પેટમાં ભરાતા ખરાબ ગેસની સમસ્યાને દૂર કરવાના 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપચાર

ઓડકાર એટલે પેટની ગેસ મોઢામાંથી બહાર નિકળવી. જેમાં ક્યારેક તો વિચિત્ર અવાજની સાથે ગંધ પણ આવે છે. સામાન્ય રીતે ડકાર આવવી એ કોઈ બીમારીનો સંકેત નથી. છતાં પણ આપણા સભ્ય સમાજમાં તે આવકાર્ય નથી. આ સિવાય ચીની સંસ્કૃતિમાં પણ કેટલીક સ્થિતિઓમાં ઓડકાર આવકાર્ય હોતું નથી. ઓડકાર આવવા એટલે શરમજનક સ્થિતિ અને જાપાનમાં તો તેને શિષ્ટાચાર વિરૂદ્ધ સમજવામાં આવે છે.

પશ્ચિમી સભ્યતા જેમ કે ઉત્તરી અમેરિકા, ફ્રેન્ચ અને જર્મનમાં પણ ઓડકારને અળગી નજરે જોવામાં આવે છે સાથે જે એવું પણ માનવામાં આવે છે કે જ્યારે ઓડકાર આવે તો તેના અવાજને દબાવવાનો પ્રયત્ન કરવો અને માફી માગવી.

મોઢામાં હવા જવાથી ઓડકાર આવે છે. પેટ પહેલાં અન્નનળી અને ત્યારબાદ મોઢાના માધ્યમથી ગેસ કાઢવાની કોશિશ કરે છે. અહીં ઓડકારથી રાહત મેળવવા માટે સ્પેશિયલ 15 ઘરઘથ્થૂ ઉપચાર લઈને આવ્યા છે. આ પદાર્થ તમારા રસોઈઘરમાં સરળતાથી મળી રહેશે.

આદુ: ભોજન કરતાં પહેલાં આદુનું પાઉડર, મિશ્રણ કે એક નાનો કટકો ચાવવાથી ડકારની સમસ્યાથી છુટકારો મળે છે. જો તમે આદુનો તીખો સ્વાદ સહન ન થતો હોય તો તમે આદુ અને મધની ચા બનાવીને પણ પી શકો છો. જેના માટે ઉકળતાં પાણીમાં છીણેલું આદું નાખી પછી તેમાં લીંબૂ અને મધ સ્વાદ મુજબ મિક્ષ કરવું. આ રીતે લેવાથી પેટમાં ભરાયેલો ગેસ દૂર થશે અને તેના લીધે આવતી ઓડકારમાં પણ ઝડપથી આરામ મળશે.

લીંબૂનો રસ: એક ગ્લાસ લીંબૂનું રસ અને બેકિંગ સોડા અને પાણી મિક્ષ કરીને પીવું. આનાથી ઓડકારની સમસ્યામાં આરામ મળશે. આનાથી પાચનતંત્ર પણ મજબૂત બનશે. આ પ્રાકૃતિક ઈનો તરીકે કામ કરે છે.

પપૈયું: પપૈયાના સેવનથી પણ ઓડકાર અને પેટમાં થતાં ગેસની સમસ્યાને રોકી શકાય છે. પપૈયામાં પાપિન નામનું એન્જાઈમ હોય છે, જે ગેસ્ટ્રિકની સમસ્યાઓને દૂર કતરે છે. ગેસ એ ઓડકારનું મુખ્ય કારણ હોય છે. જેથી પપૈયાને પોતાના દૈનિક ખોરાકમાં સમેલ કરવું.

દહીં: ભોજનમાં એક વાટકી દહીં ખાવું એ સામાન્ય અને પ્રાચીન ભારતીય પરંપરા છે. એનું કારણ એ છે કે દહીં પાચનશક્તિને વધારે છે. તેમાં રહેલાં બેક્ટેરિયા પેટ અને આંતરડાથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરે છે, જો તમને દહીં ન ભાવતું હોય તો તમે છાશ પણ લઈ શકો છો.

કાળું જીરું: કાળુ જીરૂ પાચનતંત્રને શાંત રાખે છે અને ઓડકારને પ્રાકૃતિક રીતે ઓછુ કરે છે. આને આમ જ અથવા સલાડમાં નાખીને પણ ખાઈ શકાય છે.

વરિયાળી અને અજમો: આ વસ્તુઓ સરળતાથી મળી રહે છે અને સસ્તી પણ હોય છે. ભોજન કર્યા બાદ આવતા ખાટા ઓડકારથી બચવા માટે થોડી વરીયાળી કે અજમો ચાવીને ખાઈ લેવા, આ બીજ વાતને ઓછું કરે છે અને ગેસને આંતરડામાંથી બહાર કાઢે છે.

એલચીવાળી ચા: એલચીની ચા પીવાથી પાચન સુધરે છે. આ ગેસ બનાવનાર પદાર્થોને પચાવવામાં મદદ કરે છે અને આ રીચે ઓડકારને પણ ઘટાડે છે. એક કપ પાણીમાં એક ચમચી એલચી પાઉડર મિક્ષ કરી તેને 10 મિનિટ સુધી ઉકાળવું. ત્યારબાદ આ પાણી જમ્યા પહેલાં લેવું.

જીરૂ: ભોજન કર્યા બાદ શેકેલું જીરૂ ખાવાથી ગેસ સંબંધી સમસ્યાઓ અને ઓડકારથી રાહત મળે છે.

પેપરમિન્ટ: ઓડકાર માટે આ એક સૌથી સારો ઘરેલૂ ઉપાય છે. એક કપ ઉકળતા પાણીમાં પેપરમિન્ટના કેટલાક પાન નાખી પાંચ મિનિટ હલાવવું. સૂતા પહેલાં આ પાણી પી લેવું, આરામ મળશે.

લસણ: લસણની એક કળી ગળી તેની પર એક ગ્લાસ પાણી પી લેવું. જો આને ખાલી પેટ લેવામાં આવે તો આ વધુ પ્રભાવશાળી હોય છે. લસણની કળી ગળવાથી પાચન અને ઓડકારમાં આરામ મળે છે.

હીંગ: એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચપટી હીંગ મિક્ષ કરીને ભોજન કરતાં પહેલાં પી લેવું. આનાથી પેટમાં ભારેપણું રહેતું હોય તો તરત આરામ મળે છે. ઓડકારથી છુટકારા માટે આ સરળ ઉપાય છે.

મેથી: મેથીના પાનને 2-3 કલાક માટે પાણીમાં પલાશી રાખવી અને ખાલી પેટે આ પાણી પી લેવું. ઓડકારની સમસ્યા માટે આ એક ઉત્તમ ઉપાય છે. આનાથી મોઢામાં તાજગી આવે છે.

સોયાબીનનું તેલ: એક બૂંદ સોયાબીન તેલમાં એક ચમચી મધ મિક્ષ કરીને તેને ભોજન કર્યા બાદ લેવું આનાથી ઓડકાર આવતા તરત બંદ થઈ જાય છે.

લવિંગના પાન: લવિંગના તાજા પાન પણ પાચનને અદભત રીતે દુરસ્ત રાખે છે. ઓડકારમાં આરામ માટે ભોજન કર્યા બાદ લવિંગના પાન ચાવીને ખાઈ જવા.
આનાથી મોઢામાં તાજગી આવે છે.