Skip to content

દવા લેવા છતાં ઉધરસ મટતી નથી તો આ દેશી ઉપચાર જરૂર કરજો

દવા છતાં ઉધરસ નથી મટતી ? આ ઉપાય અજમાવો વાતાવરણમાં ફેરફાર થાય એટલે ઉધરસની સમસ્યા સતાવવા લાગે છે. કેટલીક વખત ઉધરસ થોડા દિવસમાં મટી જાય છે પરંતુ કેટલીક વાર ઉધરસ લાંબો સમય ચાલે છે. ઉધરસમાં ઘણી વખત દવા કે સિરપ પણ અસર કરતા નથી. જો તમે ઉધરસના કારણે પરેશાન થઈ ગયા છો અને દવા કર્યા પછી પણ ઉધરસ મટતી નથી તો તમને કેટલાક દેશી ઉપચાર વિશે જણાવીએ.

આ ઉપચાર કરવાથી ઉધરસથી છુટકારો મળે છે. આદું અતે મીઠુ જો તમે વધારે પડતી ઉધરસ આવવાથી પરેશાન થઈ જાઓ છો તો આદુંના નાના નાના ટુકડા કરી તેના ઉપર થોડું નમક છાંટીને પોતાના મોઢામાં રાખી અને ધીરે ધીરે ચાવો. ધીરે ધીરે આદુંના રસને ગળેથી ઉતારતા રહો આમ કરવાથી પાંચથી દસ મિનિટમાં જ તમને ઉધરસથી રાહત મળી જશે.


મરી અને મધ ઉધરસથી છુટકારો મેળવવા માટે મરી અને મધ પણ ખૂબ જ ઉપયોગી છે. દવા કર્યા છતાં પણ તમને ઉધરસ મટતી ન હોય તો ચાર પાંચ મરીના દાણાને પીસી તેના પાઉડરમાં થોડું મધ ઉમેરીને તેને ચાટી જવું. દિવસમાં બેથી ત્રણ વખત આવું કરવાથી ઉધરસ મટી જાય છે. આદું અતે મધ સૂકી ઉધરસથી આદું અને મધ તુરંત જ રાહત અપાવે છે. આદુંનો રસ કાઢી તેમાં મધ અને મુલેઠી પાઉડર ઉમેરીને તેનું સેવન કરવું.

આ દેશી ઉપચાર કરવાથી ઉધરસ તુરંત મટે છે અને સાથે જ ઇમ્યુનિટી પણ સુધરે છે. ગરમ પાણી અતે મધ જો ઉધરસના કારણે ગળામાં દુખાવો થતો હોય તો હૂંફાળા ગરમ પાણીમાં એક ચમચી મધ ઉમેરીને તેને પીવાનું રાખો. આમ કરવાથી ગળાનો દુખાવો
પણ મટશે અને ઉધરસ પણ મટી જશે.

Leave a Comment