ગણીસો અડસઠમાં ભારતમાં સુવાવડ દરમ્યાન આશરે બે લાખ સ્ત્રીઓના અને પ્રતિહજાર નવજાત બાળકોએ બસો બાળકોના મરવું નોંધાયા હતા . આમ થવા પાછળનું જવાબદાર કારતું હતું એકલેમ્પસિઆ જેવી રોગજન્ય સ્થિતિ . આજની તારીખે આ રોગાવસ્થાથી થતો મૃત્યુદર જરૂર ઘટયો છે પન્ન ગ્રામ્ય વિસ્તારોમાં એકલેમ્પસિઆને કારણે થતી મૃત્યુ સંખ્યા ઓછી નથી , સગર્ભાવસ્થા દરમ્યાન કિડનીના રોગો કે શરીરમાં ચેપ ( ઈન્ડે કાન ) કરનારા વિષાણુઓની ઝેરી અસરોને કારણે સ્ત્રીઓ જીવલેણ માંદગીનો ભોગ બનતી હોય છે . એકલેમ્પસિઆ નામનો આ રોગ ધીમે – ધીમે ક્રમિક તબક્કાથી આગળ વધતો હોય છે . હાથ – પગ અને ચહેરા પર સોજા દેખાઈ રોગની શરૂઆત થાય છે . સગર્ભાવસ્થા દરમ્યાન બ્લડપ્રેશર વધીને ૧૪૦/૯૦ જેટલું ચું જાય તો એ રોગ પૂર્વે બીજું મહત્વનું લક્ષણ છે , બ્લડપ્રેશર વધવાની સાથે માથાનો દુઃખાવો , ચક્કર , ઉબકા , ઉલટી , અનિદ્રા , અશક્તિ , ગભરામણ જેવાં લક્ષણો દેખાય છે , વાત આટલેથી અટકતી નથી સગર્ભાનું વજન એકાએક વધવા માંડે છે .
પ્રતિદિન સૌ ગ્રામથી વધુ વધતું વજન એ આ રોગાવસ્થાનું ત્રીજું મહત્વનું પૂર્વલક્ષણ છે . આ સાથે લેબોરેટરીના પરિક્ષણોમાં પેશાબમાં આક્યુમીનનું પ્રમાણ વધેલું જોવા મળે છે . જો આવી અવસ્થા લાંબો સમય રહે અને તકેદારી રાખવામાં ન આવે તો ખેંચના ઉગ્ર હુમલા આવવાની શરૂઆત થાય છે , આવા હુમલો દરમ્યાન ગર્ભિણીઓ થોડી મિનિટો માટે બેભાન થઈ જાય છે . ફરી પાછી ભાનમાં આવે છે અને થોડો સમય જતાં ફરી ખેંચનો હુમલો આવે છે . એક ખેંચથી બીજી બેંચના હુમલા દરમ્યાન જો દર્દી ભાનમાં ન આવે , શરીરનું તાપમાન એક સો એકની ઉપર પહોંચી જાય , ઝાડ પેશાબ પરનું નિયંત્રણ જતું રહે તો કોમામાંસરી પડવા જેવી ગંભીર શક્યતા રહેલી છે , રોગાવસ્થાનો અંતિમ તબક્કો મૃત્યુસૂચક હોય છે . શરૂઆતમાં દેખાતા સામાન્ય લક્ષણો પ્રત્યેની બેદરકારી અને પોષણનો અભાવ – એ રોગને ઉગ્ન અવસ્થા સુધી લઈ જવા માટે મુખ્ય કારણ બનતા હોય છે , આમ ન થાયએ સારું નીચેની બાબતો ધ્યાનમાં રાખવી આવશ્યક છે . ( ૧ ) શરીરમાં કોઈપણ પ્રકારના ચેપ ( ઈન્ફકશન ) ની અવસ્થા હોય , શરદી , ઉધરસ કે વાયરલ ઈન્ટેકશન જેવી સિઝનલ સમસ્યા હોય તો એનો યોગ્ય ઉપચાર કર્યા પછી જ ગર્ભધારણ માટે પ્રયત્ન કરવો .( ૨ ) સગર્ભાવસ્થા દરમ્યાન શરીર પર સોજા દેખાય કે બ્લડપ્રેશર ઉંચું રહેતું હોય તો ખોરાકમાં નમકના પ્રમાણને ઘટાડવું . ( ૩ ) રોજીંદા ખોરાકમાં પ્રોટીનનું પર્યાપ્ત પ્રમાણ રોગ નિવારણ માટે અગત્યનું પરિબળ બને છે . સગર્ભાવસ્થા દરમ્યાન માતાના શરીરમાં નવા જીવની રચના થાય છે . ગર્ભ બંધારણ માટે જરૂરી બધાં જ પોષક દ્રવ્યો અને ખાસ કરીને એમિનો એસિડ ( પ્રોટીનનું એકમ ) માતાના રક્ત થકી બાળકને પોષણરૂપે મળે છે .
માતાના ખોરાકમાં પ્રોટીનનું પર્યાપ્ત પ્રમાણ રોગપ્રતિકારક શક્તિ વધારી બાળકના શરીરની માંસપેશીના બંધારણમાં મહત્વનો ભાગ ભજવે છે . ગર્ભકાળ દરમ્યાન પેશાબ વાટે આક્યુમીન જેવા પ્રોટીનનો વ્યય થતો હોયત્યારે પ્રોટીનવાળોયુક્તાહાર લેવો ફરજિયાત છે . શાકાહારીઓ માટે ખોરાક સાથે એક મુઠ્ઠી ફણગાવીને બાફેલા મગ અને દિવસ દરમ્યાન ઓછામાં ઓછું બે ગ્લાસ દૂધ રોજીંદા ક્રમ લેવું આવશ્યક છે . ( ૪ ) વિટામીન બી – ૧’ની અછત એકલેમ્પસિઓ થવા પાછળનું અન્ય મહત્વનું કારણ છે . હાથછડના ચોખા , દૂધ , લીલોતરીશાકભાજીમાં એનું સારું એવું પ્રમાણ છે . ભોજન સાથે ફળ – ફળાદિનો ઉપયોગ નિત્ય કરવો જોઈએ . ફળો ભોજનની શરૂઆતમાં લેવા જોઈએ . ( ૫ ) આહારના દ્રષ્ટિકોણે સેલ્યુલોઝવાળા ખોરાકની ઘણી અગત્યતા છે . ઘઉંના ફાડા , ભીંડા , કોબી અને ભાજીમાં સારા પ્રમાણમાં સેલ્યુલોઝ છે . જેમના ખોરાકમાં સેલ્યુલોઝનું પ્રમાણ ઓછું હોય એમને એકલેમ્પસિઆ થવાની શક્યતા રહેલી છે . દક્ષિણ ભારતમાં આ રોગનું પ્રમાણ વધારે હોવાનું કારણ પોલિશ કરેલા ચોખા અને મેંદાનો વધુ પડતો વપરાશ છે . જ્યારે
સગર્ભાવસ્થા દરમ્યાન લોહ , કેલ્શિયમ અને વિટામીન્સના યુક્તાહારથી રોગાવસ્થા નીવારી શકાય છે . આ સાથે ચરબી , ગળપણ અને નમકના પ્રમાણને ઘટાડવાથી સારો ફાયદો થાય છે ઈન્ડોનેશિયા જેવા દેશમાં હાથછડના ચોખાનો જ વપરાશ હોવાથી રોગનું પ્રમાણ ન્યૂનતમ છે . સગર્ભાવસ્થા દરમ્યાન લોહ , કેલ્શિયમ અને વિટામીન્સના યુક્તાહારથી મહદ્અંશે રોગાવસ્થા નીવારી શકાય છે . આ સાથે ચરબી , ગળપણ અને નમકના પ્રમાણને ઘટાડવાથી સારો ફાયદો થાય છે . ( ૬ ) દર્દીને સંપૂર્ણ આરામ આપવો જરૂરી છે . સામાન્ય રીતે , બહું પ્રકાશ નું આવતો હોય એવો ડાર્કરૂમ , વધુ પડતી ઠંડી કે ગરમી ન હોય એવું તાપમાન આ રોગાવસ્થાના દર્દી માટે સાનુકૂળ હોય છે . ઉપર જણાવેલા મુદા સાથે તબીબી સલાહ લેવી આવશ્યક છે