HomeHealth tipsજૂના શ્વાસ- દમના રોગીઓ માટે આજના સમયમાં આયુર્વેદ જ બેસ્ટ છે

જૂના શ્વાસ- દમના રોગીઓ માટે આજના સમયમાં આયુર્વેદ જ બેસ્ટ છે

આપણે જોઈએ છીએ કે , સમગ્ર આ વિશ્વ અત્યારે એક ભયાનક મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે . માત્ર એક પ્રજાતિના વાઈરલ ઈન્વેક્શને આખા માનવસમાજને જાણે કે એક મોટા સાણસામાં જકડી લીધો છે . આધુનિક અને પ્રાચીન આરોગ્ય ચિંતન વૈધ પ્રશાંત ગોદાની તબીબી શાસ્ત્રના ચિકિત્સકો એના પ્રતિકાર માટે ઝઝૂમી રહ્યા છે . આવા સમયમાં જે દર્દીઓ આવા ઇન્ફેકશન ગ્રસિત છે અને સાથે કેટલીક અન્ય બીમારીઓ ડાયાબિટીસ , હાઈ બી.પી અસ્થમા – દમ વગેરે ) થી પહેલેથી પીડિત છે તેમને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે . આવા રોગીઓમાં સૌથી વધુ જોવા મળતાં સ્વાસસંબંધી લક્ષણોમાં ઉપયોગી થઈ શકે તેવા થોડા સામાન્ય આયુર્વેદિક ઉપચારો જોઈએ . અહીં એક વસ્તુ તરફ અવશ્ય ધ્યાન દોરીશ કે , આયુર્વેદમાં શ્વાસરોગ અંતર્ગત દર્શાવાયેલા કેટલાક ઉપચારો કોરોના વાયરસના ઈન્ટેશન સામે લડવા માટે ઘણા જ સહાયક બને તેમ છે .

જે સાથે જૂના સ્વાસ- દમના રોગીઓને ધ્યાનમાં રાખીને તેમને પણ ઉપયોગી થાય તેવા ઉપચારક્રમનું નિરૂપણ કરીશ . શ્વાસ ચડવો , દમ ચડવો કે શ્વાસ રોગ એક એવી અવસ્થા છે કે , જેમાં રોગીને શ્વાસ લેવા – મૂકવામાં કષ્ટ પડે છે . બહારથી લાગતા ચેપથી કે અસભ્ય પદાર્થોના શ્વાસમાં જવાથી શ્વાસનળીઓમાં સોજો આવતા તે અંદરથી સાંકડી થતાં શ્વાસ લેવા – મૂકવામાં આવી તકલીફ અનુભવાય છે . આપણી રોગપ્રતિકારક શક્તિની અધિક પ્રતિક્રિયાથી આ સ્થિતિ વધુ વણસે છે અને ઘણીવાર દર્દીને ઓક્સિજન અને ઔષધો આપવાની જરૂરિયાત ઊભી થાય છે . આ રોગ સ્થિતિની ઉત્પત્તિના ત્રણ પ્રકારો પાડી શકાય છે . શ્વાસનળીઓથી ચડતો શ્વાસ- દમ , હૃદયની વિકૃતિથી ચડતો શ્વાસ – દમ અને કિડનીની વિકૃતિથી ચડતો શ્વાસ – દમ અહીં શ્વાસનળીઓને લીધે થતા દમ કે સ્વાસ રોગ વિશે જોઈશું . કોઈ બહારનાં તત્ત્વો કે આહારમાંનાં તત્ત્વો – પ્રોટીન , વિષાણુના ચેપ વગેરે પ્રતિ જ્યારે આપણું શરીર જે શક્તિ દ્વારા વિરોધી ક્રિયા આરંભે તેને આપણે રોગપ્રતિકારક શક્તિ કહીએ છીએ . આ શક્તિ જ્યારે આવાં પ્રતિદ્રવ્યો સામે શરીરને સુરક્ષિત રાખવા અધિક ને અધિક પ્રતિક્રિયાઓ કરે અને આ અવસ્થા વધીને એવા તબક્કા પર પહોંચે છે કે જ્યાં આ બંને વચ્ચેની લડાઈ દર્દીને પોતાને વસમી પડે છે . વાયરસના ચેપ સિવાયની ઘટનામાં હવામાં ઊડતા અનેક પદાર્થો – સૂમ તત્ત્વો ધ્વાસ દ્વારા ફેફસામાં જવાથી એલર્જી ઉત્પન્ન કરીને સ્વાસાવરોધ કરે છે . આવા સ્વાસાવરોધને એલર્જિક અસ્થમા કહેવામાં આવે છે . શ્વાસના દર્દીઓને એલર્જી કરતા પદાર્થો , ભિન્ન દર્દીઓમાં વિભિન્ન હોય છે . આ તત્ત્વો શ્વાસમાં જવાથી તે શરીરને માફક ન આવતાં હોવાથી શરીર તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે . આવાં તત્વો સ્વાસમાં જતાં શરદી થાય છે અને તેનાથી દમ પણ થઈ શકે કેટલીક વાર આ તત્ત્વો શરીરને એટલાં બધાં અસામ્ય હોય છે કે થોડા સમયમાં જ દમનો હુમલો આવે છે . ઉપચાર • આ અવસ્થા – રોગને ઉત્પન્ન કરતાં કારણો વાઈરલ , ઈન્વેક્શન , વાતાવરણજન્ય આહારજન્ય , કોઈ શારીરિક રોગજન્ય કે માનસિક હોય તો તેને શોધી કાઢીને દૂર કરવા ( અથવા સારી જાતના માસ્ક વગેરેનો ઉપયોગ તે આ રોગનો સરળ ઉપચાર પ્રતિકાર ) છે .

ચોસઠ પ્રહરી પીપર અથવા ત્રિકટુ ચૂર્ણ બે ગ્રામ જેટલું એક ચમચી મધમાં મિશ્ર કરી દિવસમાં ત્રણ વખત ચાટવું . જે શ્વસનમાર્ગને સ્વચ્છ કરીને પ્રાણવાયુના આવાગમનમાં સરળતા કરી આપે છે . તથા વાઈરલ ચેપ કે અન્ય કોઈપણ જાતના સંક્રમણને લાગતા પણ અટકાવે છે . વાસારિષ્ટ કે કનકાસવ ૪-૫ ચમચી લઈ તેમાં એટલું જ પાણી ઉમેરી દિવસમાં ત્રણ વાર પીવો . જે પાચનને ધારી શ્વસનતંત્રને બળ આપે છે .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

paneer biryani recipe : how to make restaurant style paneer biryani

restaurant style paneer biryani recipe: material use for making paneer biryani recipe simple method home made , this is teasty recipe and instant dinner...

social media Your opinion: Children should be kept away from social media give feedback possitive effect and negative effect

social media: Parents Say, 'Satan Loves Mobiles More Than Us' give possitive effect and negative effect social media In Australia, children under the age of...

ekyc ration card: ઘરે બેઠા e-KYC કરવાની પદ્ધતિ | my ration app | ration card me ekyc kaise kare

ekyc ration card: ઘરે બેઠા e-KYC કરવાની પદ્ધતિ | my ration app | ration card me ekyc kaise kare My Ration Application કેવી રીતે download...