42માં બંધારણીય સુધારા, 1976ને “નાનું બંધારણ” કહેવામાં આવે છે કારણ કે તેમાં બહુઆયામી મોટા પાયે સુધારા થયા હતા જે નીચે મુજબ છે. મૂળભૂત પરિવર્તનો a) સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડીતતા શબ્દો આમુખમાં ઉમેરવામાં આવ્યા. b) ભાગ-4(ક) નો સમાવેશ કરીને મૂળભૂત ફરજોને બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું. c) 7 મી અનુસૂચિનો 5 વિષયો રાજ્યયાદી માંથી સમવર્તી સૂચીમાં હસ્તાંતરિત થયા. સંસદીય પ્રણાલીમાં થયેલા સુધારા a) લોકસભા અને વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષથી વધારી 6 વર્ષ કરવામાં આવ્યો. b) કેબિનેટની સલાહ રાષ્ટ્રપતિ માટે બાધ્યકારી બનાવવામાં આવી. c) વર્ષ 1971ની વસ્તીગણતરીના આધારે વર્ષ 2001 સુધી લોકસભા અને વિધાનસભાની સીટોની સંખ્યા નક્કી કરવામાં આવી.
ન્યાય પ્રણાલીમાં સુધારો a) બંધારણીય સુધારાને ન્યાયિક સમીક્ષાથી બહાર રાખવામાં આવ્યો. b) સુપ્રીમ અને હાઈકોર્ટના ન્યાયિક સમીક્ષા અને રીટના ક્ષેત્રમાં ઘટાડો કરવામાં આવ્યો. c) ભાગ-4(A) વહીવટી ટ્રીબ્યુનલ ઉમેરાયો. DPSP a) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ અનુ.- 39(A) – મફત કાનૂની સહાય, તેમજ અનુ. – 48(A) – પર્યાવરણ અને વનસંરક્ષણ ઉમેરાયા. b) રાજ્યના નીતિ નિર્દેશક તત્વોના અમલ માટેના કાયદાઓને જો તે ભાગ-3 ના અધિકારોનું ઉલ્લંઘન કરતા હોય તે આધારે પડકારી શકાશે નહીં. રાજ્ય અને કેન્દ્ર સંબંધી a) રાજ્યમાં કાનૂન અને વ્યવસ્થા જાળવવા માટે કેન્દ્ર સૈન્ય બળ મોકલી શકશે.[અનુ. 257(A)] કટોકટીva) ભારતના કોઈ એક ભાગમાં કટોકટીની ઘોષણા થઈ શકશે. b) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનનો સમય ગાળો એક વખતમાં 6 મહિનાથી વધારીને 1 વર્ષ કરી શકાશે. સાર આ સુધારો બંધારણનું મૂળ સ્વરૂપ હોય, રાજ્ય-કેન્દ્રના સંબંધો હોય કે પછી ન્યાયપાલિકા સંબંધી જોગવાઈ હોય એમ લગભગ બંધારણના તમામ ભાગોને અસરકર્તા છે. આથી કહી શકાય કે 42 મો સુધારોએ “નાનું બંધારણ” છે. ત્યારબાદ 44માં બંધારણીય સુધારા દ્વારા, 1978માં 42માં સુધારાના ઘણા પ્રાવધાનો રદ કરાયા.