Skip to content

ઓવન વગર ઘરે બનાવો બેકરી જેવી નાન ખટાઈ આસન રીત વાંચો

બેકરી જેવી નાન ખટાઈ જરૂરી સામગ્રી :

૧/૨ કપ થીજેલું ઘી , ૧/૨ કપ દળેલી ખાંડ , ૧ કપ મેંદો , ૧/૨ કપ બેસન , ૧/૪ કપ ઝીણી સૂજી , ૧/૨ ચમચી બેકિંગ પાઉડર , ૧/૨ ચમચી બેકિંગ સોડા , ૧ ચપટીમીઠું , ૧ ચમચી ઇલાયચી પાઉડર , ૧ ટેબલસ્પૂન કાજુ બદામ નો કકરો ભૂકો , ૩-૪ ટેબલસ્પૂન દૂધ,લોટ બાંધવા (optional) , ૧ ચમચી કાજુ બદામ ની કતરણ

બેકરી જેવી નાન ખટાઈ બનાવવાની રીત :

એક મોટા વાસણ માં ઘી અને ખાંડ લઈ વિસ્કર થી ખુબ ફિણવું.(વ્હાઇટ કલર નું fluffy થઈ જશે), ત્યાર બાદ તેમાં મેંદો,બેસન,સૂજી, બેકીંગ પાઉડર,બેકીંગ સોડા અને મીઠું નાખી ચાળી ને મિક્સ કરી લેવું,હવે તેમાં ઇલાયચી પાઉડર અને કાજુ બદામ નો કકરો ભૂકો એડ કરી જરુર મુજબ દૂધ ઉમેરી મિડીયમ સોફ્ટ લોટ બાંધી ૧૦ મિનિટ નો rest આપવો.. હવે ઓવન ને ૧૮૦ ડિગ્રી પર ૧૦ મિનિટ માટે પ્રિ હિટ કરી લેવું અને લોટ માં થી એક સરખા (પૂરી ના લૂઆ જેવડા) લૂઆ કરી રાઉન્ડ બોલ કરી ઉપર એક એક કાજુ કે બદામ ની કતરણ ચોટાડી બેકિંગ ટ્રે માં છૂટા છૂટા ગોઠવી બેક કરવા મૂકી દેવા.. ૧૨ થી ૧૫ મિનિટ માં નાન ખટાઇ બેક થઈ જશે. બહાર કાઢી,ઠંડી કરી એર ટાઇટ જાર માં ભરી લેવી.. તો, તૈયાર છે આપણી yummy n delicious
નાન ખટાઈ..

ઓવન વગર નાન ખટાઈ શેકવા માટે : સૌ પ્રથમ એક કડાઈમાં મીઠું અને રેતી ગેસ પર ગરમ કરવા મુકો અને ગરમ થઈ જાય એટલે એક ડીસમાં બનાવેલ લુવા મુકીને ગરમ કરેલ રેતીમાં સ્ટેન્ડ રાખીને ડીશ માં રાખેલ લુઆ શેકવામાં મુકો જેમ તમે dhokara બનાવો છો તે રીતે પરંતુ આમાં તમારે પાણીને બદલે રેતી અને મીઠું લેવાનું છે થોડી વાર પછી તપાસો બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકવા ડો તો તૈયાર છે બેકરી જેવી નાન ખટાઈ

Leave a Comment