મોબાઈલના કારણે 20 વર્ષ પછી દરેક ઘરમાં એક ગાંડો માણસ હશેઃ સવજી ધોળકિયા સમર્પણ ટેકનો સ્કૂલ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં સવજી ધોળકિયાએ વાત કરી બાળક પિતા પાસેથી આળસ અને માતા પાસેથી ગાળો શીખે છે
પરિવર્તન લાવવું પડશે મોબાઈલ ફોનમાંથી છોકરાઓ ક્યારેક ન શીખવાની વાત શીખે છે . અનેક કેસો ન્યુઝ પેપરમાં છપાય છે . જેની પાછળ મા બાપનો વાંક છે . તમે ચાહતાં હોય કે , 20 વર્ષ પછી તમારા ઘરમાં ગાંડો માણસ ન હોય તો અત્યારથી જ મોબાઈલ ફોનને કંટ્રોલ કરો . ’ સમર્પણ ટેકનોસ્કૂલ દ્વારા નાટકના શોનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં સવજી ધોળકિયાએ આ વાત કહી હતી
સાચી વાત કહું તો બાળક આળશ પપ્પા પાસેથી અને ગાળ મા પાસેથી શીખે છે. તેમાં કોઈનો વાક કાઢવાની જરૂર નથી પરંતુ આપણા ઘરનું વાતાવર ણકેવું છે એના પર આધાર રાખે છે . હું તમને સિરિયસમાં સિરિયસ પોઈન્ટ જણાવી રહ્યો છું ખૂબ વિચારીને કહી રહ્યો છું. મારી તમામ વાત માનશો એવો પણ મારો દાવો નથી. છતાં મારે કહેવું છે અને કહું છું. આપણે ત્યારે ફેમિલીમાં રહીએ છીએ. છોકરાઓ સાર્થ રમતાં હોય છે . મારી વાત તમે યાદ રાખજો 20 વર્ષ પછી દરેક ઘરમાં એક ગાંડો માણસ હશે . માણસ ડિપ્રેશનમાં જીવતો હશે . મોબાઈલ ફોન માણસને ગાંડોરી રહ્યો છેમારી કંપનીમાં તમામ જ્ઞાતીના અને બધી ક્વોલિટીના માણસો કામ કરે છે . એમની જ સાથે રહીને એમના પ્રશ્નો અને અનુભવોમાંથી આ તારણ પર આવ્યો છું . છોકરાઓને નહીં પરંતુ પેરેન્ટ્સને ક્લાસ કરાવવાની જરૂર છે . આજૈ દુનિયા બદલાઈ ગઈ છે , વિચારો બદલાઈ ગયા છે.સમયની સાથે બદલવાની જરૂર છે . જે લોકો બદલાશે નહીં તે પાછળ રહી જશે . ટેકનોલોજીનો ઉપયોગ કરો પણ માપમાં આજ દરેક માં બાપ પોતાના બાળકને શાંત રાખવા માટે ફોન આપી દેતા હોય છે
આપણે બધા નાના હતા ત્યારે બધી શેરી ગલીની રમતો ખુબ રમતા આજ કાળના છોકરાને આ બધી રમતો ક્યાં આવડે છે બધા આખો દિવસ ફોનમાં જ પસાર કરે છે દરેક માં બાપને એક જ સુચના છે બને ત્યાં સુધી તમારા બાળકને ફોન ઓછો આપો