા. જે તેના વિવેકાધીન શક્તિનો દૂરપયોગ દર્શાવે છે. (ii) રાજ્ય વિધાનસભામાં જયારે સતાધીશ પક્ષ બહુમત ગુમાવે ત્યારે રાજ્યપાલ વિધાનસભા પોતાના વિવેકાધીન નિર્ણયથી ભંગ કરી શકે.

આમ, રાજ્યપાલ એ કેન્દ્ર-રાજ્યને જોડતી કડી છે, ત્યારે “બંધારણીય નૈતિકતાના” સિદ્ધાંતો જળવાય રહે તેમજ રાજકીય સ્થિરતા અને લોકતંત્ર સુદ્રઢ બને તેવા નિર્ણયો લેવાય તેની અપેક્ષા બંધારણના ઘડવૈયાઓએ રાજ્યપાલ પાસેથી રાખી છે.

Leave a Comment