ઓનલાઈન શિક્ષણ દરમિયાન બાળકની દેખરેખ

online અભ્યાસ દરમિયાન બાળકોને સતત ફોનમાં સમય વીતે છે એના લીધે બાળકના સ્વાસ્થ્ય પર ખુબ અસર કરે છે અને બાળકના શિસ્તતાની પણ કમી થઇ જાય છે આ દરમિયાન બાળકની રૂટિન લાઇફ ડિસ્ટર્બ થાય છે જેની અસર મોટા ભાગના બાળકના યાદશક્તિ પર પડતી જોવા મળે છે જો આ online શિક્ષણ દરમિયાન દરેક માતા પિતા પોતાના બાળકના ખોરાકમાં આ વસ્તુનું ઉપયોગ કરશો તો જરૂર તમારા બાળકની યાદશક્તિ વધશે અને બાળક સ્વસ્થ અને તંદુરસ્ત બની રહેશે.

ઇંડા: ઇંડામાં પ્રોટીન ભરપુર માત્રમાં સમાયેલું હોય છે. એટલું જ નહીં ઈંડા નિયમિત ખાવાથી મગજ માટે પણ ખુબ ફાયદાકારક સાબિત થાય છે. ઇંડામાં કોલિન નામનું તત્વ પણ સમાયેલું હોય છે, જે મગજના વિકાસ અને ફંકશનને તેજ કરે છે.

અખરોટ: અખરોટ યાદશક્તિ વધારવા માટેનો મુખ્ય સ્ત્રોત છે અખરોટમાં ઓમેગા-૩ ફેટી એસિડ ભરપુર માત્રામાં સમાયેલા હોય છે. જે મગજ માટે ગુણકારી માનવામાં આવે છે. અખરોટનો આકાર મગજ જેવો જ હોય છે. નિયમિત એક અખરોટનું સેવન કરવાથી યાદશક્તિમાં સુધારો થાય છે અને ડિપ્રેશન પણ દૂર કરવામાં સહાયક છે.

પાંદડાવાળી ભાજી: લીલીછમ, તાજી પાંદડાયુક્ત ભાજીઓનું સેવન કમજોર પડેલી યાદશક્તિને વેગ આપે છે. તેમાં વિટામિન કે, લ્યૂટિન, પ્રોટીન, ફોલેટ અને બીટા કેરેટીન સમાયેલા હોય છે. જે મગજને સ્વસ્થ રાખવા માટે જાણીતા છે.

દેશી ગાયનું ઘી: સવારના નાસ્તા સાથે બાળકને એક ચમચો ઘીનું સેવન કરાવવું જોઇએ. નિયમિત કરવાથી યાદશક્તિમાં વધારો થાય છે.

ચિયા સીડસ: ચિયા સડસ બહુ નાના બિયાં હોય છે જેનો રંગ કાળો અને સફેદ હોય છે. તે મેક્સિકોમાં થાય છે.તે એક પોષક તત્વ છે. ચિયોનો અર્થ જ તાકાત થાય છે. જે સેવન કરવનારાને ઊર્જા આપે છે.

કોળાના બિયાં: કોળાના બી કચરો માનીને ફેંકશો નહિ તે ખુબ ફાયદાકારક છે કોળાનું શાક અને સફેદ કોળાની મીઠાઇ પણ ગુણકારી છે. કોળાના બિયાંનું સેવન યાદશક્તિ સુધારવા માટે કરવામાં આવતુ ંહોય છે. કોળામાં ઝિન્ક પ્રચૂર માત્રામાં સમાયેલું હોય છે. જે મેમરી પાવરને વધારે છે. સાથે સાથે તે વિચારવાની ક્ષમતાને પણ વધારે છે.

ચિયા સીડસમાં ભરપુર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટસ સમાયેલા છે. જે તમારા દિમાગ માટે ખુબ ગુણકારી સાબિત થાય છે. રોજ એક ચમચો ચિયા સીડસને પાણીમાં રાતના ભીંજવી દેવા અને સવારે આ પાણીનું સેવન કરવાથી યાદશક્તિમાં સુધારો થાય છે. આમ યાદશક્તિ વધારવામાં મદદ કરે છે

ડાર્ક ચોકલેટ: બાળકોને ચોકલેટ ખુબ પ્રિય હોય છે ડાર્ક ચોકલેટને હવે સુપરફૂડસમાં ગણતરી કરવામાં આવે છે. વિશેષજ્ઞાોના અનુસાર, ડાર્ક ચોકલેટનો દરેક ટુકડો હૃદયને સ્વસ્થરાખવા અને મગજના ફંરશનને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. ન્યૂટ્રિશિયનના અનુસાર, ડાર્ક ડોકલેટમાં વિવિધ પ્રકારના ફાઇબર અને મિનરલ્સ સમાયેલા હોય છે. જેવા કે ઓલિક એસિડ, સ્ટેરિક એસિડ અને પામિટિક એસિડ. ડાર્ક ચોકલેટમાં ઘણા કાર્બોનિત યોગિક જોવા મળે છે, જે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે અને શરીરમાં રક્તસંચારને વ્યવસ્થિત કરે છે.ડાર્ક ચોકલેટમાં સમાયેલ ફ્લેનોલ્સ બ્લડ પ્રેશરને ઓછું કરવા માટેજાણીતું છે. તેમજ તે હૃદય અને મગજ સુધી પહોંચાડનારા રક્તને સ્વચ્છ કરે છે. જેથી હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. તે કેન્સરના ખતરાને પણ ઓછું કરવા માટે કારગર છે. આમ યાદશક્તિ વધારવામાં મદદ કરે છે

ગ્રીન ટી: ગ્રીન ટી મગજ માટે ગુણકારી છે. ગ્રીન ટીમાં એન્ટી ઓક્સીડન્ટસ જોવા મળે છે. દિવસ દરમિયાન ૨-૩ કપ ગ્રીન ટી પીવાથી યાદશક્તિ વધે છે. એના સેવનથી બોડી રિલેક્સ થાય છે. ઉપરાંત ઇમ્યૂન સિસ્ટમને સુધારે છે,તેમજ નિંદ્રા પણ સારી આવે છે.તેમાં સમાયેલ કેફીન બ્રેન ફંકશનનને વધારે છે. તેના સેવનથી સતર્કતા, સ્મૃતિ અને ફોકસ કરવાની ક્રિયાઓ ઝડપી થાય છે. આમ યાદશક્તિ વધારવામાં મદદ કરે છે

બ્રોકલી: મગજ માટે બ્રોકલી ફાયદાકારક સાબિત થાય છે. બ્રોકલીમાં ઓમેગા-૩ ફેટી એસિડ, ફ્લેવોનાઇડ, વિટામિન ઇ, આર્યન અને કોપર જેવા પોષક તત્વો સમાયેલા છે.જે મગજને તેજ કરવા અને કાર્યક્ષમતાને વધારવામાં મદદગાર સાબિત થયું છે.

જાંબુ, સ્ટ્રોબેરી,શેતુર, દ્રાક્ષ અને કરમદા: બેરી તરીકે ઓળખાતા જાંબુ, સ્ટ્રોબેરી, શેતુર, કરમદા, ક્રેનબેરી, બ્લ્યુ બેરી આ બધા ફ્રુટ યાદશક્તિ વધારવા માટે ખુબ પ્રચલિત આ બધા ફ્રુટમાં ભરપુર માત્રામાં મેગ્નીઝ, વિટામિન સી, વિટામિન કે અને ફાઇબર ભરપુર માત્રામાં સમાયેલા છે. બેરીમાં એન્ટી ઓક્સીડન્ટ ફ્લેવોનોએડ્સ પણ સમાયેલું હોય છે. જે બ્રેન સેલ્સને(મગજના સેલ) મજબૂત કરે છે. મગજની શક્તિને વધારે છે. આમ યાદશક્તિ વધારવામાં મદદ કરે છે

દાડમ: મેમરી શાર્પ કરવામાટે દાડમ પણ અસરકારક છે. દાડમમાં સૌથી વધુ અધિક પોષક તત્વ હોય છે. દાડમ ખાવાથી ફક્ત હેમોગ્લોબિન જ નહીં પરંતુ યાદશક્તિ વધારવામાં મદદ કરે છે