આયુર્વેદના ટુંકા પણ સચોટ ઉપદેશી રત્નો જરૂર વાંચજો અને જો તમને પસંદ આવે તો મિત્રો સાથે શેર પણ કરજો આ આર્ટીકલ પૂરે પૂરો વાંચજો અને જો તમને આ આર્ટીકલ સારો લાગે તો કમેન્ટ કરીને જણાવજો ઘણી વખત ટેન્શનના લીધે નિંદર નથી અને પુરતો આરામ નથી થતો પૂરતા આરામ ણ થાય એટલે આખો દિવસ બગડે છે અને માથું દુખે છે અને સ્વાસ્થ્ય બગડે છે આવતી ભૂખ લાગે ત્યારે પાણી ન પીઓ. તરસ લાગે ત્યારે ખાવ નહીં.
સાચી ભૂખ લાગે ત્યારે જ ભોજન લો. ઝાડો સાફ આવે, તેનું ખાસ ધ્યાન રાખો. સત્ય બોલો અસત્ય બોલવાથી અનેક રોગ થાય છે. જે હૃદયમાં હોય, જે મનમાં હોય તે જ બોલો. સત્ય બોલનારો માણસ શારીરિક અને માનસિક અનેક રોગથી મુક્ત રહે છે. જે વીર્યનું રક્ષણ કરી શકશે, તે મન ઉપર કાબુ રાખી શકશે. જે પુરુષ વધુ વીર્યપાત કરે છે, વધુ વીર્યવ્યય કરે છે, તે અલ્પાયુષી બને છે. બધા ઔષધોમાં શ્રેષ્ઠ ઔષધ લંઘન (ઉપવાસ) છે. (સામ અવસ્થામાં તે સર્વશ્રેષ્ઠ છે) વિકૃત થયેલા વાયુ, પિત્ત અને કફ વિના શરીરમાં કોઈ રોગ થતા નથી. બુદ્ધિ, ધીરજ અને આત્માનું જ્ઞાન એ મનના રોગોનું પરમ ઔષધ છે. મોટા ભાગના શરીરના રોગો મંદાગ્નિ (મંદપાચન) થી જ થાય છે.
ઉંઘ લાવવાના ઉપાયો : પગના તળીયે કાંસાની વાટકીથી ઘી ઘસવું જેથી શરીરમાં વાયુનું શમન થશે. ઉંઘ ન લાવવામાં વાયુજ કારણ ભૂત છે. ગરૂડ સાપનો નાશ કરે છે તેમ ઘી ઘસવાથી વાયુનો નાશ થાય છે. ગંઠોડા (પીપરીમૂળ)ના પાવડરને ૧ ચમચી ઘીમાં શેકી ગોળનું પાણી રેડી ભૈડકી રાત્રે પીવી. ૐ જટામાંસી જે હિમાલયમાં થાય છે તેનું ચુરણ રાત્રે સૂતી વખતે ૧ ચમચી જેટલું પાણી સાથે લેવું.
રાત્રીના સુતી વખતે ગાયનું દુધ ગરમ કરી એક બે ચમચી ઘી નાખી થોડી સાકર નાખી પીવો. માથા ઉપર તેલ ધારા કરવી જેને સિંચન કહે છે જેથી માથામાંથી વાયુ નીકળ જશે. ઉંઘ આવશે. આપણા દેશમાં પગરખામાં તેલ ભરતા હતા જેથી ચોવીસ કલાક પગ સ્નિગ્ધ રહેતાને આંખોનું તેજ પણ વધતું. આવી રીતે કુદરતી ઉંઘ લાવવાના પ્રયત્નો થતા જેથી જીવન શક્તિ જળવાઈ રહેતી અને શરીરના બંધારણમાં ગરબડ થતી નથી.