Health tipsઅવનવુ

જાણો ગોળ અને ખાંડમાં શુ ફેર છે, આયુર્વેદ પ્રમાણે શુ બેસ્ટ

ગોળ અને ખાંડમાં શુ ફેર છે ? ક્યુ સારું છે ? શા માટે ગોળ જ વપરાય ?? વગેરે માહિતી તમારા માટે…આ લેખ શાંતિથી વાંચજો, વિચારજો અને અનુસરણ કરશો … usefull લાગે તો બીજાને share કરવાનું ભૂલતા નહિ…

આયુર્વેદમાં લખ્યું છે કે શરીરને ભોજનમાંથી મળવા વાળી જે સાકર છે, તે ઝડપથી પેટ માં પચે તેમાં રસ્તામાં કોઈ ખલેલ ન પડે. એવી કોઈ વસ્તુ ભોજનમાં નાં હોવી જોઈએ જે પાચન ક્રિયા ને રોકે….

આપણા દેશમાં એક ખુબ જ મોટી લેબોરેટરી છે જેનું નામ CDRI (CENTRAL Drug research institute) છે. રાજીવભાઈ ત્યાં ગયા, વેજ્ઞાનિકો સાથે વાત કરી કે તમે જણાવો કે ભોજન માં એવી કઈ કઈ વસ્તુ છે જે આપણા ભોજનની કુદરતી સાકર ને શરીર માટે મદદ રૂપ થવામાં અડચણ રૂપ થાય છે તો બધા વેજ્ઞાનિકો એ એક જ અવાજે જે વસ્તુનું નામ લીધું હતું, તેનું નામ ખાંડ હતું. તેની જગ્યાએ શું ખઈએ. જવાબ છે-ગોળ

ગોળ અને ખાંડમાં ફરક ! બન્નેમાં ઘણો ફરક છે, ખાંડ બનાવવા માટે શેરડીના રસમાં ૨૩ ઝેર (કેમિકલ) ભેળવવા પડે છે,અને તે બધા શરીર ની અંદર તો જાય છે પરંતુ બહાર નથી નીકળી શકતા અને ગોળ એક જ એવો છે કોઈ પણ ઝેર ભળ્યા સિવાય સીધે સીધો બને છે શેરડીના રસને ગરમ કરતા જાઓ,ગોળ બની જાય છે.તેમાં કઈ પણ ભેળવવું પડતું નથી.માત્ર તેમાં દૂધ ભેળવવાનું છે બીજું કઈ ભેળવવાનું નથી.

ગોળ થી પણ સારી વસ્તુ તમે ખાઈ શકો છો તેનું નામ છે કાકવી. જો તમે ક્યારેય ગોળ બનતા જોયું હશે તો ખબર પડી જશે.આ કાકવી ગોળ થી પણ સારી છે, કાક્વીને ડોલમાં ભરીને રાખો તે ખરાબ થતી નથી,૧ વર્ષ આરામ થી રાખી શકો છો. કાક્વી નો ભાવ પણ ગોળ જેટલો જ હોય છે.હવે તમે યા તો કાકવી ખાવ નહી તો ગોળ ખાવ. જો તમને કાકવી મળી રહે છે તો સમજી લો કે તમે રાજા છો, જો કાકવી ન મળે તો ગોળ મળી રહ્યો છે તો નાના રાજા છો ખાંડે આખી દુનિયાનો સત્યાનાશ કરી નાખ્યો છે. જ્યાર થી ખાંડ બનાવવા નું અને ખાવાનું શરુ કર્યું છે, ત્યારથી શરીરની હાલત ખરાબ છે.

ભારત ને છોડી ને દુનિયા ના દેશો માં ગોળ અને કાકવી ની ખુબ જ માંગ છે. કેમ કે ખાંડ થી બનેલી મીઠાઈ જલ્દી ખરાબ થઇ જાય છે,તેમાં ગુણવત્તા હોતી નથી,પરંતુ ગોળ માંથી બનેલી મીઠાઈ ઘણા મહિના સુધી બગડતી નથી અને સારી ક્વોલેટી ની હોય છે.

તમને સાંભળીને નવાઈ લાગશે કે ગામમાં ગોળ નો ભાવ ૨૦-૩૦ રૂપિયા કિલો હોય છે.પરંતુ ઇજરાયલ માં ગોળનો ભાવ 170 રૂપિયા કિલો વેચાય છે.જર્મની માં ગોળનો ભાવ ૨૧૦ રૂપિયા કિલો છે, કેનેડામાં ભારત ના રૂપિયાના હિસાબે ગોળનો ભાવ ૩૩૦ રૂપિયા કિલો છે. આ બધા દેશોમાં ગોળ ની ખુબ જ માગ છે.ખાંડ ત્યાં સસ્તી છે કેમ કે તેમણે ખબર છે કે ખાંડ ઝેર છે અને ગોળ અમૃત છે. ગોળ અને ખાંડ ની એક જ વાત યાદ રાખો. જો ખાંડ તમે ખાધી તો તેને પચાવવી પડે છે અને તેમાં એટલા નુકશાનકારક તત્વો હોય છે કે આસાની થી પચતા નથી.જો ગોળ ખાશો તો ગોળ એટલી સરસ જાત છે,કે જે પણ ગોળ સાથે તમે ખાધું છે, તેને ગોળ પચાવી દે છે.

ગોળ ભોજનને માત્ર ૪ કલાક ૪૦ મીનીટમાં પચાવી દે છે. એટલા માટે ભોજન સાથે ગોળ જરૂર ખાવ અને ખાંડ બિલકુલ ન ખાઓ. આ સુત્રનું પાલન કરશો તો ડાયાબિટીસ, આર્થરાઈટીસ, અસ્થમા, ઓસ્તીમાલીસીસ જેવી ૧૪૮ ગંભીર બીમારીઓ જીંદગી માં ક્યારેય નહિ આવે. તમે એક વાત યાદ રાખો જો ત્યાગવા ની કોઈ વસ્તુ છે ને સૌથી વધુ નફરત કરવી છે તો તે ખાંડથી કરો ગોળ ખાઓ કાકવી ખાઓ.

મહત્વની એક વાત..ખાંડ આપણે ચીન વગેરે દેશમાંથી આયાત કરવી પડે છે, જ્યારે ગોળ આપના પોતાના દેશની પ્રોડક્ટ છે… તેને ભોજનમાં વિશેષ સ્થાન આપીએ… દેશને આર્થિક રીતે પણ સમૃદ્ધ કરીએ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *