Skip to content

ઉનાળાની સિઝનમાં ચોકલેટ આઇસક્રીમ બનાવવાની રીત

ચોકલેટ આઇસક્રીમ બનાવવાની રીત » ૧. એક નાના બાઉલમાં કોર્નફ્લોરા ને ૨ ટેબલસ્પન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી તેને બાજુ પર રાખો .

૨. એક પહોળા નૉન – સ્ટિક પેનમાં ચોકલેટ અને ૧/૨ કપ દૂધ મેળવી ધીમા તાપ પર સતત હલાવતા રહી ૨ મિનિટ સુધી ગરમ કરી લીધા પછી તેને બાજુ પર રાખો .

૩. બીજા પહોળા નૉન સ્ટિક પેનમાં બાકી રહેલા ૨ કપ દૂધમાં સાકર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર પાંચ મિનિટ સુધી વચ્ચે – વચ્ચે હલાવતા રહી ગરમ કરી લો .

૪. પછી તેમાં કોર્નફ્લોર – પાણીનું મિશ્રણ મેળવી , સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વધુ ૩ મિનિટ સુધી વચ્ચે – વચ્ચે હલાવતા રહી ગરમ કરી લો . ૫. તે પછી તેમાં તૈયાર કરેલું ચોકલેટનું મિશ્રણ ઉમેરી સારી રીતે મિક્સ કરી લીધા પછી તેને સંપૂર્ણ ઠંડું થવા દો .

૬. જ્યારે સંપૂર્ણ ઠંડું થઇ જાય , ત્યારે તેમાં તાજું ક્રીમ અને વેનિલા એસેન્સ મેળવી સારી રીતે મિક્સ કરી લો . ૭. આ મિશ્રણને એક છીછરા એલ્યુમિનિયમના વાસણમાં રેડી , તેને એલ્યુમિનિયમ ફેઇલ વડે ઢાંકી ફ્રિીજરમાં ૬ કલાક સુધી અથવા તો તે થોડું જામી જાય ત્યાં સુધી રાખી મૂકો .

૮. તે પછી આ મિશ્રણને મિક્સરમાં ફ્ટવી સુંવાળું બનાવી લો . હવે ફ્રીથી એ એલ્યુમિનિયમના છીછરા વાસણમાં આ મિશ્રણને રેડી , તેને એલ્યુમિનિયમ ફેઇલ વડે ઢાંકી ફ્રી ફ્રીજરેમાં ૧૦ કલાક અથવા તો તે બરોબર જામીને આઇસક્રીમ બને ત્યાં સુધી રાખી મૂકો . ૧૦. સ્કૂપ વડે કાઢીને પીરસો . જ

Leave a Comment