બાળકોને મનપસંદ ચાટ પૂરી બનાવવા જરૂરી સામગ્રી :
પુરી બનાવવા માટે:- 1 વાટકો ઘઉં નો લોટ , ચપટી જીરું , મીઠું સ્વાદાનુસાર , ૧ ચમચો તેલ મોણ માટે , મસાલો બનવા માટે:- , ૩-૪ નંગ બાફેલા બટાકા , ૧ ચમચી લાલ મરચું , મીઠું સ્વાદાનુસાર , સજાવટ માટે:- , ડુંગળી સમારેલી , સેવ , કોથમીર , આમલી ની ચટણી
ચાટ પૂરી બનાવવાની રીત : સૌપ્રથમ એક બાઉલ માં ઘઉં નો લોટ લઈ તેમાં જીરું મીઠું અને તેલ નાખી લોટ બાંધો.જરૂર પ્રમાણે પાણી એડ કરો.પૂરી જેવો લોટ બાંધો.પૂરી વણી ને તળી લો. ત્યારબાદ બાફેલા બટેટા માં લાલ મરચું અને મીઠું નાખી મિક્સ કરી લો. એક પ્લેટ માં પૂરી રાખી તેના પર બટેટા નો મસાલો,આમલી ની ચટણી, સેવ, ડુંગળી અને કોથમીર નાખી સર્વ કરો.તો તૈયાર છે ટેસ્ટી આલુ ચાટ પુરી
અડદની દાળના અપ્પમ બનાવવા જરૂરી સામગ્રી :
1/2 કપ અડદ ની દાળ , 1/4 કપ ચોખા , 1/2 કપ પાણી , 1/4 કપ જીની સમારેલી ડુંગળી , 1/4 કપ છીણેલું ગાજર , 1 ચમચી ઝીણા સમારેલા લીલાં મરચાં , 1 ચમચી છીણેલું આદુ , 2 ચમચી જીની સમારેલી લીલી કોથમીર ના પાન , 1/2 ચમચી કાળા મરી પાઉડર , 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ , મીઠું સ્વાદ અનુસાર , તેલ જરૂર મુજબ , 1 ચમચી ઇનો ફ્રુટ સોલ્ટ
એક ઊંડા બાઉલમાં અડદની દાળ અને ચોખાને સાફ કરી, ધોઈને પૂરતા પાણીમાં 3 કલાક પલાળી રાખો અને પછી સારી રીતે નિતારી લો. એક મિક્સરમાં જારમાં અડદની દાળ, ચોખા અને લગભગ 1/2 કપ પાણી ઉમેરીને તેને સ્મૂધ બ્લેન્ડ કરો. બેટરને મધ્યમ ઘટ્ટ રાખો અને તેને 15 થી 20 મિનિટ ઢાંકી રાખો. હવે તેમાં બારીક સમારેલી ડુંગળી, છીણેલું ગાજર, બારીક સમારેલ લીલું મરચું, છીણેલું આદુ અને બારીક સમારેલી લીલી કોથમીર ના પાન ઉમેરો. કાળા મરીનો પાઉડર, રેડ ચીલી ફ્લેક્સ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. હવે બધું બરાબર મિક્સ કરી લો. અપ્પે મોલ્ડને મધ્યમ આંચ પર ગરમ કરો અને થોડું તેલ વડે ગ્રીસ કરો. ત્યારબાદ બેટરમાં ફ્રુટ સોલ્ટ નાખીને બરાબર મિક્ષ કરી લો. દરેક મોલ્ડમાં 1 ચમચી બેટર રેડો અને તેની બાજુઓ અને તેના પર થોડું તેલ ઉમેરો. હવે અપ્પે થોડા નીચેથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કૂક કરી લો. પછી દરેક અપ્પેને કાંટા વડે ઊંધુંચત્તુ ફેરવીને થોડું તેલ વાપરીને બીજી બાજુથી પણ કૂક કરી લો. હવે બાકીના બધા અપ્પે બનાવવા માટે બાકીના બેટર સાથે પુનરાવર્તન કરો. હવે આપણા અડદ ની દાળ ના અપ્પે સર્વ કરવા માટે તૈયાર છે. આ અપ્પેને નારિયેળની ચટણી અને સંભાર સાથે તરત જ સર્વ કરો.
બ્રેડ પકોડા બનાવવા જરૂરી સામગ્રી
: ૬ બ્રેડની સ્લાઇસ, તેલ, તળવા માટે મસાલો બનાવવા માટે: ૨ મધ્યમ બટાકા બાફેલાં, ૧ લીલું મરચું, બારીક સમારેલું, ૨ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર, ૧/૨ ટીસ્પૂન લાલ મરચું પાઉડર, ૧ ટીસ્પૂન ધાણાજીરું, ૧/૪ ટીસ્પૂન આમચૂર પાઉડર, ૧ ચપટી ગરમ મસાલો , ૧ કપ બેસન, ૧ ટેબલસ્પૂન ચોખાનો લોટ, ૧ ચપટી બૈકિંગ સોડા, ૧/૪ ટીસ્પૂન લાલ મરચું પાઉડર, મીઠું, સ્વાદ અનુસાર
મસાલો બનાવવા માટેબાફેલાં બટાકાની છાલ ઉતારી નાંખો.તેને મેશ કરો અથવા ખમણી લો અને એક બાઉલમાં નાંખો. તેમાં ૧ સમારેલું લીલું મરચું, ૨ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર, ૧/૨ ટીસ્પૂન લાલ મરચું પાઉડર, ૧ ટીસ્પૂન ધાણાજીરું, ૧/૪ ટીસ્પૂન આમચૂર પાઉડર, ૧ ચપટી ગરમ મસાલો અને મીઠું નાંખો.તેને બરાબર મિક્સ કરી લો. તેને મસાલાઓ માટે ચાખો અને જરૂર લાગે તો વધારે નાંખો. ભરવા માટે મસાલો તૈયાર છે.બહારનું પડ બનાવવા માટેએક કાથરોટમાં ૧ કપ બેસન, ૧ ટેબલસ્પૂન ચોખાનો લોટ, ૧ ચપટી બેકિંગ સોડા, ૧/૪ ટીસ્પૂન લાલ મરચું પાઉડર અને મીઠું નાંખો. ખીરું બનાવવા માટે તેમાં જરૂરત પ્રમાણે પાણી (લગભગ ૧/૨ કપ + ૩ ટેબલસ્પૂન) નાંખો અને બરાબર હલાવીને મિક્સ કરી લો.ખીરું વધારે ઘાટું કે વધારે પાતળું હોવું જોઈએ નહીં. તે ભજીયા/પકોડાના ખીરું જેવું હોવું જોઈએ.પકોડા બનાવવા માટેબ્રેડની એક સ્લાઇસ લો અને તેની ઉપર બટાકાનો મસાલો એકસરખો ફેલાવી દો. વધારે મસાલો લગાવશો નહીં. તેની ઉપર બ્રેડની બીજી સ્લાઈસ મૂકો અને તેને હળવેથી દબાવો. તેને ફોટોમાં બતાવ્યા પ્રમાણે બેત્રિકોણ ટૂકડામાં કાપી લો. આવી રીતે બધાં પકોડા બનાવી લો.એક ઉંડી કડાઈમાં મધ્યમ આંચ ઉપર પકોડા તળવા માટે તેલ ગરમ કરો. તેલ આવશ્યક્તા અનુસાર ગરમ છે કે નહીં તે ચેક કરવા માટે તેલમાં ખીરાનાં એક-બે ટીપાં નાંખો અને જો તે રંગ બદલ્યા વગર તરત ઉપર આવી જાય તો તેલ મધ્યમ ગરમ છે અને પકોડા તળવા માટે તૈયાર છે. જો તે ઉપર ના આવે તો તેલ આવશ્યક્તા અનુસાર ગરમ નથી/ઠંડુ છે. જો તે તરત જ ઉપર આવી જાય અને ભૂરાં થઈ જાય તો તેલ વધારે ગરમ છે. દરેક ત્રિકોણ ટૂકડાને ખીરામાં ડુબોળી દો. તેને બધી બાજુથી ખીરામાં ડુબોળી દો જેથી તેની ઉપર એકસરખુ ખીરું લાગી જાય. પકોડા ને તમારાં હાથથી ઉપાડો અને ધ્યાનથી ગરમ તેલમાં નાંખી દો.તેને નીચેની સપાટી આછી સોનેરી થાય ત્યાં સુધી તળો. તેમાં લગભગ ૧-૨ મિનિટનો સમય લાગશે.તેને પલટાવો અને બીજી સપાટી ક્રિસ્પી અને આછી સોનેરી થાય ત્યાં સુધી તળો. તેને બધી બાજુથી આછી સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી બન્ને બાજુથી તળી લો. તેને તેલમાંથી કાઢો અને એક પ્લેટમાં પેપર નેપકીનની ઉપર મૂકી દો. આવી રીતે બધાં પર્કોડા તળી લો અને ગરમ ગરમ પીરસો.