તીર્થન વેલી એકદમ ઓફબીટ ડેસ્ટિનેશન છે. જેમાં બધાં લોકો માટે કોઈ ને કોઈ ગમતી વસ્તુ ચોક્કસ ઉપલબ્ધ છે. આ જગ્યા શાંત છે, અહીં ટ્રેકિંગ માટે ઘણાં સારાં ઓપ્શન છે, ફિશિંગના શોખીન ફિશિંગ કરી શકે છે, વાઇલ્ડ લાઇફ તી જોવાનો શોખ ધરાવનારને નેશનલ પાર્ક પણ જોવા મળે છે. આ તો જોવાલાયક ખૂબ જ જાણીતી જગ્યાની વાત થઈ, એ સિવાય અહીંનાં ગામ અને નાનામોટા પહાડો પણ અત્યંત સુંદર છે. તીર્થન વેલીની જનસંખ્યા ઘણી ઓછી છે, સાથે અહીં પર્યટકોની ભીડ પણ ઓછી હોય છે. આ વેલીની બાજુમાં તીર્થન નદી વહે છે તેના ઉપરથી તેનું નામ રાખવામાં આવ્યું છે.
તીર્થનનું સુંદર ઝરણું જો તમે રોલા ગામથી ચઢાણ કરી રહ્યાં હો તો તમે જંગલની છુપાયેલાં એક સુંદર ઝરણાની રૂબરૂ થઇ શકો છો. આ ઝરણું સુંદર અને શાંત છે, અહીં તમે છો. અહીં ઉત્તરમાં હાઇકિંગ કરવા માટે પણ જઈ શકો છો, દક્ષિણ દિશામાં ખોરલી મૈત્રી દવે પોહી છે જે મોનલ પક્ષી માટે ખૂબ જ પ્રસિદ્ધ છે, જોકે ખોરલી પોહી માટે ફોરેસ્ટની પરવાનગી લેવી જરૂરી છે.
નેચરનો આનંદ પણ લઇ શકો ભારતભ્રમણ રાત્રે ખુલ્લા આકાશમાં કેમ્પિંગ તીર્થનના સુંદર ગામની મુલાકાત તીર્થનમાં કરવા માટે ઘણી એક્ટિવિટી છે, એ તો અહીં આવતા પર્યટકો કરે જ છે, પણ અહીં આવતાં લોકોએ એક દિવસ ખાસ તીર્થનના સુંદર ગામમાં ફરવા માટે ફાળવવો. આ ગામના રસ્તાઓ જંગલમાંથી પસાર થાય છે, રસ્તામાં વચ્ચે તમને ગુશેની, નાગીની, સોઝા અને બંજારનાં નાનાં ગામો પણ જોવા મળશે. અહીં ચારે તરફ સુંદર હરિયાળી છે. આ ગામોની સુંદરતા ચોક્કસ તમારું મન મોહી લેશે.
રાત્રે ખુલ્લા આકાશમાં તારા જોતાં જોતાં સૂવાનો અનુભવ સ્વપ્નસમાન છે, રાત્રિના સમયની તીર્થનની સુંદરતાને શબ્દોમાં વર્ણવવી અઘરી છે. સેરોલસર અને પારાશર નાની નાની નદીઓના કિનારે ખુલ્લામાં સૂવા માટે અહીં વ્યવસ્થા કરવામાં આવે છે, અહીં બોનફાયરની મજા પણ માણી શકાય છે. લોકો ખાસ આ જગ્યાએ કેમ્પિંગ માટે આવે છે.
સુંદર મેદાનની સફર તીર્થનથી લગભગ ૫૦ કિમી. દૂર શાંગઢમાં તમે રોપા, સેંજ, લારજી અને નેઉલીનાં વિચિત્ર ગામની પદયાત્રા કરી શકો છો. શાંગઢ ઘાસનું મેદાન પર્યટકોનું મન મોહી લે છે, અંદર એવું કહેવામાં આવે છે કે આ ઘાસનાં મેદાન મહાભારતના ખૂબ જ સમયથી છે, પાંચ પાંડવો દ્વારા આ ઘાસનાં મેદાન બનાવવામાં આવ્યાં હતાં, આ મેદાનને સ્વર્ગની સીડી બનાવવા માટે એ સમયે પાંડવોએ પસંદ કર્યા હતાં.
નદીકિનારે ફરવાલાયક જગ્યાઓ જોકે તીર્થન નદી લારજીમાં બ્યાસ નદીથી મળે છે, તેનાથી પહેલાં થોડાં અત્યંત સુંદર જંગલોમાંથી જવા પસાર થઈને નીકળે છે, એટલે જ આ નદીની સુંદરતા અદભુત છે. તમે આ નદીના કિનારે કિનારે ફરવાનું નક્કી કરો તો તમને અનેક ઘટાટોપ જંગલોની સાથે સાથે નાનાં નાનાં વિચિત્ર ગામ પણ જોવા મળશે જે સુંદરતા અને શાંતિનો અનુભવ કરાવશે. હુની અને નાગિની જેવાં ગામો જોતાં તમને ચોક્કસપણે એક દિવસ રોકાઈને તેની રહેણીકરણી અને સુંદરતાને માણવાનું મન થશે.
ગ્રેટ હિમાલયન પાર્ક : તીર્થન વેલીમાં આવેલા ગ્રેટ હિમાલયન પાર્કને દેવદાર અને ઓકનાં ઝાડનું ઘર કહેવામાં આવે તો સહેજેય અતિશયોક્તિ નહીં થાય, કારણ કે અહીં ચારેબાજુ તમને દેવદાર અને ઓકનાં અઢળક વૃક્ષો જોવા મળશે, તમે કહી શકો કે ગ્રેટ હિમાલયન પાર્કમાં ૭પ ટકા આ બંને વૃક્ષો ઊગેલાં છે, બાકીના પચ્ચીસ ટકામાં બીજા વૃક્ષોનો સમાવેશ થાય છે. આ જગ્યા જોવા માટે સવારે દસથી સાંજના પાંચ વાગ્યાનો સમય ફિક્સ કરવામાં આવ્યો છે. આ પાર્કની અંદર ૧૮૧ પ્રકારનાં અલગ અલગ પક્ષીઓ જોવા મળે છે તેમજ દેવદાર અને ઓક સિવાય બીજી ૪૦૦ પ્રકારની અલગ અલગ વનસ્પતિઓ પણ અહીં જોવા મળશે જે વિશે તમે ક્યારેય સાંભળ્યું પણ નહી હોય. તીર્થન વેલીમાં ફરવાલાયક બીજી પણ અનેક જગ્યાઓ છે જે વિશે આવતા અંકમાં વાત કરીશું.
આ સ્થળ ક્યાં આવે છે ?
Himachal