- લોકજીવનમાં લોકનૃત્ય ઋષિ પરંપરા કે શાસ્ત્રોથી પણ આગળ અને સંસ્કારથી પણ ઉપર જઈ શકે છે. આદિવાસીઓ જીવનમાં પ્રાપ્તિના આનંદની અભિવ્યક્તિ, સ્વર, તાલ અને નર્તનના સહજ ત્રિવેણી સંગમ થાકી ઉત્સવો દરમ્યાન જોવા મળે છે.
- આદિવાસીઓ ધાર્મિક પ્રસંગે સામાજિક વ્યવહારોમાં આનંદ જનક + આઘાત જનક ઘટનાઓમાં નૃત્યો કરે છે.
- આદિવાસીઓ પોતાની બોલીમાં નૃત્યને ‘ચાળો’ (ચાલવું) કહે છે તથા ‘નાચ’ (ઠેકવું/કૂદવું) પણ કહે છે.
- આદિવાસીઓના વસવાટ, જાતી વૈવિધ્ય, વાદ્ય, રીવાજો તથા પરંપરાને ધ્યાનમાં લઈને આદિવાસી નૃત્યોનું વર્ગીકરણ કરી શકાય.
- – આદિવાસી જાતી નૃત્ય – ઉત્સવ નૃત્ય – મેળા નૃત્ય
– દેવ નૃત્ય – લગ્ન નૃત્ય – ગરબા-રાસડા નૃત્ય – વાદ્ય નૃત્ય
- રાઠવાઓનું ઘૂઘરા ડાંગ & ભરૂચના ભીલોનું ટેરેસ નૃત્ય, પંચમહાલના ભીલોનું ગોળ-ગધેડા, બનાસકાંઠાના આદિવાસીઓનું ‘અરેલો’ નૃત્ય.
- વસંતઋતુમાં ‘રોળા’ કે ‘આણેલી હાણેલી’ તો હોલીકોત્સવ દરમ્યાન ‘પીરામીડ’ નૃત્ય કે ‘તીર’ નૃત્ય અને ‘ઘેર-ઘેરૈયા’ તો ખરું જ આ ઘેર તડવી, રાઠવા, ડુંગરા, ભીલ. માંડવા વગેરે જાતિનું પોતાનું આગવું અલગ નૃત્ય છે.
- મેળામાં ‘મેવાસનું ઢોલ નૃત્ય’ & ‘દશેરાના’ તેમજ ‘વાઘવા’ ના મેળામાં નૃત્યો થાય છે.
- ‘ઈંટ’, ‘ભાદરવા દેવ’ કે ‘માતા’ ને રીઝવવા-આભાર માનવા કુદણીય કે નાચ નૃત્યો થાય છે.
- લગ્નમાં તેમજ લગ્ન પ્રસંગે ‘ઉભી કે આડી માટલી’ નૃત્ય, ઘમરીયું, આંબલીગોધો કે ડાંડિયા નૃત્ય કરે છે.
- ડાંડિયા રાસ, ગોફ ગૂંથન જેવા રાસડા નૃત્યો.
- વાઘોમાં ભેરી કે ઘાંઘરી વગાડી નૃત્યો કરી “ઉંચે હોરે હોરે પાક્યે કાય આવે કે બેના વા” જેવા ગીતો ગાઈ અભિવ્યક્તિ વ્યક્ત કરે છે.