રોગપ્રતિકારક શક્તિ વધારવા આ ચા પીવાથી કયારેય બીમાર નહીં થાવ અને તંદુરસ્ત રહેશો

સાદી ચા પીને કંટાળી ગયા છો ? અને કંઇ નવું ટ્રાય કરવા માંગો છો તો બનાવો આ હર્બલટી……. આ હર્બલ ટી બનાવવા માટે તમારે જરૂર પડશે તુલસી , આદુ , ગોળ , હળદર અને લીંબુની જરૂર પડશે . હાલના સમયમાં લોકોને હૂંફાળા પાણીનું સેવન કરવાની સલાહ ડોક્ટર દ્વારા આપવામાં આવે છે . વળી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ લોકો અલગ અલગ પ્રકારની હર્બલ ટી અપનાવી રહ્યા છે . …… જેથી પોતાની રોગ પ્રતિકારક શક્રતી વધે અને તંદુરસ્ત રહે જેથી કોઈ વાયરસ નો ચેપ લાગે નહિ

તો જો તમે પણ ચા પીને કંટાળી ગયા હોવ અને કોઇ નવી હર્બલ ટી સાથે તમારા દિ વસની શરૂઆત કરવા માંગો છો તો તમે આ હર્બલ ટી ટ્રાય કરી શકો છો . આ તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારશે અને તમને સ્વાથ્ય લાભ પણ આપશે . વળી તેમાં દૂધ નથી ઉમેરવાનું એટલે તમારી ફેટની ચિંતા પણ ઓછી થશે . આ હર્બલ ટી બનાવવા માટે તમારે તુલસી , આદુ , ગોળ , હળદર અને લીંબુની જરૂર પડશે . તમે જો ચાના બંધાણી હોવ . તો આ હર્બલ ટીમાં તમે ચા પણ નાંખી શકો છો . …..

આયુર્વેદિક હર્બલ ટી બનાવવાની રીત : આ હર્બલ ટી બનાવવા માટે તમારે ૧/૨ કપ પાણી લો . તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો . પછી તેમાં એક ટુકડો આદુ , ૫-૬ તુલસીના પાનને ક્રશ કરીને નાખો . જો તમે ઇચ્છો તો અડધી ચમચી ચા પણ નાંખી શકો છો . પછી આ મિશ્રણને ઉકળવા દો . પરપોટા થાય તેટલું ગરમ થાય એટલે ઉતારી તેને ગાળી દો . હવે તેમાં ચપટી હળદર નાંખો . અને એક લીંબુનો રસ અને બસ તમારી હર્બલ ટી તૈયાર છે . લીંબુના કારણે તમને વિટામિન સી મળશે . હળદર તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારશે . ગોળના બદલે તમે મધનો પણ ઉપયોગ કરી શકો છો . સાથે જ તુલસી અને આદુ પણ શરદી અને રોગપ્રતિકારક શક્તિ ઓછી કરવામાં તમને મદદ કરે છે . આમ આ હર્બલ ટી તમને સ્વાથ્ય લાભો પણ આપી શકે છે . ઉલ્લેખનીય છે કે આ હર્બલ ટી તમે દિવસમાં કોઈ પણ સમયે પી શકો છો ……..

ભારતીય સેના એલએસી પર લાંબા શિયાળાની તૈયારી કરી રહી છે. તો ડીઆરડીઓ જવાનો માટે શાકભાજીની ખેતી કરવા પર કામ કરી રહ્યું છે. જેનો ઉપયોગ આવનારા શિયાળાની ઋતુમાં ભારત-ચીની સરહદ પર તૈનાત સૈનિકો માટે કરવામાં આવશે. તેના માટે ડીઆરડીઓ માઇક્રોગ્રીન ટેકનીકનો ઉપયોગ કરી રહ્યું છે. ડિફેન્સ ઇન્સ્ટીટયુટ ઓફ હાઇ એલ્ટીટયુડ રિસર્ચ (ડીહાર)ના વૈજ્ઞાનિક ડો. દોર્જીએ જણાવ્યું કે સેના અતિ મુશ્કેલ સ્થળ પર તૈનાત છે…….

જ્યાં વનસ્પતિના વિકાસ માટે યોગ્ય વાતાવરણ મળવું મુશ્કેલ છે. આ માઇક્રોગ્રીન ટેકનીકથી આપણા જવાનોને તાજુ અને પોષ્ટીક ભોજન મળી શકશે. ડીહારના ડિરેકટર ડો.ઓ.પી. ચૌરસિયાએ જણાવ્યું કે અમારી પાસે ગ્રીનહાઉસ પણ છે. અમારો મુખ્ય ઉદેશ્ય ઉનાળાની જેમ શિયાળામાં પણ તાજા શાકભાજી ઉગાડવાનો છે તે ઝીરો એનર્જી આધારીત સ્ટોરેજ ટેકનોલોજી છે જે 4-5 મહિના માટે બટેટા, ફુલ ગોબી અને ગાજરનો સંગ્રહ કરવામાં મદદરૂપ થશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, અહીં ઓકિસજનનું લેવલ પણ ઘણુ ઓછું છે અને વાતાવરણ સંબંધિત અનેક મુશ્કેલીઓ પણ છે જેને પગલે વધુ પોષક શાકભાજીની જરૂર પડે છે. અમે એવી ખેતીની તૈયારી કરી રહ્યા છીએ જે ઓછી ખાવાથી પણ પુરતા પ્રમાણમાં પોષક તત્વો પુરા પાડશે.