ઉકાળો બનવાની રીત | ukalo bnavvani rit | winter ukado
1 વ્યક્તિ માટે ઉકાળાનું માપ
સામગ્રી: 1 કપ પાણી, 4 ચપટી હળદર, 1-2 ચપટી સૂંઠ, 4 પાન તુલસીના, 1 ઈંચ જેટલો ગળો
દેશી આયુર્આવેદિક ઉકાળો બનાવવાની રીત : ઉપર જણાવેલ વસ્તુ બધી સાથે રાત્રે પલાળી દેવી અને સવારે 75 % જેટલું પાણી બળી જાય ત્યાં સુધી આ મિશ્રણ ઉકાળો હવે આ મિશ્રણને ગાળી લેવું. આ દેશી ઉકાળો તૈયાર છે આ ઉકાળો સવાર સાંજ ખાલી પેટે લેવાથી શરીરમાં ઘણાબધા ફાયદા થાય છે,
સમગ્ર વિશ્વ બદલાયી રહ્યુ છે આપણે પણ બદલાવ લાવીએ હાનિકારક ચા ની જગ્યા એ જો રોગ પ્રતિકારક શક્તિ વધારનાર , શરદી , કફ ઉધરસ થી બચાવનાર અમૃત પીણું એટલે આયુર્વેદ ઉકાળા થી દિવસ ની શરૂઆત કરીએ તો તમારું શરીર નીરોગી રહે છે. આ ઉકાળો શિયાળામાં ખુબ ફાયદાકારક છે. જો શરદી અને ઉધરસથી કંટાળી ગયા છો તો આ આયુર્વેદિક દેશી ઉકાળો તમારા માટે ખુબ આરોગ્યમય સાબિત થાય છે,
દેશી ઉકાળો પીવાના ફાયદા : એટલા ફાયદા થશે કે તમારી આસપાસ પણ નહીં ફરકે બીમારી તમારી પાસે હમેશા તંદુરસ્ત રહેશો દેશી ઉકાળો વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે તેમજ જો તુલશીના પાન ઉકાળીને પીવામાં આવે તો તે ડાયાબીટીસના દર્દી માટે પણ લાભદાયી છે