માસુમ બાળકને રસ્તે રઝડતો મુકનાર પીતા કોણ છે

 હ્રદયને હચમચાવી દે તેવી આ ઘટના બની છે. ગાંધીનગરમાં માસૂમ આ બાળકને સ્વામિનારાયણ ગૌશાળા પાસે મૂકીને એક અજાણ્યો શખ્સ ફરાર થઈ ગય. માનવતાનું મોત થયું હોય તેવી આ ઘટનાથી ચકચાર મચી ગયો છે . માસૂમ બાળકને રસ્તે રઝળતું મૂકીને ફરાર થતો હોવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. રસ્તા પર રઝળતી હાલતમાં બાળક મળી આવ્યું. જેથી હવે બાળકના માતા-પિતા કોણ છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. 

બાળકના વાલીને શોધવા માટે 100 થી વધુ પોલીસને કામે લગાડી દેવાયા હતા. જેમાં પોલીસની 8 ટીમ તૈયાર કરાઈ હતી. જેમાં એલ.સી.બી અને એસ.ઓ.જી.ની 4 ટીમ,  2 ટીમ મહિલા પોલીસ અને 2 સ્થાનિક પોલીસની ટીમ પણ સામેલ હતી.  તો ગાંધીનગર વોર્ડ નંબર-2નાં કોર્પોરેટર દીપ્તિબેન પટેલ યશોદા માની જેમ બાળકની સારસંભાળ રાખી રહ્યાં છે. મહિલા કોર્પોરેટર સિવિલમાં સંભાળ રાખવા બાળક સાથે આખી રાત રહ્યાં હતાં. તેમણે કહ્યું કે તેના વાલી નહીં મળે ત્યાં સુધી બાળકનું ધ્યાન રાખીશ. 11 માસનું આ બાળક જોતા જ ગમી જાય તેટલું સુંદર છે અને તે સદા હસતું રહેતું હોવાથી તેનું નામ હાલ સ્મિત રાખવામાં આવ્યું હતું.

સચિને ગર્લફ્રેંડ સાથે મોજ તો કરી પરંતુ બાળક આવતા ઘરકંકાસ ચાલુ થયો અને પછી…

 મામલો એટલો હાઇપ્રોફાઇલ બની ગયો હતો કે, ગૃહમંત્રી પોતે દોડી આવ્યા હતા અને તત્કાલ પોલીસને આ બાળકના પિતાને શોધવા માટે અપીલ કરવામાં આવી હતી. પોલીસની મહેનત આખરે રંગ પણ લાવી હતી. તેનો પિતા સચિન દીક્ષિત હોવાનું સામે આવ્યું છે. તે સેક્ટર 26 માં રહેતો હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર SP મયુર ચાવડાએ આ અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે, પતિ-પત્નીના ઝગડામાં બાળકને તરછોડવામાં આવ્યું હોવાનું સામેં આવ્યું છે. ઘરકંકાસથી કંટાળીને આ આત્યાંતિક પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.  ટુંક જ સમયમાં ગૃહમંત્રી આ અંગે પત્રકાર પરિષદ આયોજીત કરી શકે છે. 

સચિનને પોતાની girl friend સાથે બાળક મુદ્દે ઝગડો થતો હતો આથી તે પોતાના બાળકને લઇને નિકળ્યો હતો. ત્યારબાદ પેથાપુર ગૌશાળા પાસે બાળકને મુકીને ફરાર થઇ ગયો હતો. પોતાના ઘરે જઇને સીધો જ તે પત્નીને લઇને પોતાના સસુરાલ કોટા ખાતે ફરાર થઇ ગયો હતો. જો કે આ સમગ્ર ઘટનાક્રમથી તેની સાચી પત્ની અજાણ હતી. ગુજરાત પોલીસ દ્વારા પતિ પત્ની બંન્નેને ઝડપી લેવામાં આવ્યા છે. તપાસ બાદ જ આ સમગ્ર મામલો સાચી રીતે ખુલશે. હાલ તો પોલીસ આ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે. 

સચિન નંદકુમાર દીક્ષિત નામનો આ વ્યક્તિ GJ 01 KL 7363 નંબરની four wheel ગાડી પર આવ્યો હતો અને બાળકને મુકીને ભાગી ગયો હતો. હાલ તે D-35, ગ્રીનસીટીની સામે સેક્ટર 26માં રહેતો હતો એવુ સામે આવ્યું છે . પતિ પત્ની વચ્ચે ના ઝગડામાં તે પોતાના બાળકને મુકીને ફરાર થઇ ગયો હતો એવુ અવલોકન કર્યું છે . આ સચિન દીક્ષિત વડોદરાની એક ખાનગી કંપનીમાં job કરે છે. તે મધ્યપ્રદેશનો વતની છે અને તે પોતાના બાળકને મુકીને કોટા જતો રહ્યો હતો. પોલીસે તેની કોટાથી ધરપકડ કરી લીધી છે.