Skip to content

ઓનલાઈન શિક્ષણ માટે વાલીમંડળોએ 50 ટકા ફીની માફી માંગી, તમારા મતે કેટલી ફી હોવી જોઈએ

આ વર્ષે પણ ઓનલાઈન શિક્ષણ online teaching રહેવાની શક્યતા, વાલીમંડળોએ 50 ટકા ફી માફીની માગ કરી છે

કોરોના ને કારણે શૈક્ષણિક કાર્યોમાં વિલંબ થઈ રહ્યો છે. ઉપરાંત શિક્ષણ પણ ઓનલાઇન આપવામાં આવ્યું હતું. સાથે સ્કૂલો દ્વારા પણ પૂરેપૂરી ફી વસૂલવામાં આવી રહી હતી. ત્યારે હાઇકોર્ટમાં PIL થઈ હતી. જેના આધારે હાઇકોર્ટ દ્વારા 25 ટકા ફી માફી માંગવા આદેશ કર્યો હતો. ત્યારે આ વર્ષે પણ શિક્ષણ ઓનલાઇન જ આપવામાં આવશે તેવી શક્યતા છે જેથી વાલી મંડળો દ્વારા 50 ટકા ફી માફી માંગણી કરવામાં આવી છે.

મુખ્યમંત્રીને પત્ર લખી ફી માફીની રજૂઆત કરી :ગત વર્ષે સ્કૂલોમાં 25 ટકા ફી માફી કરવામાં આવી હતી ત્યારે આ વર્ષે શિક્ષણ ઓનલાઇન થવાની શક્યતા છે. ઉપરાંત સ્કૂલો દ્વારા 25 ટકા ફીનો વધારો કરવામાં આવ્યો છે, જેથી વાલી મંડળો દ્વારા વર્ષ 2021-22ની 50 ટકા ફીની માફીની માંગણી કરી છે. ઓલ ગુજરાત વાલી મંડળ અને વિદ્યાર્થી વિદ્યા સુરક્ષા સમિતિ દ્વારા રાજ્યના મુખયમંત્રીને પણ પત્ર લખીને 1થી 12 ધોરણ ની ફીમાં 50 ટકાનો ઘટાડો કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે.

અગાઉ પણ 100 ટકા ફી માફી પર સરકાર અસંમત વાલી મંડળોએ 100 ટકા ફી માફીની જ માંગ કરી હતી. પરંતુ સરકાર તરફથી જણાવાયું હતું કે હાઇકોર્ટે 100 ટકા ફી માફીનો ઠરાવ રદ્દ કર્યો હોવાથી તેનો અમલ કરવો શક્ય નથી. આ સંજોગોમાં સરકાર, સંચાલકો અને વાલીઓને યોગ્ય ન્યાય મળે તેવી વ્યવસ્થા કરવા સરકારે ત્યારે વાલીઓને જણાવ્યું હતું.

Leave a Comment