સૌથી ઊંચા ધોધની મુલાકાત લો વોટર પાર્ક ભૂલી જશો

મેઘાલયના ચેરાપૂંજી નજીક આવેલો ધોધ નોહાકાલીકાય ૩૪૦ મીટરની ઊંચાઈથી પડે છે . દેશનો આ સૌથી ઊંચો ધોધ ૨૩ મીટર પહોળો છે . આ ધોધ દરિયાની સપાટીથી ૧૨૩૯ મીટરની ઊંચાઈએ આવેલો છે . ચેરાપૂંજી સૌથી વધુ વરસાદ માટે પણ જાણીતું છે . નોહકાલીકાય ધોધ સાથે કા લિકાઈ નામની મહિલાની દંતકથા વણાયેલી છે . તેના નામ પરથી આ ધોધનું નામ નોહકાલીકાય પડેલું

આ ધોધ જ્યાં પડે છે તે સ્થળે એકઠું થયેલું પાણી લીલા રંગનું હોય છે.ઊંચા ખડકો અને ગાઢ જંગલો વચ્ચે આવેલો આ ધોધ દુર્ગમ છે . આ ધોધ શિલોંગથી પ ૩ ક્લિોમીટરના અંતરે છે ચેરાપૂંજીના જંગલો ભારે વરસાદને કારણે સમૃધ્ધ છે . ચેરાપૂંજી આસપાસા અનેક ધોધ છે . ખસ હિલ્સ ઉપર આવેલી ઈકો પાર્ક , દાઈનથેલેના ધોધ , ક્રેમની ગુફાઓ વગેરે જોવા લાયક સ્થળો છે . રામકૃષ્ણ મિશન પણ આ સ્થળે આવેલું છે . વૃક્ષોના જીવંત મળિ ય | ન | બનેલા પૂલો અહીં જોવા મળે છે

Leave a Comment