Skip to content

બટાકા – કોકોનટ પેટીસ બનાવવાની રેસીપી

સામગ્રી

  • ૪ નંગ મધ્યમ સાઈઝના બટાકા
  • , મીઠું . ૧ ટી.પૂન
  • વાટેલાં આદું – મરચાં
  • ૧ વાડકી ખમણેલું નાળિયેર ,
  • ચપટી તજ – લવિંગનો ભૂકો
  • ૩ ટે.સ્પન સમારેલી કોથમીર ,
  • ૨ લીલાં મરચાં , કટકો આદું ,
  • ૨ ટી.સ્પન લીંબુનો રસ ,
  • ૧ ટીસ્યુન ખાંડ , મીઠું , શેકેલા ચણા
  • ટોસ્ટનો ભૂકો , ૨ ટે.પૂન મેંદો ,

૧. બટાકાને બાફી છોલીને માવો કરવો . તેમાં મીઠું આદું મરચાં તથા થોડો ટોસ્ટનો ભૂકો ભેળવવાં . ૨. કોથમીર , લીલાં મરચાં , આદું લીંબુનો રસ , મીઠું ખાંડ , ૧ ટી.સ્પન શેકેલા ચણા ભેગા કરી ચટણી વાટવી , ચટણી કઠણ રાખવી . ૩. ખમણેલા નાળિયેરમાં જરૂરી મીઠું તથા તજ – લવિંગનો ભૂકો નાખી વાટેલી ચટણી ભેળવી પેટીસમાં ભરવાનું લીલા રંગનું પૂરણ તૈયાર કરવું ૪. બટાકાના માવામાંથી ગોળા બનાવવા . દરેકને વાડકી આકારમાં તૈયાર કરી તેમાં ચમચી પૂરણ દબાવીને મૂકવું વાડકીનું મોટું બંધ કરી પેટીસ બનાવવી . ૫ મેંદામાં પાણી નાખી પાતળું પ્રવાહી તૈયાર કરવું . ૬. દરેક પેટીસ તેમાં બોળીને ટોસ્ટના ભૂકામાં રગદોળવી . ૭. તેલ ગરમ મૂકી તેમાં પેટીસ આછી ગુલાબી તળવી .

Leave a Comment