ઉ નાળો આવે એટલે ડીહાઈડ્રેશનની સમસ્યા વધી જતી હોય છે . આપણે આપણાં કામમાં એટલા વ્યસ્ત થઇ જઇ એ છીએ કે સમયસર પાણી પીવાનું ભૂલી જાય છી . ખૂબ તરસ લાગે અને ગળું સુકાવા લાગે ત્યારે જ પાણી પીવાનું યાદ આવે છે , પરિણામે ડીહાઈડ્રેશનની સમસ્યા થઇ જતિ હોય છે . એ જ રીતે શરીર ઉપર અળાઈ થવાની સમસ્યા પણ commen થઇ જતી હોય છે . ગરમીની અસર શરીર ઉપર અળાઇ સ્વરૂપે વર્તાવા લાગતી હોય છે . ખાસ કરીને નાના બાળકોને અળાઈની તકલીફ ખૂબ જોવા મળે છે , ત્યારે અમુક ઘરેલુ ઉપાય દ્વારા તમે તેના ઉપચાર કરી શકો છો .
અળાઈ મટાડવાના ઘરેલુ ઉપચાર જાણી લઇએ ઠંડું દહીં અળાઈઓથી છુટકારો મેળવવા માટે ઠંડું દહીં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે . અડધા બાઉલ ઠંડા દહીંમાં ફુદીનાના પાઉડરને મિક્સ કરો . આ પેસ્ટને અળાઈઓ પર હળવા હાથથી લગાવો . આશરે વીસ મિનિટ તેને શરીર ઉપર રાખ્યા પછી સ્નાન કરો . આ પેસ્ટ દિવસમાં બે વખત લગાવી શકાય છે . ફુદીનાનો પાઉડર પણ જાતે જ ઘરમાં બનાવી શકાય છે . ફુદીનો સૂકવીને તેને ક્રશ કરી લેવાથી તે પાઉડર તૈયાર થઇ જશે . બરફ જો અળાઈની સમસ્યા વધે તો બરફના ૨ અથવા ૩ ટુકડા સુતરાઉ કાપડમાં બાંધી લો . હળવા હાથે તેનાથી અળાઈઓ ઉપર માલિશ કરો . આ ઉપાય અજમાવવાથી તમને ૫-૧૦ મિનિટમાં આરામ મળી જશે
તેમજ બળતરા થતી હોય તો પણ રાહત થશે . સામાન્ય રીતે લોકોનું માનવું છે કે પપૈયું ઉનાળામાં ખાવાથી ગરમ પડે છે , પણ તે અળાઇ માટે ગુણકારી માનવામાં આવે છે , તેને ખાવાનું નથી પણ તેને શરીર પર લગાવવું ગુણકારી છે . અળાઈઓ પર તે લગાવવા પાકેલા પપૈયાના ટુકડાની પેસ્ટ બનાવો . તેમાં ઘઉંનો લોટ ઉમેરો . હવે આ પેસ્ટને શરીરના જે ભાગમાં અળાઇ થઇ હોય તેની પર લગાવો અને હળવા હાથે માલિશ કરો આશરે પંદર મિનિટ માલિશ કર્યા બાદ સ્નાન કરો . આ ઉપાય તમને ઘણો આરામ આપશે . પપૈયું તમારી ત્વચાને ઠંડી કરશે અને ઘઉંનો લોટ મૃત કોષોથી છુટકારો મેળવવામાં મદદ કરશે . આ પેસ્ટ દિવસમાં બે વાર વાપરી શકાય છે કાકડી એક કાકડીને ક્રશ કરી તેમાં ચંદન પાઉડર મિક્સ કરી પેસ્ટ બનાવી લેવી . પેસ્ટ બન્યા બાદ તેને થોડીવાર ફ્રીજમાં રાખવી . એક વાર તે ઠંડું થઈ જાય પછી તેને અળાઈઓ પર લગાવો અને સુકાવા દો . સુકાઈ જાય એટલે સ્નાન કરી લો . તેનાથી ત્વચા ઉપર ઠંડક લાગશે અને અળાઈની સમસ્યા પણ દૂર થશે .
રસોઈ કરતી વખતે વઘારમાં ડુંગળી અને લસણનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. આ સિવાય એક ગ્લાસ પાણીમાં લીંબુ નીચોવો અને તેમાં ખીરુ કાકડીની એક સ્લાઈસ પલાળીને અળાઈઓ પર 10 મિનિટ સુધી લગાવો. આમ કરવાથી ઘણી રાહત મળશે….
5 ચમચી પાણીમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરો. તેને અળાઈઓ પર લગાવો અને 20 મિનિટ પછી ધોઈ નાખો. દિવસમાં 2 વાર આમ કરો……..લીમડાના 20-30 પાનને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. પાણી ઠંડુ થયા પછી અળાઈઓ પર લગાવો. થોડાક સમય પછી નાહી લો. રોજ આમ કરવાથી અળાઈઓમાં તો ફાયદો થશે જ, સ્કિનને લગતી બીજી કોઈ સમસ્યા પણ નહીં થાય.